સાપ્તાહિક રાશિફળઃ 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર 2018

મેષ

તા. 7ના રોજ વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આપના ઘરમાં મહેમાનોની અવરજવર ઘણી રહેશે. આપના પ્રેમપ્રસંગોમાં સાવધાની રાખવી. આપના પ્રેમપ્રસંગો જાહેર થવાની પુરેપુરી શક્યતા છે. પ્રેમી યુગલોને એકબીજાના જીવનસાથી બનવા માટેના સારા યોગો છે. તા. 8 અને તા. 9 દરમિયાન નવી નોકરીની તક મળવાની શક્યતા છે. આપના ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે. કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપને આર્થિક લાભ થશે. આપ આત્મસંતોષ મેળવી શકશો. નોકરી માટેનો સારો સમય, મોસાળ પક્ષ સાથે સંબંધોમાં સુધારો આવે. આરોગ્યની હાલમાં ખાસ કાળજી લેવી, પિત્તના લીધે પેટમાં આંટી આવવી, ઉલટી થવી તેમજ માઇગ્રેનની સમસ્યા રહે. ખાવા-પીવાની બાબતમાં ખુબ ધ્યાન રાખવું. શરદી-કફ-વાઇરલ ઇન્ફેકશન થવાની સંભાવના રહે. તા. 10 અને તા. 11ના રોજ સાતમે ચંદ્ર હોવાના કારણે આપને જીવનસાથી જોડે બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનશે. આપના કાર્યમાં આપની પ્રગતિ થશે. આપની નોકરી કે વ્યવસાયના સ્થળે આપના માટે પ્રતિસ્પર્ધા તો રહેશે પરંતુ તેમાં આપને સફળતા મળવાની શક્યતા વધુ છે. ઘરમાં શુભ પ્રંસગો બનવાના યોગો છે. તા. 12 અને તા. 13 દરમિયાન આપના દિવસો ખુબ વ્યસ્ત રહેશે છતાં દોડધામ નિરર્થક રહેશે. આ સમયમાં આપને વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે.

વૃષભ

તા. 7ના રોજ ખુબ મહેનત કરવા છતાં પરિણામ પ્રતિકૂળ આવશે. પતિ-પત્નીમાં મનદુઃખની શક્યતા છે. કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો ભવિષ્ય માટે ચિંતિત રહેશો. તા. 8 અને 9 દરમિયાન યુવાનોએ કોઈ ચક્કરમાં ન ફસાવું. અન્યથા તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થશે. વિદ્યાર્થીઓને કોઈ સારી બાબતો શીખવા અને સમજવા મળશે. તા. 10 અને 11 દરમિયાન સમય શુભ છે. પરિવાર અને ધન સંપત્તિ બાબતમાં કોઈ સોદો થઇ શકે છે. અને એ બાબતની મુલાકાત ગોઠવાઈ શકે છે. આપ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જમીન-મિલકત ખરીદ લે-વેચ કરશો. જેનો મહત્તમ લાભ આપને ભવિષ્યમાં મળશે. તા. 12ના રોજ આપની રાશિથી સાતમાં સ્થાનમાં ગુરુનું ભ્રમણ થતું હોવાના કારણે આપના કુટુંબમાં સુખશાંતિ સ્થપાશે. સમય આનંદદાયક પસાર થશે. તંદુરસ્તી સારી રહેશે. ભાગીદારોના સંબંધો સુદૃઢ બનશે. વિદેશગમનની તકો તક ઉભી થાય. અપરણિત વ્યક્તિ માટેના લગ્નના યોગ ઉભા કરશે. પરિણીત વ્યક્તિના જીવનમાં સુખશાંતિ રહેશે. તા. 12 અને 13 દરમિયાન યુવા વર્ગ ઉત્સાહમાં રહેશે. સંતાનને પોતાના પસંદગીની વસ્તુ મળીને પ્રસન્ન થશે. આપ ભવિષ્યને સુધારવા માટે આજ પર ધ્યાન આપશો. પ્રગતિ કરવાના અવસર મળશે.


મિથુન

તા. 7ના રોજ પ્રણય સંબંધમાં સફળતા મળશે. નોકરીમાં બઢતી મળી શકે છે. આર્થિક યોજના સફળ થશે. કાયદાકીય કોર્ટ-કચેરીમાં વિજય થશો. શત્રુ સામે તમારી જીત થશે. તેઓ તમારી સામે કોઈપણ કાવતારાબાજી કરશે તો તેમણે ખોદેલા ખાડામાં પોતે જ પડશે. આ બધુ માત્રને માત્ર તમારી કર્તવ્યનિષ્ઠાને આભારી છે. તા. 8 અને 9 દરમિયાન સમય સાચવી લેવા જેવો છે. કામકાજમાં પરેશાનીનો સામનો કરવો પડશે. કોઈ અકળ કારણથી તમે ચિંતામાં રહો તેવી સંભાવના પણ છે. કોઈ સગા-સંબંધીની ખબર કાઢવા હોસ્પિટલની મુલાકાત લેવી પડે. આપનો સમય નિરર્થક કાર્યમાં વેડફાઈ જશે માટે કામકાજની પ્રાથમિકતા અનુસાર યોગ્ય આયોજન કરવાની સલાહ છે. તા. 10 અને 11 દરમિયાન વિદ્યાર્થીવર્ગ માટે સારો સમય છે. આપ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચી જશો. ઊંડા અભ્યાસમાં પણ રુચિ જાગશે. આપ પોતાના નિર્ણય સમજી-વિચારીને કરશો. સંતાન પ્રત્યે આપનું વલણ કડક રહેશે. તા. 12 થી ગુરુ એક વર્ષ માટે આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે માટે નોકરી-ધંધામાં સારું ફળ આપશે. આપના ધંધાનો વિકાસ થશે. નવી નોકરી મળવાની શક્યતા છે. આવક તથા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. વિદેશયાત્રાની શક્યતા ઉભી થશે. તા. 12 અને 13 દરમિયાન લાભની સ્થિતિ જણાઈ રહી છે. જુના રોગોથી છુટકારો મેળવશો. જીવનમાં શું સાચું કે શું ખોટું છે તેનો અનુભવ મેળવશો. આપની સુખ-સુવિધાઓ પર ખર્ચ થશે. ઈશ્વરની આરાધના કરશો.

કર્ક

તા. 7ના રોજ આપની જૂની મુશ્કેલીનો ઉકેલ આવશે. કોઈ પણ કાર્ય આપ એકાગ્રતા સાથે અને ખુબ સારી રીતે પુરું કરશો. આપના વિચારોમાં સકારાત્મકતા આવશે. તા. 8 અને 9 દરમિયાન અચાનક લાભ પ્રાપ્તિના યોગ છે. સમય ખુબ અનુકૂળ હોવાથી આગળ વધવાની તક સરળ બનશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તા. 10 અને 11 દરમિયાન ચિંતામાં સમય પસાર થશે. કોઈ અણધારી ઘટના બની શકે છે. આપની જીવનશૈલીમાં ફેરફાર આવી શકે છે. નવું રોકાણ કરવાનો વિચાર હાલ પુરતો મુલતવી રાખવાની સલાહ છે અન્યથા નુકસાનની સંભાવના વધી જશે. નજીકના મિત્રોથી મનદુઃખ થવાની શક્યતા છે. ક્લેશ ભર્યા વાતાવરણથી બચવું. શત્રુઓના ષડયંત્રથી સાવધ રહેવું. આપને માનસિક તણાવ રહેશે. તા. 12 અને 13 દરમિયાન આપનું મનોબળ વધશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. આપ સમાજસેવા અને પરોપકારના કાર્યમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પુરું મન લગાવીને અભ્યાસ કરવો પડશે અન્યથા આપની પરીક્ષા પર વિપરિત અસર પડશે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. હાલમાં તમે કોઈ મોટી સિદ્ધિ ભલે હાંસલ ન કરો પરંતુ જે પણ કામ કરો તેનાથી એક અલગ પ્રકારનો સંતોષ મળે. તા. 12 થી ગુરુનું આપની રાશિથી પાંચમાં સ્થાનમાં ભ્રમણ હોવાના કારણે સમય શુભ છે. વિદ્યાર્થીઓ સફળતા વધુ મેળવશે. ભાગ્યમાં વૃદ્ધિ થાય તથા નોકરીમાં બઢતી મળી શકે છે.


સિંહ

તા 7 થી બુધ આપની રાશિથી ત્રીજા સ્થાનમાં શુક્ર અને ગુરુ સાથે યુતિ કરતા આપના માટે ધંધામાં પ્રગતિકારક રહેશે. આપની આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. નવા સાહસ ખેડવા માટે પણ તમે તત્પર રહેશો. નવી નોકરીની શરૂઆત અથવા ધંધામાં નવી શરૂઆત થઈ શકે છે. વિજાતીય મિત્રોમાં વધારો થશે. નવા સામાજિક સંબંધો બંધાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શુભ રહેશે. તા 7ના રોજ માતાપિતાનો સ્નેહ અને આશીર્વાદ મેળવશો. યુવાવર્ગમાં વધુ ઉત્સાહ જોવા મળશે. તા 8 અને 9 દરમિયાન લાંબા સમયથી ચાલતી ચિંતામાં રાહત મળશે. આપે અત્યાર સુધી હાંસલ કરેલી સિદ્ધિઓ અને કાર્ય નિષ્ઠા તેમજ આવડતની પ્રસંશા થશે. તા 10 અને 11 દરમિયાન ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે. તા 12થી ગુરુ આપની રાશિથી ચતુર્થ સ્થાનમાં લગભગ 1 વર્ષ માટે ભ્રમણ કરશે. આપને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આપને પરદેશ જવાનો યોગ થશે. પત્ની અને પરિવાર પાછળ વધુ ખર્ચ થશે. આપના ખર્ચમાં વધારો થશે. તા 13ના રોજ દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. જેના કરને થાક અનુભવશો.

કન્યા

શરૂઆતમાં આપ આધ્યાત્મિકતા તરફ વળશો અને ધાર્મિક પુસ્તકોના વાચન તેમ જ દેવસ્થાને દર્શન માટે વ્યસ્ત દિનચર્યામાંથી પણ સમય કાઢશો. માનસિક ચંચળતા વધશે જેથી મહત્વના નિર્ણય લેવાનું ટાળવું. ગુસ્સો વધુ હોવાથી આપે પોતાની જાત પર થોડો સંયમ રાખવો પડશે. ઈ ગૂઢ અને રહસ્યમય વિદ્યાની પ્રાપ્તિ માટે અથવા તે દિશામાં વધુને વધુ જાણકારી માટે આપ કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવો તેવી સંભાવના પણ રહેશે. શેરબજાર, લોટરી વગેરે કામકાજોમાં આપ હાલમાં ગણતરીપૂર્વક નસીબ અજમાવી શકો છો. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. અનિદ્રાની સમસ્યા વધશે અને કામના ભારણમાં ખૂબ થાક લાગશે. ગર્ભવતી મહિલાઓને પણ સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. સપ્તાહના ઉત્તરાર્દમાં કામ કરવામાં થોડો ઉત્‍સાહ વધશે. આર્થિક લાભ થાય. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે ધનલાભની શક્યતા જણાય છે. આત્‍મવિશ્વાસ વધશે. આર્થિક આયોજનોમાં સફળતા મળશે. જીવનસાથી આપના પર પ્રેમનો વરસાદ કરશે. આનંદો!


તુલા

તા 7ના રોજ બુધ આપની રાશિમાં ભ્રમણ કરશે. જેથી કોઈ નિરર્થક વાદવિવાદમાં પડવું નહીં. તમારામાં આળસ અને સુસ્તિનું પ્રમાણ વધારે રહેશે અને તેની નકારાત્મક અસર પ્રોફેશનલ મોરચે તમારા પરફોર્મન્સમાં જોવા મળશે. ખોટા વાદવિવાદથી દૂર રહેવું. ધનહાનિની શક્યતા હોવાથી રોકાણ અથવા આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી. તા 7ના રોજ કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર મળશે. ઘર પરિવારને લગતા કોઈપણ કામકાજ આપ જલદીથી પૂર્ણ કરશો. તા 8 અને 9ના રોજ આત્મવિશ્વાસનો અભાવ રહેશે. શક્ય હોય તો નવા પ્રોજેક્ટ્સ આ સમયમાં હાથમાં ન લેવા. ગૃહસ્થ જીવનમાં તણાવ રહેશે. આપે વગર વિચાર્યે કંઈ બોલવું નહીં . આપની વાણીથી નવા શત્રુ ઉભા થઇ શકે છે. તા 10 અને 11ના રોજ તહેવારના કારણે વ્યસ્તતા રહેશે. સગા સંબંધીથી મુલાકાત થશે. આપની રાશિમાં ચંદ્ર લાભની સ્થિતિ રહેશે. તા 12 થી ગુરુ 1 વર્ષ સુધી આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી આવકના સ્ત્રોત વધશે. નોકરીમાં બઢતી મળશે. કૌટુંબિક મિલકત, વારસો પણ મળી શકે છે. ચર સંપત્તિ તેમજ બેક બેલેન્સમાં વધારો થશે. તા 12 અને 13ના રોજ કોઈ પણ કાર્ય આપ એકાગ્રતાથી પૂર્ણ કરશો.

વૃશ્ચિક

તા 7 . થી બુધ આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી માનસિક અસ્વસ્થતા રહેશે. હિતશત્રુઓથી નુકસાન થઇ શકે છે. વિદ્યાર્થી ઓ માટે સમય પ્રતિકુળ રહેશે. અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. એકાગ્રતા અને સમજશક્તિનો અભાવ હોવાની પણ તમારી ફરિયાદ વધશે. માનસન્માન અને પ્રતિષ્ઠા સંબંધિત બાબતોમાં તમે વધુ ધ્યાન આપશો. તા 8 અને 9 દરમિયાન કામકાજને વધારવા માટે નવી યોજના બનાવશો. યુવાનો માટે સમય પ્રગતિકારક છે. તા 10 અને 11 દરમિયાન સમય અશુભ રહેશે. બ્લડપ્રેસર અને માનસિક તણાવના કારણે સ્વાસ્થ્યમાં ગરબડ થઇ શકે છે. તા 12 થી વર્ષ દરમિયાન ગુરુ આપની રાશિમાં ભ્રમણ કરશે જેથી ભાગ્યવૃદ્ધિ થશે. અપરિણીત જાતકને લગ્નના યોગ ઉભા થશે. સંતાન ઈચ્છુક વ્યક્તિને સંતાનપ્રાપ્તિના પણ યોગ છે. વ્યવસાયમાં સારો ભાગીદાર મળી શકે છે. નવા કરારો કરવા માટે પણ સાનુકૂળતા વધશે. વિદ્યાર્થીઓ માટે શુભ ફળદાયી સમય છે. પ્રણય પ્રસંગમાં સફળતા મળશે. પ્રેમની અભિવ્યક્તિ તમે કલાત્મક અંદાજમાં કરી શકશો. વિદેશ જવાના પણ યોગ બનશે. વડીલ વ્યક્તિની મદદથી ઘણા કાર્યો પાર પડશે. તા 13ના રોજ પરિવાર અને કાર્ય વચ્ચે સારી રીતે સંતુલન કરશો.


ધન

તા. 7ના રોજ પ્રણય સંબંધમાં સફળતા મળશે. નોકરીમાં બઢતી મળી શકે છે. આર્થિક યોજના સફળ થશે. કાયદાકીય કોર્ટ-કચેરીમાં વિજય થશે તેમજ શત્રુઓને પણ હંફાવી શકશો. તા. 8 અને 9 દરમિયાન આપના પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. અત્યાર સુધી કરેલા કાર્ય અને તમે હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ આપની પ્રસંશા થાય. ધંધામાં સારી પ્રગતિ થાય તેમજ મોટો આર્થિક લાભ થાય. જમીન-મિલકત સંબંધિત કોઈ લેણ-દેણ થઇ શકે છે. આપ ભાગ્યનો સાથ મેળવશો. આપની બૌદ્ધિક ક્ષમતામાં વધારો જોવા મળશે. સરકારી કામકાજમાં સફળતા મળે. સામાજિક સ્તરે પણ તમારી માન પ્રતિષ્ઠા વધે. તા. 10 અને 11 દરમિયાન કામમાં વ્યસ્તતા વધુ રહેશે. જોકે, તેનાથી આપને અપેક્ષિત ફળ મળતા કામના વધુ ભારતની ફરિયાદ નહીં રહે. તા. 12 આપના માટે ચિંતાદાયક રહેશે. આપ કોઈ જગ્યાએ છેતરામણીનો ભોગ બનશો. કોર્ટ કચેરીના કાર્યોમાં નિર્ણય આપની તરફેણમાં ન આવે તેવું બની શકે છે. સરકારી જટીલતા અથવા ટેક્સ જેવા પ્રશ્નો આપના વ્યવસાયમાં અવરોધનું કારણ બનશે. આંખાનો રોગના કારણે ઓપરેશનના યોગો બને. સપ્તાહના અંતિમ ચરણમાં સ્વાસ્થ્યમાં દેખીતો સુધારો આવશે.

મકર

તા. 7ના રોજ નવા કાર્યનો પ્રારંભ કરવામાં “થોભો અને રાહ જુઓ”ની નીતિ વધુ કારગત નીવડશે. આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. શરીરમાં ગરમી સંબંધિત સમસ્યાઓ કે ત્વચાની તકલીફો થઈ શકે છે. તા. 8 અને 9 દરમિયાન અચાનક લાભ પ્રાપ્તિના યોગ છે. સમય ખુબ અનુકૂળ છે. આગળ વધવાની તક સરળ બનશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તા. 10 અને 11 દરમિયાન દિવસ ચિંતામાં પસાર થશે. કોઈ અણધારી ઘટના બની શકે છે. આપની જીવનશૈલીમાં ફેરફાર આવી શકે છે. નવું રોકાણ હમણા કરવું નહીં. નુકસાનની સંભાવના રહેશે. નજીકના મિત્રોથી મનદુઃખ થવાની શક્યતા છે. ક્લેશ ભર્યા વાતાવરણથી બચવું. શત્રુઓના ષડયંત્રથી સાવધ રહેવું. આપને માનસિક તણાવ રહેશે. તા. 12 અને 13 દરમિયાન આપનું મનોબળ વધશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. આપ સમાજસેવા અને પરોપકારના કાર્યમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન લગાવીને અભ્યાસ કરવો પડશે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. મનમાં સંતોષ રહેશે. જે કામ માટે વધુ પ્રયાસ કર્યો હશે તે કાર્યમાં પૂર્ણતા મેળવશો. તા. 12 કામના ઢગલાથી ગભરાવાના બદલે આયોજન પૂર્વક આગળ વધી નિર્ધારિત સમયમાં કાર્યો પૂર્ણ કરવા માટે આપ પ્રેરાશો.


કુંભ

સપ્તાહની શરૂઆત ઉત્તમ દાંપત્યજીવન સાથે થશે. તમે જીવનસાથી જોડે મીઠી પળો માણી શકશો અને બંને એકબીજાને સારી રીતે સમજી શકશે. સાથે મળીને તમે એકબીજાની જવાબદારી નિભાવશો. નવી ભાગાદારી કે નવા કરારો કરવા માટે આગળ વધી શકો છો. જોકે હાલમાં સરકારી નિર્ણય અથવા કાયદાકીય પ્રશ્નોનો ચુકાદો આપની તરફેણમાં આવવાની શક્યતા ઓછી હોવાથી આવી બાબતોમાં આગળ ન વધવું. પૈતૃક મિલકતના પ્રશ્નો ચાલતા હોય તો હાલમાં તેને પણ મુલતવી રાખવા. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે ઉત્તરાર્ધનો સમય સારો છે. એકંદરે આપની શારીરિક- માનસિક તંદુરસ્‍તી જળવાયેલી રહે પરંતુ શરૂઆતમાં તારીખ 8 અને 9ના રોજ થોડી કાળજી લેવી પડશે. ખાસ કરીને પીઠમાં દુખાવો, હૃદયના ધબકારાની સમસ્યા, માઈગ્રેન વગેરે થઈ શકે છે. આકસ્મિક ઈજાની શક્યતા પણ છે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા જાતકો સાહિત્‍ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરી શકે છે. આપ પોતાના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો. નાના-મોટા પ્રવાસની શક્યતા પણ છે. વિદેશગમન સંબંધિત કાર્યોમાં હવે ગતિ આવશે.

મીન

તા 7ના રોજ ઘરમાં મહેમાનનું આગમન થઇ શકે છે જેથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરમાં સાજ સજાવટના વસ્તુની ખરીદી કરશો. તા 8 અને 9ના રોજ સામાન્ય સમય છે. વ્યસ્તતા ઓછી હોવાના કારણે જીવનસાથી જોડે સમય પસાર કરશો. પતિ-પત્નીમાં આત્મીયતાનો ભાવ રહેશે. બંને સાથે મળીને એકબીજાની જવાબદારી નિભાવશો. યુવાવર્ગ માટે સમય ઉત્સાહપૂર્ણ રહેશે. તા 10, 11ના રોજ ઘરની વાતોને લઇને ચિંતા રહેશે. આર્થિક ચિંતા રહેશે. સ્વાસ્થ્યની ગરબડ થઇ શકે છે. કર્મચારી અને ભાગીદારની ગતિવિધિ પર ધ્યાન રાખવું. આપની લાપરવાહીના કારણે નુકસાન વધુ થઇ શકે છે. દાંપત્યજીવનમાં કડવાશ અને ગેરસમજ થઇ શકે છે. તા 12 અને 13ના રોજ ગ્રહની સ્થિતિ ફરીથી આપના પક્ષમાં રહેશે. આપની જવાબદારી વધશે. અને તે જવાબદારી આપ ખુબ સારી રીતે નિભાવશો. સમજદારીથી કામ કરવાના કારણે નિશ્ચિત લાભ મળી શકે છે. કોઈ મહત્વનો નિર્ણય પરિવારની સહમતીથી લેશો. તા 12થી ગુરુ આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી ભાગ્યમાં વૃદ્ધિ કરી શકે છે. સંતાન સંબંધી કાર્યો થઇ શકે છે. નવવિવાહિતને સંતાન યોગ છે. વિદ્યાભ્યાસમાં સફળતા મળી શકે છે. ધાર્મિક તીર્થ્સ્થાલોનો પ્રવાસ થઇ શકે છે.

Share This