જાણો નવરાત્રીમાં પતિ-પત્નીએ કેમ એકબીજાથી રહેવું જોઇએ દૂર?

નવરાત્રીના પર્વમાં મા દુર્ગાના નવ સ્વરૂપની આરાધના માટે મનાવાવમાં આવે છે. હિન્દુ ધર્મ માં તેનું ખૂબ જ આગવું મહત્વ છે આ સમય દરમ્યાન ડુંગળી-લસણ ન ખાવા સહિત ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. એટલું જ નહી, આ સમય દરમ્યાન પતિ-પત્નીનું એક બીજાની નજીક આવવું પણ વર્જિત માનવામાં આવે છે. તેની પાછળ ફક્ત ધાર્મિક નહીં, પરંતુ સાયન્ટિફિક કારણ પણ છે અને આજે અમે તમને આ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. ચાલો જોઇએ નવરાત્રી દરમ્યાન પતિ-પત્નીને કેમ એકબીજાની નજીક ન આવવું જોઇએ.


એવું માનવામાં આવે છે કે આ સમય દરમ્યાન સંબંધ બનાવવામાં મન વિચલિત રહે છે. જેના કારણે પતિ-પત્નીનું મન પૂજામાં લાગતું છે. એવામાં માતાની પૂજા પણ અધૂરી રહે છે.

નવરાત્રી વ્રત રાખનારા લોકોમાં ઉર્જાની ઉણપ થાય છે. જેના કારણથી શરીર માનસિક અને શારીરિક રીતે પર સંબંધ બનાવવા માટે તૈયાર નથી થતા, આજ કારણ છે કે આ દરમ્યાન ડોક્ટર્સ પણ આ દરમ્યાન સંયમ રાખવા માટે કહે છે.


નવરાત્રી દરમ્યાન સયમ અને ઋતુમાં બદલાવ આવે છે. આ એજ ઋતુ છે જ્યારે સંક્રમણ થવાનો ખતરો રહે છે. જેથી આ દરમ્યાન યૌનચરણથી પણ બચવા માટે કહેવામાં આવે છે.

માનવામાં આવે છે કે માતાનો અંશ દરેક સ્ત્રીમાં રહેલો હોય છે. આ જ કારણ છે કે આ સમયે સુહાગન મહિલાઓને સુહાગ સામગ્રી આપવાની પણ પરંપરા હોય છે. જેથી નવરાત્રીમાં પતિ-પત્ની પોતાની પર સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કહેવામાં આવે છે.


Share This