પડદા પર સુપર સ્ટાર બનવા ની પહેલા આ કામ કરતા હતા એક્ટર, આવી હતી પેહલી જોબ

બોલિવૂડ ડેસ્ક :આજે પડદા ઉપર સ્ટાર કિડ્સ ભલે જલવો પાથરતા હોય,પરંતુ એક સમય એવો હતો જ્યારે જમાનો સ્ટાર કિડ્સ નો ન હતો. લોકો રોડ થી ઉભા થઈ ને સ્ટાર બનવા આવતા હતા. એમના સુપર સ્ટાર બનવા ની પહેલા એમણે સંઘર્ષ કર્યો છે અને દરેક સંઘર્ષ થી લડી ને એમણે એ સ્થાન મેળવ્યું છે જ્યાં પહોંચવા ના આજે દરેક સપના જુએ છે. આજે તમે જેમને એક્ટર ની રીતે જુઓ છો એ સ્ટાર બનવા ની પહેલા કંઈક બીજું કામ કરતા હતા. પછી મહેનત અને ભાગ્ય નો સાથ મળ્યો અને એ બની ગયા સુપર સ્ટાર.

સ્ટાર બનવા ની પહેલા શું કામ કરતા હતા આ સ્ટાર ?

અમિતાભ બચ્ચન

મહાનાયક,બીગ બી અને બોલિવૂડ ના શહેનશાહ ની આજે સંપત્તિ નો તમે અંદાજો પણ નથી લગાવી શકતા, પરંતુ એક્ટિંગ ની પહેલા એ કલકત્તા ની એક શિપિંગ કંપની માં ભાડા બ્રોકર તરીકે કામ કરતા હતા. કોઈ એ સપના માં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ હિન્દી સિનેમા ના માથા નો તાજ બની જશે.

શાહરુખ ખાન

અમીરાત ની બુલંદીઓ પર બિરાજમાન સાચે બોલીવુડ ના કિંગ છે. એમણે લોકો ને રોમાન્સ કરવા નું શીખવાડ્યું અને પોતાની એક્ટિંગ થી લોકો નું દિલ જીત્યુ. આજે કરોડો રૂપિયા ના માલિક કિંગ ખાન ક્યારેક મુવી થિયેટર ની બહાર સેલ્સમેન નું કામ કરતા હતા. એ સમયે એમની સેલેરી માત્ર 50 રૂપિયા હતી. જ્યારે એમને એમની પહેલી સેલેરી મળી તો એ તાજ મહેલ જોવા ગયા હતા. ત્યારબાદ ભાગ્ય બદલાયું અને આજે શાહરૂખ બોલિવૂડ પર રાજ કરે છે.

અક્ષય કુમાર

ખેલાડી કુમારે પોતાના એક્શન અને કોમેડી થી લોકો ને ઘણું મનોરંજન કરાવ્યું છે અને હવે એમની દેશભક્તિ વાળી ફિલ્મો લોકો નું દિલ જીતી રહી છે. તમને બતાવી દઈએ કે બોલિવૂડ માં આવવા ની પહેલા અક્ષય બેંગકોક ના એક હોટેલ માં વેઈટર નું કામ કરતા હતા. સાથે જ માર્શલ આર્ટ પણ શીખતા હતા. એ ક્યારેક ક્યારેક જમવા નું પણ બનાવતા હતા.

નવાજુદ્દીન સિદ્દીકી

પોતાની દમદાર એક્ટિંગ થી લોકો ના દિલ પર રાજ કરવા વાળા નવાજુદ્દીન નુ સ્ટ્ર્ગલતો બધા એ પડદા ઉપર સારી રીતે જોયું છે,પરંતુ બોલિવૂડ માં પોતાનું ભાગ્ય અજમાવવા ની પહેલા નવાજુદ્દીન વોચમેન ની નોકરી કરતા હતા. આજે નવાજ નો બોલિવૂડ માં નામ ઉમદા લીડ એક્ટર નો થઈ ચૂક્યો છે.

રણવીર સિંહ

પોતાની અદા અને અંદાજ થી લોકો ને પોતાનો દિવાના બનાવવા વાળા રણવીર સિંહ બોલીવૂડ માં આવવા ની પહેલા એક એડ એજન્સી માં કામ કરતા હતા. એમણે બેન્ડ બાજા બારાત થી કરિયર ની શરૂઆત કરી અને ત્યારબાદ રામલીલા,બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી સુપર હિટ આપી ને સૌના ફેવરિટ બની ગયા.

રજનીકાંત

સાઉથ માં લોકો ના ભગવાન સુપર સ્ટાર રજનીકાંત વિશે બધા જાણે છે કે પડદા ઉપર કદમ મુકવા ની પહેલા એ એક બસ કંડક્ટર હતા. આજે એમની ફિલ્મો બસ પડદા ઉપર આવે છે અને લોકો પાગલ થઈ જાય છે.

દિલીપકુમાર

ટ્રેજેડી કિંગ દિલીપકુમાર નું વાસ્તવિક નામ યુસુફ ખાન છે અને ફિલ્મો માં આવવા ની પહેલા એ ફળ વેંચતા હતા. દિલીપ કુમારે પડદા ઉપર પોતાની એક્ટિંગ થી લોકો ના દિલ ને ટચ કર્યું. એમના પાત્ર રામ ને શ્યામ, દેવદાસ અને સલીમ ના રૂપ માં ઘણા પસંદ કરવા માં આવ્યા.

તમે જોયું અને વાંચ્યું કે સ્ટાર બનવા ની પહેલા આપણા પોપ્યુલર બોલિવૂડ સ્ટાર કેવા કેવા કામ કરતા હતા.

Share This