રીવ્યુ: રોમેન્ટિક ફિલ્મ ‘તારી માટે વન્સ મોર’

ગયા અઠવાડિયામાં રજૂ થયેલી ધમાકેદાર કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ ‘તારી માટે વન્સ મોર’.

ગયા અઠવાડિયામાં આવેલ ફિલ્મોમાં તારી માટે વન્સ મોર તો જોવી જ પડે બોસ…! કારણ કે આ ફિલ્મમાં છે ફૂલ ઓન કોમેડી, રોમાન્સ અને મિત્રોની વાર્તા.

આ ફિલ્મ નમ્રતા અગ્રવાલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને રિધમ ભોજક દ્વારા વાર્તા લખવામાં આવી છે. આ ફિલ્મ બીજી કોલેજની લવ સ્ટોરી કરતાં કંઈક અલગ જ છે અને ફિલ્મને બધી બાજુથી આવરી લેવામાં આવી છે.

ખાસ તો આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે, કારણ કે લીડ રોલમાં ભરત ચાવડા, જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, જોલી રાઠોડ અને હેમાંગ દવે છે.

આ ફિલ્મમાં એક ગુજરાતી અને એક હિન્દી ગીત પણ છે. હિન્દી ગીત ‘બિન તેરે મેં જી ના શકું એ બોલીવુડના પ્રખ્યાત સિંગર શાન દ્વારા ગાવામાં આવ્યું છે. આ ફિલ્મની કોરિયોગ્રાફી એટલે કે ડાન્સ સૌને આકર્ષિત કરશે અને પૈસા વસુલ તો સ્ટારકાસ્ટની એક્ટિંગમાં છે બોસ. એકવાર જોઈને તો જુઓ….!

હેમાંગ દવેની કોમેડી સૌને પોતાની તરફ આકર્ષે છે. અત્યારે આ ફિલ્મને બધા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સુંદર લવ સ્ટોરી અને કોમેડીથી ભરપુર ફિલ્મ તમે તમારા પરિવાર અને મિત્રો સાથે જોઈ શકો છો.

ટ્રેલર જોવા માટે નીચે ની લિંક ક્લિક કરો

Share This