2 મિનિટ માં આ ટ્રીક થી આવશે ઉંઘ,ખૂલ્યું સૈનિકો નું સિક્રેટ

સેનાઓ માં વાપરવા માં આવતું એક સિક્રેટ સામે આવ્યું છે જેનાથી લોકો ને બે મિનિટ ની અંદર ઊંઘ લાવવા માં મદદ મળશે.

કેટલાક લોકો એવા હોય છે જેમને પથારી ઉપર જતાં જ ઊંઘ આવી જાય છે. પરંતુ કેટલાક લોકો આખી રાત પડખા બદલતા રહે છે અને ઊંઘ લાવવા ના પ્રયત્ન કરતા રહે છે. જો તમે પણ પથારી માં પડયા રહેવા છતાં પણ જાગતા રહો છો તો પછી તમારા માટે એક ખુશખબરી છે. સેના માં વાપરવા માં આવતું આ સિક્રેટ સામે આવ્યું છે જેનાથી લોકો ને બે મિનીટ ની અંદર ઊંઘ લાવવા માં મદદ મળશે.

ધ ઈન્ડિપેન્ડન્ટ ની રિપોર્ટ ના પ્રમાણે, આ ટ્રિક્સ યુએસ આર્મી ઉપયોગ માં લે છે. સૈનિક યુદ્ધ ના સમયે સમય મળવા ઉપર ઊંઘ લાવવા માટે આ ટ્રિક નો ઉપયોગ કરે છે. ‘રિલેક્સ એન્ડ વિન : ચેમ્પિયન પર્ફોર્મન્સ’નામ ની બૂક માં આ સિક્રેટ ના વિશે જાણકારી આપવા માં આવી છે. આ બુક એમ તો 1981 માં પ્રકાશિત થઈ ચૂકી છે પરંતુ હમણાં જ Joe.co.ukવેબસાઈટ પર છપાયા પછી ઓનલાઈન દુનિયા માં આના ઉપર ઘણી ચર્ચા થઈ રહી છે.

કહેવા માં આવે છે કે આર્મીએ આ ટેકનીક એટલા માટે બનાવી હતી કારણકે થાક ના લીધે સૈનિકો થી ભૂલ ના થઈ શકે. સૈનિકો યોગ્ય ઊંઘ લઇ શકે, એટલા માટે આ ટ્રીક નો ઉપયોગ કરવા માં આવવા લાગ્યો.

જાણો,તમારે શું કરવાનું છે ?

પોતાના ચહેરા ના બધા મસલ્સ ને રિલેક્સ કરો, જીભ,જડબુ, આંખો ની આસપાસ ની માસપેશીઓ નો તણાવ દૂર કરો. પોતાના ખભા ને જેટલું નીચે લઈ જઈ શકો, એટલું લઈ જવું. અપર અને લોઅર આર્મ ને પણ નીચે લઈ જાઓ. પહેલા એક બાજુ અને પછી બીજી બાજુ. શ્વાસ બહાર ફેંકી, છાતી અને પગ ને રિલેક્સકરો. ત્યારબાદ તમે પોતાના મગજ માંથી બધી વસ્તુઓ કાઢવા ના પ્રયત્ન કરો. 10 સેકન્ડ ખર્ચ કરો.

આ બે ફોટાઓ માંથી એક ના વિશે વિચાર કરો – તમે કોઈક શાંત ઝરણા ના કિનારે પડ્યા છો અને ઉપર એકદમ નીલા રંગ નું આકાશ છે, એકદમ સાફ. તમે એક અંધારા રૂમ માં કાળા રંગ ના વેલવેટ ના હીંચકા માં પડ્યા છો. તમને 10 સેકન્ડ પોતાના થી વારંવાર વિચારવું જોઈએ – ના વિચારો, ના વિચારો ના વિચારો. રિપોર્ટ ના પ્રમાણે,છ અઠવાડિયા સુધી અભ્યાસ કર્યા પછી લગભગ 96 ટકા લોકો માટે આ ટ્રિક કારગર સાબિત થઈ છે.

માત્ર આર્મી જ નહીં પરંતુ ઊંઘ ન આવવા ની સમસ્યા માં વધારે પડતાં લોકો ની પ્રદર્શન માં ખરાબ અસર પડે છે. ઊંઘ ન આવવા ના કારણે ટાઈપ-2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને ધ્યાન કેન્દ્રિત કરવા ની ક્ષમતા પ્રભાવિત થવા જેવા ભય રહે છે.

માત્ર આર્મી જ નહીં પરંતુ ઊંઘ ન આવવા વાળા ની સમસ્યા થી વધારે પડતા લોકો ના પ્રદર્શન ઉપર ખરાબ અસર પડે છે. ઊંઘ ન આવવાના કારણે ટાઈપ-2 ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને ધ્યાન કેન્દ્રિત કરવા ની ક્ષમતા પ્રભાવિત થવા જેવા ભય રહે છે. ઊંઘ ન આવવા ની સમસ્યા થી હેરાન લોકો માટે આ ટ્રીક ઘણી રાહત આપી શકે છે. સ્લીપ એક્સપર્ટ ડોક્ટર. નીલ સ્ટેન્લી કહે છે કે,જો આ ટ્રિક કામ નથી કરતી તો એક મંત્ર આ જાણી લો કે ઊંઘવું છે તો મગજ ને આરામ અને ખાલી કરવું જ પડશે.

ઊંઘ લાવવી છે તો તમારે ત્રણ વસ્તુઓ કરવાની જરૂર છે – બેડરૂમ અને પથારી આરામદાયક હોય, બોડી રિલેક્સ હોય, અને મગજ શાંત હોય. જો તમારા મગજ માં ઘોડા દોડી રહ્યા છે તો તમે કોઇ પણ રીતે ઊંઘી નથી શકતા.

મગજ ને શાંત કરવા માટે તમે કંઈ પણ કરશો તો એના થી ઊંઘ લાવવા માં મદદ મળશે. ઊંઘ લાવવા નો કોઈ જાદુઇ ઉપાય નથી,તમારે શોધવા નું છે કે તમારે કયું કામ કરવાનું છે પછી એ કોઈ બૂક વાંચવાનું હોય, ગરમ પાણી થી નાહવા નું હોય, એક ચા,એરોમોથેરેપી, ગીત સાંભળવું અથવા તો કોઈ વસ્તુ જેના થી તમને ઊંઘ લાવવા માં મદદ મળી શકે. તમે કંઈ પણ કરો, એ કોઈ મહત્વ નથી રાખતું જો એ તમને આખા દિવસ ની ઘટનાઓ ના વિશે તણાવ લાવવા થી ન રોકી શકે.

Share This