મહાભારત યુદ્ધ ના અદભુત રહસ્ય, જેને 99% લોકો નથી જાણતા ?

તમે બધા એ મહાભારત ના વિશે તો સાંભળ્યુ જ હશે પરંતુ વધારે પડતા લોકો મહાભારત ના યુદ્ધ થી જોડાયેલા ઘણા રહસ્ય ને નથી જાણતા, મહાભારત માં ઘણી ઘટના, સંબંધ અને જ્ઞાન-વિજ્ઞાન ના રહસ્ય સંતાયેલા છે. મહાભારત નું દરેક પાત્ર જીવંત છે. મહાભારત માત્ર યોદ્ધાઓ ની વાર્તાઓ સુધી સીમિત નથી, મહાભારત માં ઘણા અદ્ભુત રહસ્ય સંતાયેલા છે. વાસ્તવ માં,મહાભારત ની વાર્તા યુદ્ધ પછી સમાપ્ત નથી થઇ જતી,યોગ્ય રીતે મહાભારત ની વાર્તા યુદ્ધ પછી જ શરૂ થાય છે. આજ સુધી અશ્વત્થામા કેમ જીવિત છે ? કેમ યદુવંશીઓ ને નાશ નો શ્રાપઆપવા માં આવ્યો? અને કેમ ધર્મ ચાલી પડ્યું? આ પ્રકાર ના મહાભારત માં ઘણા રહસ્ય છે જે આજ સુધી ઉકેલાયા નથી.

આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી મહાભારત ના યુદ્ધ થી જોડાયેલા એવા કેટલાક રહસ્ય બતાવી રહ્યા છીએ જે રહસ્ય ને કદાચ તમે નહીં જાણતા હોવ.

આવો જાણીએ મહાભારત ના યુદ્ધ થી જોડાયેલા રહસ્યો ના વિશે

એવું બતાવવા માં આવે છે કે મહાભારત ના યુદ્ધ માં 18 સંખ્યા નુ ઘણું મહત્વ હતું, મહાભારત ની પુસ્તક માં 18 અધ્યાય છે,કૃષ્ણ એ પણ 18 દિવસ સુધી અર્જુન ને જ્ઞાન આપ્યું,18 દિવસ સુધી મહાભારત નું યુદ્ધ ચાલ્યુ હતું,ગીતા માં પણ 18 અધ્યાય છે, આ યુદ્ધ ના પ્રમુખ સૂત્રધારપણ 18 હતા,આ યુદ્ધ માં કુલ 18 યોધ્ધા જ બચ્યા હતા,હવે અહીંયા એ સવાલ ઊભો થાય છે કે બધું 18 ની સંખ્યા માં કેમ થતું હતું ? આ એક સંયોગ હતો કે પછી આમાં કોઈ રહસ્ય છુપાયેલુ છે.

મહાભારત નું યુદ્ધ જ્યારે નક્કી થઈ ગયુ હતું તો બર્બરીક એ આ યુદ્ધ માં સામેલ થવાની ઈચ્છા બતાવી અને માતા ને હારેલા પક્ષ નો સાથ આપવા નું વચન આપ્યું, બર્બરીક પોતાના નીલા રંગ ના ઘોડા ઉપર સવાર થઈને 3 બાણ અને ધનુષ ની સાથે કુરુક્ષેત્ર ની રણભૂમિ માં પહોંચ્યા હતા, બર્બરીક માટે ત્રણ બાણ જ પૂરતા હતા. જેનાથી એ કૌરવ અને પાંડવો ની આખી સેના ને સમાપ્ત કરી શકતા હતા. આ જાણી ને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ ના વેશ માં એમની સામે હાજર થઈ ને છલ પૂર્વક એમનું શીશમાંગી લીધું હતું. બર્બરીક એ શ્રી કૃષ્ણ થી પ્રાર્થના કરી હતી કે એ મહાભારત ને અંત સુધી જોવા માંગે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ એમની ઈચ્છા પૂરી કરી હતી. એમનું શીશ એવી જગ્યા ઉપર મૂકી દીધુ કે મહાભારત નું યુદ્ધ જોઇ શકે, બર્બરીક મહાભારત ના યુદ્ધ સંપૂર્ણ જોયું હતું,હવે વિચારવા વાળી વાત એ છે કે બર્બરીક પાંડવ ભીમ ના પુત્ર અને નાગ કન્યા અહિલવતી ના પુત્ર હતા પરંતુ ક્યાંક ક્યાંક મુર દૈત્ય ની પુત્રી કામકંટકટા ના ત્યાં થી પણ એમના જન્મ ની વાત કહેવા માં આવી હતી.

મહાભારત ના સમયે રાશીઓ નથી હોતી, જ્યોતિષ 27 નક્ષત્રો પર આધારિત હતો,નહીં કે બાર રાશિઓ ઉપર, નક્ષત્રો માં પહેલા સ્થાન પર રોહિણી હતું,ના કે અશ્વિની. જેમ રીતે સમય વીતતો ગયો તેમ તેમ જુદી-જુદી સભ્યતાઓ માં જ્યોતિષ ના પ્રયોગ કરવા માં આવ્યા આની ચંદ્રમા અને સૂર્ય ના આધાર રાશિઓ બનાવવા માં આવી ત્યારે જઈને લોકો નું ભવિષ્ય બતાવવા નું શરૂ કરવા માં આવ્યું,મહાભારત માં આ પ્રકાર ની વિદ્યા નો કોઈ ઉલ્લેખ નથી મળતો જેનાથી ખબર પડે છે કે ગ્રહ નક્ષત્ર વ્યક્તિ ના જીવન પર પ્રભાવ પાડે છે.

હજુ સુધી અશ્વત્થામા જીવિત છે ?આ વાત ને વિજ્ઞાન નથી માનતું કે કોઈ માણસ હજારો વર્ષો સુધી જીવિત રહે, વધારે માં વધારે 150 વર્ષ સુધી માણસ જીવિત રહી શકે છે એવી સ્થિતિ માં કઈ રીતે માનવા માં આવે કે અશ્વત્થામા હજુ પણ જીવિત છે.

Share This