જાણો દુનિયા ના આ 5 મોટા અરબપતિ દર મહિને પોતાની સિક્યુરિટી ઉપર કેટલા રૂપિયા ખર્ચ કરે છે.

દુનિયાભર માં સેંકડો ની સંખ્યા માં અરબ પતિ છે. જેમની પાસે પૈસા ની કોઇ કમી નથી. દુનિયા ના સૌથી મોટા અરબપતિઓ ની વાત કરવા માં આવે તો કેટલાક મોટા નામ નીકળી ને સામે આવે છે. જેમ કે જેફ બેજોસ,મુકેશ અંબાણી, માર્ક જુકરબર્ગ વગેરે. આ વાત ને તો નથી નકારી શકાતી કે જે વ્યક્તિ જેટલો પૈસાદાર હોય છે એના ખર્ચા પણ એટલા જ વધારે હોય છે. જે મોટા અરબપતિ હોય છે એમની સુરક્ષા એક મોટી જવાબદારી હોય છે. એવા માં એ પોતાની સિક્યુરીટી માટે દર મહિને લાખો રૂપિયા ખર્ચ કરી દે છે. આજે અમે તમને કેટલાક પસંદીદા અરબપતિઓ ના વિશે બતાવીશું જે દર મહિને પોતાની સુરક્ષા માટે ઘણા રૂપિયા ખર્ચ કરે છે. તમે આ જાણી ને આશ્ચર્ય માં પડી જશો અને વિચારશો કે સામાન્ય માણસ જેટલા પૈસા ઘણા વર્ષો માં નથી કમાવી શકતા એના થી વધારે તો એ એક મહિના માં પોતાની સુરક્ષા માટે ખર્ચ કરી દે છે.

મુકેશ અંબાણી :

ભારત ના અરબપતિઓ ની વાત કરવા માં આવે તો સૌથી પહેલા મુકેશ અંબાણી નું નામ નીકળી ને સામે આવે છે. તમને જાણી ને હેરાની થશે કે મુકેશ અંબાણી દર મહિને 15 લાખ રૂપિયા પોતાની સુરક્ષા માટે ખર્ચ કરે છે. આ 2014 ના અંત ના આંકડા છે આ ચાર વર્ષો માં એમનો વ્યવસાય ઘણો વધ્યો છે અને શક્ય છે કે એમની સુરક્ષા ખર્ચ ની રકમ પણ વધી હશે. એમ તો તમને બતાવી દઈએ કે આ ખર્ચો માત્ર મુકેશ અંબાણી ની સુરક્ષા માટે છે આમાં એમના પરિવાર ના બીજા વ્યક્તિઓ નો સમાવેશ નથી કરવા માં આવ્યો.

ટિમ કૂક:

દુનિયા ની મોટી ટેકનોલોજી કંપની એપ્પલ ના સીઇઓ નીસુરક્ષા કંપની ની જવાબદારી છે આ કારણે એપ્પલ કંપની એ એમની સુરક્ષા માટે દર વર્ષે 1.5 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જાણકારી માટે બતાવી દઈએ કે ટિમ કૂક2011 મા એપલ ના સીઈઓ બન્યા હતા, સાત વર્ષો માં એ લગભગ 4600 કરોડ રૂપિયા કમાવી ચૂક્યા છે. બિઝનેસ અને પોતાના પર્સનલ કામ માટે કંપની એ એમને પ્રાઇવેટ એર ક્રાફ્ટ આપ્યું છે,જેથી એમની સુરક્ષા માં કોઈ કમી ન રહે.


માર્ક જુકરબર્ગ

ફેસબુક ના સીઈઓ માર્ક જુકરબર્ગ એક ઓળખીતું નામ છે આજે એમને દરેક બાળક જાણે છે. માર્ક જુકરબર્ગ દુનિયા નો સૌથી ઓછી ઉમર ના અરબપતિ છે. તમને જાણી ને હેરાની થશે કે માર્ક જુકરબર્ગ ની સુરક્ષા માટે દરરોજ 13.5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. હા બરાબર સાંભળી રહ્યા છો,દર મહિને નહીં પરંતુ દરેક દિવસે. આવા માં તમે જાતે અંદાજો લગાવી શકો છો આખા વર્ષ માં એમની સુરક્ષા માટે કેટલા કરોડ રૂપિયા ખર્ચ થતા હશે. એક રિપોર્ટ ના પ્રમાણે પાછલા વર્ષે એમની સિક્યુરીટી માટે કંપની એ લગભગ 49 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

જેફ બેજોસ :

અમેરિકી કંપની અમેજન ના સીઇઓજેફ બેજોસ દુનિયા ના બીજા નંબર ના સૌથી અમીર વ્યક્તિ છે. પાછલા વર્ષે એમણે એક દિવસ માટે દુનિયા ના સૌથી અમીર વ્યક્તિ માઇક્રોસોફ્ટ ના સંસ્થાપક બિલ ગેટ્સ ને પાછળ મૂકી ને આગળ વધી ગયા હતા. બતાવી દઈએ કે જેફ બેજોસ એ 2016 મા પોતાની સિક્યુરીટી માટે 10.75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

વોરેન બફે :


 

એમને રોકાણ ની દુનિયા નો બાદશાહ માનવા માં આવે છે. એ બર્કશાયર હેથવે ના સીઈઓ છે. વોરેન બફે નું નામ દુનિયા ના મોટા અરબપતિઓ માં આવે છે. બતાવી દઈએ કે એમણે વર્ષ 2016 માં પોતાની સુરક્ષા માટે 2.60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા અને એમની સુરક્ષા ની આ રકમ દર વર્ષે વધી રહી છે.

Share This