લગ્ન બાદ દંપતીએ બનાવ્યું એવું શરીર કે જોનારાઓ ચોંકી ગયા…હોય જ નહીં…

જાડા હોવું માત્ર શરીરને બીમાર જ કરતું નથી પરંતુ જિંદગી પર બ્રેક પણ લગાવી દે છે. કયારેક સાંધાનો દુ:ખાવો તો કયારેક અપમાન, કયારેક મુશ્કેલી તો કયારેક એક જગ્યા પર બેસીને ઉભું જ ના થઇ શકાય. જાડાપણું ધીમે-ધીમે જિંદગીને થોભાવી દે છે. પરંતુ આ બ્રેકને તોડી જિંદગીમાં ફરીથી રફતાર ભરવા માટે જોધપુરના આ દંપતીએ કમાલ કરી દેખાડી છે. રાજસ્થાનના જોધપુરમાં એક મારવાડી દંપતીએ જાડાપણાને બાય-બાય કહી એક ટ્રાન્સફોર્મેશન દેખાડ્યું છે કે તમે પણ જોતા જ રહી જશો.


રાજસ્થાનમાં બનનાર ઘી અને તેલથી લથબથ બનતા પકવાનથી દરેક લોકો વાકેફ છે. દાલબાટી ચુરમા, કચોરી, ઘેવર, ગાંઠિયા, અને દાળ બાફલો જેવી પ્રસિદ્ધ વાનગી જાડા થવામાં સહાયક હોય છે. પરંતુ આ દંપતીએ આ વાનગીઓથી અંતર રાખી કેટલાંય કિલોગ્રામ વજન ઓછું કર્યું.

આદિત્ય શર્મા (40)નું વજન 72 કિલોગ્રામ અને તેમની પત્ની ગાયત્રી શર્માનું વજન 62 કિલોગ્રામ હતું. હવે ગાયત્રીનું વજન 10 કિલોગ્રામ ઘટાડ્યું છે અને આદિત્ય શર્માના સિક્સ પૈક એબ્સ પણ આવી ગયા છે. હવે બંને મળી જોધપુરમાં જીમ ચલાવે છે. ખુદ ફિટ હોવાની સાથો સાથ હવે તેઓ બાકીના લોકોને પણ મદદ કરી રહ્યાં છે.


જાડા થવું સરળ છે પરંતુ પતલા થવું એટલું જ મુશ્કેલ છે. પરંતુ આ કપલે તનતોડ મહેનત કરી અને જાડાપણાને દૂર કરી હંમેશા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કર્યું.


Share This