ગણેશજી ના દર્શન સમયે જો ભૂલ થી પણ થઈ આ ભૂલ, તો બાપ્પા થઈ જાય છે નારાજ

હિન્દુ ધર્મ માં ગણેશજી ને પ્રથમ પૂજનીય માનવા માં આવે છે. ગણેશજી ને વિઘ્નહર્તા કહેવા માં આવે છે. એવું માનવા માં આવે છે કે જે વ્યક્તિ ઉપર ભગવાન ગણેશજી ની કૃપા રહે છે એના જીવન માંથી બધા દુઃખ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશ સુખ-સમૃદ્ધિ ના દેવતા માનવા માં આવે છે જો કોઈ પણ શુભ કાર્ય આરંભ કરવા માં આવે તો સૌથી પહેલાં ભગવાન ગણેશ ની પૂજા કરવા માં આવે છે અને એમના જ દર્શન કરવા માં આવે છે. આવું કરવા થી શરૂ કરવા માં આવેલું શુભ કાર્ય સફળ રહે છે અને ભગવાન ગણેશ નું એવું અંગ પણ છે જેના દર્શન કરવા થી ભક્તો ને નુકશાન નો સામનો કરવો પડી શકે છે.

આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ભગવાન ગણેશજી ના દર્શન કરતી વખતે કઈ ભૂલો ના કારણે આપણે ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે એના વિશે જાણકારી આપવા ના છીએ.

આવો જાણીએ ભગવાન ગણેશજી ના દર્શન કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ

* પુરાણો માં આ વાત નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે ગણેશજી નું પ્રત્યેક અંગ જુદી જુદી વસ્તુઓ નું પ્રતિક હોય છે જેવી રીતે કાન ઉપર રુચા, જમણા હાથ માં વર, ડાબા હાથ માં અન્ન, પેટ માં સમૃદ્ધિ, નાભિ માં બ્રહ્માંડ, આંખો માં લક્ષ્ય, પગ માં સાતે લોક અને મસ્તક માં બ્રહ્મલોક નો વાસ હોય છે. આ વસ્તુઓ માં સારા અને ખરાબ બંને નો સમાવેશ થાય છે. એમના કાન,હાથ, પેટ અને નાભિ નું દર્શન કરવું શુભ ફળ આપે છે. પરંતુ જો એમની પીઠ ના દર્શન કર્યા તો અશુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.

* જો તમે ભગવાન ગણેશજી ની પીઠ ના દર્શન કરો છો તો એનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે અને તમારું સૌભાગ્ય પણ દુર્ભાગ્ય માં બદલાઈ જાય છે તમને પોતાના ભાગ્ય નો સાથ નથી મળી શકતો. ભગવાન ગણેશજી ની પીઠ ના દર્શન કરવા થી ધનસંપત્તિ થી લઈ ને ઘણી વસ્તુઓ નો નુકશાન ભોગવવું પડે છે.

* જ્યારે કોઈ વ્યક્તિ ઘરે થી કોઈ કામ માટે જઈ રહ્યો હોય અને એ સમયે જો ગણેશજી ની પીઠ જોઈ લે તો એના બનતાં કામ પણ બગડી જાય છે આ જ કારણ થી વ્યક્તિ ને સમાજ અને કાર્યક્ષેત્ર માં પણ અપમાન નો સામનો કરવો પડે છે.

* શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મા ગણપતિજી ની પીઠ ના દર્શન કરવું અશુભ માનવા માં આવ્યું છે જો ગણેશજી ની પીઠ ના દર્શન કરવા માં આવે તો આના થી ઘણા દોષ લાગવા ની સંભાવના રહે છે. અને વ્યક્તિ ની સફળતા પણ રોકાઈ જાય છે.

* જ્યારે પણ તમે પોતાના ઘર માં ગણેશજી ની પ્રતિમા ને સ્થાપિત કરો છો તો આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે એમનું મોઢું હંમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશા ની બાજુ હોવું જોઈએ જો તમે આવું કરો છો તો આનાથી તમારા ઘર માં સુખ-સમૃદ્ધિ આવે છે અને જો તમે આની વિપરીત દિશા માં ગણેશજી ના મુખ ને કરો છો તો તમારા ઘર માં દરિદ્રતા નો વાસ થાય છે.

* જો તમે પોતાના ઘર ના મુખ્ય દ્વાર પર ગણેશજી ની પ્રતિમા મુકવા માંગો છો તો એક બાજુ પ્રતિમા ને મૂક્યા બાદ બીજી બાજુ પણ એમની એવી જ પ્રતિમા મૂકો બંને મૂર્તિઓ ની પીઠ મેળવી ને મૂકો આવું કરવા થી વાસ્તુ દોષ નથી લાગતો.

Share This