મજૂર ના ગીત એ કર્યું શંકર મહાદેવન ને ઈમ્પ્રેસ, કીધું, “શોધો, મારે આની સાથે કામ કરવું છે” : તમે પણ સાંભળો

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સારા સિંગર ની કમી નથી. ઈન્ડસ્ટ્રી માં એક થી ચઢીયાતા એક દિગ્ગજ અવાજ છે જેમની દુનિયા દીવાની છે. સોનું નિગમ, ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોશાલ, શંકર મહાદેવન વગેરે કેટલાક એવા સારા સિંગર્સ ના ઉદાહરણ છે. જેમના અવાજે લોકો ના દિલ પર એક ખાસ છાપ છોડી છે. અવાજ સાંભળતાં જ લોકો એમને ઓળખી લે છે. પોતાની મહેનત ના દમ પર આ લોકો આજે એક અલગ મુકામ પર પહોંચી ગયા છે. પરંતુ એક સફળ માણસ એ હોય છે જે પોતાની સફળતા ને બીજા ની સાથે વહેંચી અને બીજાને પણ લાભ પહોંચાડે. જો એ આવું કરે છે તો સાચી રીતે સફળ કહેવાશે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હોય છે જે સફળ થયા પછી બીજા ને મદદ કરે છે. બોલિવૂડ માં કેટલાંક એવા લોકો આવેલા છે જે જરૂરિયાત વાળા લોકો ની મદદ કરે છે. એના સિવાય, કેટલાક એવા લોકો પણ છે જેમણે જો બીજા મા ટેલેન્ટ દેખાય તો એના વખાણ કરે છે અને એમની સાથે કામ કરવા ની ઇચ્છા રાખે છે. આવું જ કંઇક થયું સિંગર શંકર મહાદેવન ની સાથે. વાસ્તવ માં, હમણાં જ શંકર મહાદેવને સોશિયલ મીડિયા ઉપર મજૂર નું ગીત સાંભળ્યું છે એના પછી એમણે એ મજુર થી મળવા ની અને એમની સાથે કામ કરવા ની ઈચ્છા બતાવી છે. શું છે આખી બાબત, ચાલો તમને બતાવીએ.

મજૂર ની સાથે કામ કરવા ઈચ્છે છે શંકર

બતાવી દઈએ કે,કેટલાક દિવસ થી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મજુર ગીત ગાતો દેખાઈ રહ્યો છે. આ મજૂર કેરલ નો રહેવાવાળો છે અને જ્યારે તમે આનું ગીત સાંભળશો તો તમને લાગશે કે કોઈ ટ્રેઈન્ડ સિંગર ગઈ રહ્યો હોય. પરંતુ હકીકત માં એવું કંઈ જ નથી. જરૂરી નથી કે જેણે સંગીત ની તાલીમ લીધી હોય એ જ સૂર માં ગાઈ શકે છે. કેટલાક લોકો એવા પણ છે જે વગર કોઈ તાલીમ ના પણ સુરીલા હોય છે. તમે વિડીયો માં જોશો કે કેરલ નો આ મજુર, સિંગર અને મ્યુઝિશિયન શંકર મહાદેવન નુ ગીત ‘અનનઈ કાનાધૂ નાન’ ને કેટલી સારી રીતે ગઈ રહ્યો છે. આ ગીત તામિલ ફિલ્મ ‘વિશ્વરૂપમ’ નું છે. જ્યારે શંકર મહાદેવને ગાડી માં સામાન લોડ કરવા વાળા મજુર નું ગીત સાંભળ્યું તો એ હેરાન રહી ગયા. એ ગીત સાંભળી ને એટલા એક્સાઈટ થઈ ગયા કે એમણે એ મજુર ની સાથે કામ કરવા ની ઇચ્છા પ્રગટ કરી.

એમણે ટ્વીટર પર લખ્યું કે, “આને કહેવાય છે મહેનતનું ફળ. આને સાંભળી ને મને ગર્વ થઈ રહ્યું છે કે આપણા દેશ માં કેટલું ટેલેન્ટ છે અને આપણા દેશ ની સંસ્કૃતિ કેટલી સંપન્ન છે. આ માણસ કોણ છે ? હું આના સુધી કઈ રીતે પહોંચી શકું છું ?મહેરબાની કરીને આને શોધવા માટે મદદ કરો. મારે આની સાથે કામ કરવું છે.” આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર આજકાલ ઘણો ટ્રેન્ડ માં છે. શું તમે આ ગીત સાંભળ્યું છે ? જો નહીં,તો અમે તમારા માટે આ વિડીયો લઈને આવ્યા છીએ. વિડીયો જોઈને બતાવો કે તમને આ મજુર નું ગીત કેવું લાગ્યું.

મિત્રો,આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે, પસંદ આવવા ઉપર લાઈકઅને શેર કરવા નું ના ભૂલો.

Share This