931 હત્યાઓ કરવાવાળો દુનિયા નો સૌથી મોટો ઠગ હતો બહરામ. રૂમાલ માં સિક્કો બાંધી ને ગળું દબાઈ દેતો હતો

ગુજરાતી ના શબ્દ ‘ઠગ’ થી બન્યો છે અંગ્રેજી નો શબ્દ ‘Thug’. આજે આનો અર્થ ઘણો બદલાઈ ગયો છે. આજે લોકો એને ઠગ કહે છે જે દગાબાજ, ચાલબાજ, અને ચાલાક હોય છે. પરંતુ ઘણી પહેલા આ શબ્દ નો ઉપયોગ એમના માટે થતો હતો, જે વેશ બદલી ને લોકો ને લૂટતાં હતા અને એમની હત્યા કરી દેતા હતા.

આવો જ એક ઠગ હતો, ઠગ બહરામ. કદાચ દુનિયા નો સૌથી મોટો ઠગ. એના નામ પર 931 હત્યા નો આરોપ છે. એની હત્યા કરવા ની રીત પણ અલગ હતી. 1840 મા એ અંગ્રેજો ની પકડ માં આવ્યો હતો, 75 વર્ષ ની ઉંમર માં એને ફાંસી ની સજા આપવા માં આવી.

1765 માં જન્મેલો ઠગ બહારમ એ પોતાના જીવન માં 931 હત્યાઓ કરી હતી. જેમાંથી 125 હત્યાઓ એણે પોતાના હાથ થી કરી હતી અને બાકી પોતાના સાથીઓ ની મદદ થી. આ બધું તેણે પોતે સ્વીકાર કર્યું છે.

ઠગ બહરામ ના દલ માં 200 થી ઉપર લોકો હતા, એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે અલગ પ્રકાર ની સાંકેતિક ભાષા ‘રામોસ’ નો ઉપયોગ કરતા હતા. એને ખાસ કરી ને હુમલો કરતી વખતે ઉપયોગ માં લેવા માં આવતી હતી.

બહરામ નો કાફલો વ્યાપારીઓ, પર્યટકો અને તીર્થયાત્રીઓ ના જથ્થા ઉપર હુમલો કરતો હતો, રહસ્યમય રીતે બધા નું નામોનિશાન મિટાવી દેતા હતા. 1809 માં અંગ્રેજ સરકારે લાપતા થતા લોકો ની તપાસ કરવા માટે એક અલગ વિભાગ બનાવ્યું. કેપ્ટન સ્લીમૈન ને ત્યારે ખબર પડી કે આ બધા ની પાછળ ઠગ બહેરામ નો હાથ છે.

દિલ્હી થી જબલપુર સુધી ના રસ્તા ઉપર ઠગ બહરામ નો ભય હતો, કેપ્ટન સ્લીમૈને એને પકડવા માટે આખા રસ્તા ના જંગલ નો સફાયો કરાવી દીધો, અને ગુપ્તચરો નો એક મોટું જાલ પાથરી દીધો.

બહરામ ના હુમલા ની રીત પણ અલગ હતી. એના લોકો યાત્રીઓ ના કાફલા નો પીછો કરતા હતા, જ્યારે રાત્રે કાફલો ઊંઘતો હતો ત્યારે શિયાળ ના રડવા ની અવાજ કાઢી ને પોતાના બીજા સાથીઓ ને બોલાવતા હતા. બહરામ લોકો ની હત્યા રૂમાલ થી ગળુ દબાવી ને કરતો હતો, એ રૂમાલ માં સિક્કો બાંધેલો રહેતો હતો.

ઠગ બહરામ ના પકડાયા પછી ધીમે ધીમે એના  બીજા લોકો ને પણ અરેસ્ટ કરી લેવા માં આવ્યા અને એમને પણ ફાંસી ની સજા આપવા માં આવી.

Share This