પીએફ ના પૈસા થી છોકરીઓ માટે નિશુલ્ક બસ ચલાવવા વાળા આ ડોક્ટર દરેક માટે એક મિસાલ છે.

વરસાદ વરસી રહ્યો હતો. ડોક્ટર આર પી યાદવ પોતાની પત્ની ની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તેમને રસ્તા માં 4 છોકરીઓ વરસાદ માં પલળતી દેખાઇ. યાદવ જી એ પોતાની ગાડી રોકી અને અમને લિફ્ટ આપી. એમની સાથે થયેલી વાતચીત દરમિયાન ખબર પડી કે એ રોજ 4-5 કિલોમીટર ચાલી ને કોલેજ જવા માટે બસ સ્ટોપ જાય છે. છોકરીઓ એ યાદવ જી ના પત્ની ને બતાવ્યું કે ઘણીવાર બસ માં એમની સાથે છોકરાઓ છેડછાડ પણ કરે છે.

આ વાત થી યાદવજી ની પત્ની દુઃખી થઈ ગઈ અને એમણે પોતાના પતિ થી પૂછ્યું કે શું તમે આ છોકરીઓ માટે કોઈ મદદ કરી શકો છો. આનો જવાબ આપતા એમણે પોતાની પત્ની થી સવાલ કર્યો કે ‘આજે જો આપણી છોકરી હોત, તો એનું ભણવા નું અને લગ્ન નો કેટલો ખર્ચો આવે.’પત્ની એ કીધુ – ’18-20 લાખ રૂપિયા.’

પીએફ ના પૈસા થી ખરીદી વિદ્યાર્થીનીઓ માટે બસ

પત્ની નો જવાબ સાંભળી યાદવજી એ બીજા દિવસે પોતાના પીએફ ના19 લાખ રૂપિયા કાઢ્યા અને કોલેજ જવા વાળી છોકરી ઓ માટે એક બસ ખરીદી. ગયા એક વર્ષ થી એમના દ્વારા ચલાવવા માં આવી રહેલી બસ માં આસપાસ ના ગામડા ની 60 વિદ્યાર્થીનીઓ કોલેજ જઈ રહી છે.

આ સર્વિસ નું નામ છે ‘નિશુલ્ક બેટી વાહિની.’ આ સર્વિસ ને રાજસ્થાન ના સીકર જીલ્લા ની છોકરીઓ ને ના માત્ર સુરક્ષા નો અનુભવ કરાવ્યો, પરંતુ એમના સપના ની પણ ઉડાન આપી દીધી છે. એમના માતા પિતા પણ હવે કોઈ સંકોચ વગર પોતાની છોકરીઓ ને કોલેજ મોકલવા લાગ્યા છે. પેહલા એ લોકો એમની સુરક્ષા ની ચિંતા ના કારણે આવું કરવા થી ડરતા હતા.

જિલ્લા અધિકારી એ પણ કરી મદદ

આના થી ક્લાસ માં વિદ્યાર્થીનીઓ ની હાજરી નો ગ્રામ ઉપર ની તરફ વધતો ગયો છે. ડોક્ટર યાદવ ની આ સારી પહેલ ને રાજ્ય સરકારે પણ સ્વાગત કર્યું છે. જિલ્લા અધિકારી એ બસ નો ટોલટેક્સ માફ કરી દીધો છે અને આ રોડ પર ટેક્સ ફ્રી કરવા માટે આગળ ફાઇલ મોકલી દીધી છે.

આ બસ ને ચલાવવા માં દર મહિને લગભગ 36000 નો ડીઝલ લાગે છે. ડ્રાઈવર અને કંડક્ટર ની સેલેરી અલગ. આ આખા ખર્ચા ને ડૉક્ટર યાદવ પૂરું કરે છે. સીકર ના એક સરકારી હોસ્પિટલ માં બાળકો ના ડોક્ટર છે યાદવ જી,જે જલ્દી રિટાયર થવા ના છે.

સ્ત્રીઓ ની સુરક્ષા ને લઈ ને વાતો તો ઘણી થાય છે, પરંતુ ઘણા ઓછા લોકો હોય છે, જે આગળ વધી ને આ સમસ્યા નો અંત લાવવા નો પ્રયાસ કરે છે. ડોક્ટર યાદ આવ ઓછા લોકો માંથી એક છે.

Share This