આ ગરમી માં વાળ ને બચાવવા માટે કેમિકલ્સ વાળા કન્ડિશનર થી મેળવો છુટકારો, ઘર માં આવી રીતે તૈયાર કરો નેચરલ હેર કન્ડિશનર

ગરમી ની સિઝન માં સ્કિન અને વાળ સૌથી વધારે ખરાબ થાય છે. આકરા તડકા માં વાળ ની ચમક ક્યાંક ખોવાઈ જાય છે,અને વાળ રુક્ષ થઈ જાય છે. આવા માં સામાન્ય રીતે લોકો,અને ખાસ કરીને સ્ત્રીઓ વાળ માટે કંડીશનર નો ઉપયોગ કરે છે. પરંતુ બજાર માં મળતા કન્ડીશનર માં ઘણા પ્રકાર ના કેમિકલ અને હાનિકારક તત્વો હોય છે. .  જેના ઉપયોગ થી વાળ થોડીવાર માટે તો ચમકદાર બની જાય છે પરંતુ વાસ્તવ માં આનાથી તમારા વાળ ને ક્ષતિ પણ પહોંચે છે જેના કારણે વાળ નું સમય ની પહેલા ખરવું અને સફેદ થવા ની સમસ્યા થાય છે. આવા માં જરૂરી છે કે આ કેમિકલ વાળા કન્ડિશનર કરતાં પ્રાકૃતિક રીતે વાળ નું કંડિશનિંગ કરવા માં આવે. આજે અમે તમને ઘર માં બનાવવા વાળા આવા જ નેચરલ હેર કન્ડિશનર બતાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ થી તમે પોતાના વાળ ને સુંદર બનાવવા ની સાથે એની રક્ષા પણ કરી શકો છો.


વાળ ની સંભાળ માટે ત્રણ વસ્તુ ઘણી જરૂરી છે

વાળ ને ઓઈલીંગ,શેમ્પૂ અને કન્ડિશનિંગ. કન્ડીશનર વાળ ની ખોવાયેલી ચમક ને પાછી લાવે છે અને એમને રૂખા અને બેજાન થવાથી બચાવે છે. આમ તો બજાર માં ઘણાં બધા કન્ડીશનર ઉપલબ્ધ છે પરંતુ તમને બતાવી દઈએ કે તમારા ઘર માં પણ એ ઘણી બધી વસ્તુઓ છે જેનાથી નેચરલ હેર કન્ડિશનર બનાવી શકાય છે અને બજાર ના કેમિકલ્સ વાળા કન્ડિશનર થી ઘણું સારું એવો નેચરલ હેર કન્ડિશનર નો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે ઘર માં કેવી રીતે તૈયાર કરી શકાય છે નેચરલ હેર કન્ડિશનર. . .

મધ અને નારીયલ તેલ થી બનેલો નેચરલ હેર કન્ડિશનર

મધ વાળ ને કન્ડિશનિંગ કરે છે,ત્યાં જ નારિયલ તેલ વાળ ને પોષણ આપે છે. આના ઉપયોગ માટે એક ચમચી શુદ્ધ નારીયલ તેલ, એક ચમચી મધ,2 ચમચી લીંબુ નો રસ અને એક ચમચી ગુલાબ જળ ને એક વાટકી માં સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણ ને શેમ્પૂ કર્યા પછી વાળ પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી લાગેલુ રહેવા દો. . . ત્યારબાદ વાળ પાણી થી ધોઈ લો.


એલોવેરા નો આવી રીતે કરો ઉપયોગ

એલોવેરા વાળ માટે ઘણો ઉપયોગી છે. . એના ઉપયોગ માટે 1 ચમચી લીંબુ નો રસ, લગભગ ચાર ચમચી એલોવેરા જેલ માં મેળવી લો અને શેમ્પૂ કર્યા પછી વાળ પર પાંચ મિનિટ સુધી લગાવી દો. . ત્યાર બાદ હુંફાળા પાણી થી વાળ ધોઈ લો. તમે જોશો કે વાળ પહેલા થી ઘણા વધારે ચમકદાર અને સુંદર થઈ ગયા છે.

કેળા થી તૈયાર કરો કન્ડીશનર

રફ વાળ ના પોષણ માટે કેળા ઘણા ફાયદાકારક હોય છે. એના ઉપયોગ માટે એક કેળા, ત્રણ ચમચી મધ, ત્રણ ચમચી દૂધ, ત્રણ ચમચી ઓલિવ ઓઈલ અને એક ઈંડુ મેળવી ને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો અને એના પછી વાળ સારી રીતે ધોઈ લો.


ઈંડા નો આવી રીતે કરો ઉપયોગ

વાળ માટે ઇંડા ઘણા ફાયદાકારક હોય છે. . . આ વાળ ને ચમકદાર બનાવવા ની સાથે એમનો ગ્રોથ વધારવા માં પણ મદદ કરે છે. આના ઉપયોગ માટે પોતાના વાળ ની લંબાઈ ના પ્રમાણ થી એક અથવા બે ઈંડા લઈ ને એમને સારી રીતે મિક્સ કરી થોડી વાર રહેવા દો. વાળ માં શેમ્પૂ કર્યા પછી આ ઈંડા ની પેસ્ટ ને વાળ પર લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ ઠંડા પાણી થી વાળ સારી રીતે ધોઈ લો.

દહી નો કરો ઉપયોગ

દહી માં આવેલા લેક્ટિક એસિ સ્કેલ્પ ને સાફ કરવા માં મદદ કરે છે. સાથે જ આમાં આવેલા પ્રોટીન વાળ ને યોગ્ય પોષણ આપે છે. આના ઉપયોગ માટે લગભગ 6 ચમચી દહીં માં એક ઈંડુ મિક્સ કરો. આવી રીતે તૈયાર થયેલા મિશ્રણ ને પોતાના વાળ ઉપર મસાજ કરો અને પછી 15 થી 30 મિનિટ સુધી છોડી દો. . . ત્યારબાદ પાણી થી વાળ ધોઈ લો.

Share This