જો લાવવો છે સેક્સ લાઈફ માં સ્પાર્ક તો અપનાવો હસ્તમૈથૂન સહીત આ રીતો

શુ તમને લાગે છે કે તમારી સેક્સ લાઇફ ખૂબ ડલ છે કે ખતમ થઇ ગઇ છે. જેના ઘણા કારણ હોય શકે છે. જેમ કે, થાક, મેડિકલ કંડિશન કે કામનું પ્રેશર. પરંતુ તમારી કેટલીક ભૂલોના કારણે તમે તમારી સેક્સ લાઇફથી કંટાળી ગયા હશો. તમે ઘણી એવી ભૂલો કરી રહ્યા છો. તો આજે અમે તમને કેટલીક રીત જણાવીશું જે તમે અજમાવી શકો છો અને તમારી સેક્સ લાઇફને બેસ્ટ બનાવી શકો છો.

એક્ષપર્ટનું માનવું છે કે તમે જો યોગ્ય રીતે સેક્સ નથી કરી રહ્યા તો તેનું આ પણ કારણ હોય શકે છે કે તમે ફિટ નથી. એક અભ્યાસ મુજબ જે લોકો નિયમિત રીતે એકસર્સાઇઝ કરે છે તે લોકોએ પોતાને સેક્સી ઇચ્છા અને પરર્ફોમન્સમાં વધારે રેટિંગ આપી છે.

સારા સેક્સ માટે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. જો તમને લાગે છે કે મતલબ વગર કોઇ વાત કરવાનો શુ ફાયદો તો એકવાર ફરી વિચારી શકો છો. એક યુનિવર્સિટીએ આશરે 39000 લોકો પર અધ્યયન કર્યું. તેમા આ વાત સામે આવી છે કે ખાસ કરીને લોકો જે સેક્શુઅલ ઇન્ટીમેસી પર વાત કરતા રહે છે તે સેક્સને લઇને વધારે સંતુષ્ટ રહે છે.

ઓફિસના કામ તેમજ ઓફિસની વાતો પણ ઘરે કરવાથી તમારી સેક્સ લાઇફ પર અસર થઇ શકે છે. જેથી જો તમે ટાઇમ મેનેજમેન્ટ નથી કરી રહ્યા તો તમારી મોટી ભૂલ છે. તમે વિશ્વાસ કરો કે ના કરો. પરંતુ હસ્તમૈથુનની પણ તમારી સેક્સ લાઇફ પર ખૂબ અસર પડે છે. રિસર્ચર અનુસાર તેનાથી તમારા પાર્ટનર તમારી નજીક આવે છે. જ્યારે નિષ્ણાંતનું માનવું છે કે હસ્તમૈથુનથી મહિલાઓ તેમના શરીરને લઇને આત્મવિશ્વાસ વધે છે. તેનાથી પાર્ટનરને પણ તેની જરૂરત સમજવામાં મદદ મળે છે.

Share This