ઑક્ટોબર 9, સર્વપિતૃ શ્રદ્ધા અમવાસ્ય, આ દિવસે ભૂલથી પણ ના કરો 8 કામ

આશ્વિન માસની કૃષ્ણ અમાવસને સર્વપિતૃ શ્રાદ્ધ અમવાસ્ય કહેવાય છે. આ દિવસે પિતૃપક્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે કરેલ શ્રાદ્ધ પિતૃદોષથી મુક્તિ મળે છે. તેમજ જો કોઈ તિથી વિશેષ કોઈ કારણોસર શ્રાદ્ધ ના કરી શક્યા હોય અથવા શ્રાધ્ધની તિથિ ખબર ના હોય તો સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકાય છે. આ વખતે તે મંગળવાર, ઑક્ટોબર 9 છે. તે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છેઆવામાં આ દિવસે થોડી વિશેષ વાતોનું ધ્યાન રાખવાથી પિતૃપક્ષ નો પુરો લાભ મળે છે અને બધા પ્રકારના દોષોથી મુક્તિ મળે છે.

શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે અને 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરવાવાળા વ્યક્તિએ ના તો પાન ખાવું જોઈએ અંડે ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષ દરમ્યાન ખાસ કરીને છેલ્લા દિવસે બીજા શહેરની મુલાકાત લેવી જોઈએ નહીં. આ ઉપરાંત, ગુસ્સે થવું જોઈએ નહીં.

વગર સંકલ્પે ક્યારેય શ્રાદ્ધ સંપૂર્ણ માનવામાં આવતો નથી તેથી શ્રાદ્ધના છેલ્લા દિવસે હાથમાં અક્ષત, ચંદન, ફૂલ અને તલ લઈને પૂર્વજો આવાહન કરો.

શ્રાદ્ધમાં ચાણા, મસૂર, ઉડદ,સત્તુ,મૂળો, કાળુ જીરૂ, કાકડી, કાળું મીઠું, કાલા ઉડદ, વાસી અથવા અપવિત્ર ફળ અથવા અન્નનો ઉપયોગ ના કરવો જીએ.

પૂર્વજોની કૃપા મેળવામાટે શ્રાધ્ધના છેલ્લા દિવસે બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવાનો ખાસ નિયમ છે. આ ઉપરાંત, પિતૃદોષથી મુક્તિ માટે દાન કરવું જ જોઇએ.

શ્રધ્ધા કર્મમાં તલ અને ઘાસ હોવું જરૂરી છે. કોઈપણ પ્રકારના લોહના વાસણોનો ઉપયોગ ખોરાક બનાવવા માટે થવો જોઈએ નહીં.

શ્રાદ્ધ પક્ષમાં તમારા પૂર્વજોને આહવાન કરતી વખતે હંમેશા તમારું મોં દક્ષિણ દિશામાં હોવું જોઈએ.

શ્રાદ્ધમાં, કોઈ પણ પ્રકારના તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ અથવા ના તો નશો કરતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

Share This