જો તમારી ગર્લફ્રેંડ છે સેન્સેટિવ નેચર ની તો આ 4 વાતો નું રાખો ધ્યાન, નહીં તો આવી શકે છે સંબંધ માં તિરાડ

દુનિયા માં જાતજાત ના લોકો જોવા મળે છે. આજકાલ રિલેશનશિપ માં રેહવું એ વધારે આશ્ચર્યજનક વાત નથી. કેટલાક લોકો પોતાના જીવન માં વધારે સેન્સિટિવ હોય છે. આવા માં જો તમારી ગર્લફ્રેંડ પણ છે સેન્સિટિવ તો પોતાના પ્રેમ ભરેલા જીવન માં ગર્લફેંડ ના પ્રતિ સચેત રહો અને એમની હંમેશા કેર કરો. કેહવા માં આવે છે કે સેન્સિટિવ છોકરીઓ ઘણી પ્રમાણિક અને પોતાના કામ ને લઈ ને ઘણી જિદ્દી હોય છે. જો એ કોઈ કામ નક્કી કરી લે કે આ કરવું જ છે તો પછી એ પૂરી લગન થી એ કામ કરે છે. સેન્સિટિવ છોકરીઓ ના વિશે કેહવા માં આવે છે કે એ બધા ની ઘણી કેર કરે છે અને વિશ્વાસ ના લાયક હોય છે. પ્રમાણિક્તા થી કામ કરવું એ આમના સ્વભાવ નો સૌથી મોટો હથિયાર હોય છે. જો તમારી ગર્લફ્રેંડ પણ સેન્સિટિવ છે તો ચાલો જાણીએ કે તમારે એ કઈ કઈ વસ્તુઓ છે જે કરવા ની છે અને એવી વાતો જે તમારે પોતાની ગર્લફ્રેંડ થી ક્યારેય ના કરવી જોઈએ.

સમ્માન થી વર્તાવ કરવું –જો તમારી ગર્લફ્રેંડ સેન્સિટિવ છે તો એમની સાથે હંમેશા સમ્માન થી વર્તાવ કરો. એમની કીધેલી વાતો નું ધ્યાન રાખો અને હંમેશા એને વધારે મહત્વ આપો. ગર્લફ્રેંડ ને ક્યારેય પણ પોતાના વશ માં કરવા નું ના વિચારો એમને થોડી સ્વત્રંતા આપો. જો તમારી ગર્લફ્રેંડ સેન્સિટિવ છે તો તમે પ્રયત્ન કરો કે એને કઈ રીતે ખુશ રાખી શકો છો. અને હંમેશા ધ્યાન રાખો કે એમને પોતાના હિત માટે ક્યારેય ઉપયોગ ના કરો. આવું કરવા થી એ હર્ટ થઈ શકે છે. એમને હંમેશા ફીલ કરાવો કે તમે એમની સાથે છો અને જીવન ના દરેક વળાંક પર તમે એમની સાથે રેહશો. સેન્સિટિવ છોકરીઓ પોતાની સાથે થયેલી ફેમિલી પ્રોબ્લેમ ને સારી રીતે સોલ્વ કરી લે છે તો પ્રયત્ન કરો કે એમના ફેમિલી મેટર માં તમે વિક્ષેપ ના કરો અને એમના થી જોડાયેલી દરેક વસ્તુ માં સાથ નો ભાવ રાખો.

વિચારશીલ બનવા ના પ્રયત્ન કરો –સેન્સિટિવ છોકરીઓ ને વિચારશીલ લોકો સારા લાગે છે. જે કંઈક સમજી વિચારી ને કામ કરે છે. નાની નાની વસ્તુઓ ના વિશે વિચારે છે અને એના ઉપર વધારે ધ્યાન આપે છે. જેથી ક્યાંક બહાર ગયા હોય તો તમે એમના માટે કોઈ ફૂલ અથવા તો કેન્ડી ખરીદી ને આપો. મુવી જોઈ રહ્યા હોવ અથવા ક્યાંક ચાલી રહ્યા હોવ તો પોતાની ગર્લફ્રેન્ડ નો હાથ પકડી ને રાખો તેનાથી અમને લાગે કે તમે એમની કેર કરો છો. હંમેશા એ બતાવો કે તમે એમના વિશે વિચારો છો.

ક્યાંક ફરવા ગયા હોવ તો બધી જવાબદારી પોતાના ઉપર ના લો –સેન્સિટિવ છોકરીઓ જવાબદાર પણ હોય છે અને એમને સારો અને ખોટા નું ધ્યાન પણ હોય છે. જો તમે ક્યાંક બહાર ફરવા જાઓ છો તો આ વાત નુ ધ્યાન રાખો કે તમારી ગર્લફ્રેન્ડ જો કોઈ વસ્તુ નું બિલ ભરવા માંગે તો એને કરવા દો. આવા માં એમને સારું ફીલ થશે. આવું કરીને એ તમારી ચિંતા કરતી હોય છે, એને ખોટું ના સમજો. એના નિર્ણય ની સાથે ખુશ રહો.

પસંદ-નાપસંદ યાદ રાખો – જો તમારી ગર્લફ્રેન્ડ સેન્સિટિવ છે તો એના માટે એ વાત મહત્ત્વ રાખે છે કે તમે એમના માટે કેટલું જાણો છો. નાના માં નાની જેવીકે એમને કહ્યું ફુલ પસંદ છે, કઈ બુક પસંદ છે, કંઈ ચોકલેટ સારી લાગે છે. આ વાતો નું જરૂર ધ્યાન રાખો.

આના સિવાય પોતાની ગર્લફ્રેન્ડ થી આ વાતો ક્યારેય પણ ના કહો –

1. ફાસ્ટ બનો –સેન્સિટિવ છોકરીઓ દરેક કામ સમજી-વિચારી ને કરે છે આવામાં તમારી કીધેલી આ વાત એમને હર્ટ કરી શકે છે.

2. રીયલ લાઈફ જીવો –આ વાત ક્યારેય ન કહો કેમકે એમને ખબર હોય છે કે એ શું કરી રહી છે. એટલા માટે આવી સલાહ તો બિલકુલ ન આપો.

3. વધારે વિચારવાનું ના રાખો –દરેક કામ વિચારી ને આરામ થી કરવા વાળી છોકરી ને આવુ સાંભળવું બિલકુલ પસંદ નથી હોતું.

Share This