લંડન માં ભણી ને આવેલી આ છોકરી એ બદલી દીધું હજારો ભારતીયો નું જીવન, પોતાના કામ થી કમાવી રહી છે નામ

બિહાર રાજ્ય ની મહાનતા બધા લોકો જાણે છે. ભારત ના પહેલા રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદ પણ બિહાર થી હતા. બિહાર ની ઓળખાણ અત્યાર સુધી માત્ર એમના જ નામ થી થતી હતી, પરંતુ આજકાલ આને એક નવી ઓળખાણ આપવા નું કામ એક છોકરી કરી રહી છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ છોકરી નું નામ સિતિકા સિંહ છે. તમને જાણીને નવાઇ લાગશે કે સિતિકા સિંહ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ભણ્યા બાદ પોતાના સારા ભવિષ્ય ને ઠોકર મારી ને પોતાના ગામ ના ભવિષ્ય ને સુધારવા નો રસ્તો અપનાવ્યો છે.

શરૂઆત નું ભણતર કર્યું છે પટના થી :

બતાવી દઈએ કે સિતિકાએ પોતાના ગામ ની 8 એકર જમીન પર પરિવર્તન કેમ્પસ ખોલ્યું અને અહીંયા એ સ્ત્રીઓ તેમજ પુરૂષો ના વ્યક્તિત્વ વિકાસ યુક્તિઓ શીખવાડી ને રોજગાર ના લાયક બનાવી રહી છે. આ કેમ્પસ માં આજુબાજુ ના ગામ ના બેરોજગાર લોકો ને નિશુલ્ક વ્યક્તિત્વ વિકાસ ની યુક્તિ ઓ શીખવાડવા માં આવે છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આ સંસ્થા થી જિલ્લા ના 36 ગામ થી હજારો સ્ત્રીઓ અને પુરુષો નુ જીવન સારું થયું છે અને એ રોજગાર થી જોડાયા છે. સિતિકા સિંહ મુખ્ય રીતે જીરાદેઇજિલ્લા ના નરેન્દ્રપર ની રહેવા વાળી છે. આમનું પ્રારંભિક ભણતર પટના માં થયું.

બે વર્ષ નો લાંબો સમય લાગ્યો કેમ્પસ સુસજ્જિત કરવા માં :

ત્યારબાદ એમણે વિદેશ માં ભણ્યું. વિદેશ માં ભણ્યા પછી એમણે પોતાના ગામ ને જ પોતાના કર્મ સ્થળ ના રૂપ માં પસંદ કર્યું. આ સમયે સિતિકા સિંહ પટના માં રહે છે અને સમય સમય પર આવતી રહે છે. પરિવર્તન કેમ્પસ ના પ્રબંધક ના રૂપ માં કામ કરી રહેલા આલોક કુમાર એ બતાવ્યું કે આની સ્થાપના 2009 મા થઈ હતી. પરંતુ બધી વ્યવસ્થાઓ ને સુસજ્જિત કરવા માં બે વર્ષ નો સમય લાગી ગયો આ કેમ્પસ માં સ્માર્ટ ક્લાસીસ, કોમ્પ્યુટર રૂમ, સિલાઈ ભરતકામ જેવી સ્કૂલ ની વ્યવસ્થા છે. આ કેમ્પસ 8 એકર માં ફેલાયેલું છે.

કામ કરે છે હજારો સ્ત્રી-પુરુષો :

આ કેમ્પસ માં 36 ગામ ની હજારો સ્ત્રીઓ અને પુરુષો કામ કરે છે. સ્ત્રીઓ ના સિલાઈ ભરતકામ, સ્કૂલ ડ્રેસ તૈયાર કરવા વગેરે કામ કરે છે. આમ નું કામ બે શિફ્ટ માં ચાલે છે. પહેલી સવારે 6 થી 1 વાગ્યા સુધી ની અને બીજી 1 થી 6 વાગ્યા સુધી ની હોય છે. પરિવર્તન કેમ્પસ ના પ્રશિક્ષક જિલ્લા ના 22 સરકારી સ્કૂલો માં પણ જઈ ને પોતાનું યોગદાન આપે છે. અહીંયા એ બાળકો ને પર્સનાલિટી ડેવલોપમેન્ટ ના ક્લાસ આપે છે. પરિવર્તન નો મુખ્ય ઉદ્દેશ ખાદી ને વધારો આપવા નું પણ છે. આજ કારણ થી અહીયા ખાદી ના કપડા ઉપર વિશેષ ધ્યાન આપવા માં આવે છે. અહીંયા ખાદી ના કપડા સીવવા માં પણ આવે છે.

ખેડૂતો ને શીખવાડવા માં આવે છે ખેતીકામ ની યુક્તિઓ :

તમને બતાવી દઈએ કે પરિવર્તન કેમ્પસ માં એક શાળા પણ બનાવવા માં આવી છે. આ શાળા માં ખેતી થી જોડાયેલા ખેડૂતો ને ખેતી નીનવી રીત ના વિશે બતાવવા માં આવે છે. આનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરો માં સારું કામ કરીને સારું ઉત્પાદન કરી આર્થિક લાભ કમાવી શકે. જલ્દી જ પરિવર્તન કેમ્પસ માં કામ કરવાવાળા લોકો દ્વારા સેરેમિક ના વાસણો પણ તૈયાર કરવા માં આવશે અને એમને બજાર માં વેચવા માં આવશે. આવું એટલા માટે કારણ કે માટી ના વાસણ બનાવવા વાળા કુંભારો ને પણ રોજગાર મળી શકે. જોકે હમણાં આનો પ્લાન તૈયાર કરવા માં આવી રહ્યો છે.

Share This