સલમાન ખાન ની 5 સુપર ફ્લોપ ફિલ્મો ના નામ, ત્રીજા નંબરવાળી છે સૌથી મોટી ફ્લોપ

બોલિવુડ ના દબંગ સલમાન ખાન ની દરેક ફિલ્મ 200 કરોડ ની ઉપર નો વ્યવસાય કરે છે. વર્ષ 2010 પછી સલમાન ખાન ની કોઈપણ ફિલ્મ એ ખરાબ પ્રદર્શન નથી કર્યું. વર્ષ 1989 મા આવેલી ફિલ્મ મેને પ્યાર કિયા થી સલમાને પોતાના કરિયર ની શરૂઆત કરી હતી, ત્યાર બાદ કેટલીક ફ્લોપ ફિલ્મો માં કામ કર્યું હતું. પરંતુ હવે એમની કોઈ પણ ફિલ્મ ફ્લોપ નથી થતી.

સલમાન ખાન ઈન્ડસ્ટ્રી ના હાઈલીપેઇડ અને સૌથી પોપ્યુલર એક્ટર છે, જે ઘણા રીયાલીટી શો ને હોસ્ટ પણ કરે છે અને આ ફી ના સિવાય સલમાન ખાન આ શો અથવા ફિલ્મ ના પ્રોફિટ નો પણ કેટલોક ભાગ લે છે. પણ શું તમે જાણો છો કે સલમાન ખાન ની કેટલીક એવી ફિલ્મો પણ છે જે ઘણી ફ્લોપ રહી અને લોકો ને બિલકુલ પણ પસંદ ન આવી. લોકો એ આ ફિલ્મો ને જોઈ પરંતુ ગમી નહીં અને લોકો ની ઉપર થી નીકળી ગઈ. સલમાન ખાન ની 5 સુપર ફ્લોપ ફિલ્મો ના નામ, જો તમે સલમાન ખાન ના ફેન છો તો તમારે આ આર્ટીકલ જરૂર વાંચવો જોઈએ.

સલમાન ખાન ની 5 સુપર ફ્લોપ ફિલ્મો ના નામ

સલમાન ખાન ની ફિલ્મો હંમેશા લોકો ને એન્ટરટેઇન કરે છે, પરંતુ આ પાંચ ફિલ્મો જેમણે કમાણી તો દૂર લોકો ના માથા માં દુખાવો કરી દીધો હતો. સલમાન આ ફિલ્મો કર્યા પછી આજે પણ પસ્તાતા હશે કે એમણે ક્યારેક આ લેવલ ની ફિલ્મો માં પણ કામ કર્યું હતું.

1. ચંદ્રમુખી

વર્ષ 1993 માં આવેલી ફિલ્મ ચંદ્રમુખી માં સલમાન ખાન નો સાથ આપ્યો શ્રીદેવી એ, ફિલ્મ ની વાર્તા લોકો ના માથા ઉપર થી નીકળી ગઈ અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી. ફિલ્મે માત્ર બે કરોડ નો બિઝનેસ કર્યો હતો.

2. જાગૃતિ

નિર્દેશક સુરેશ કૃષ્ણનફિલ્મ જાગૃતિ (1992) લોકો ની સમજણ માં આવી જ નહોતી. ફિલ્મ માં સલમાન અને કરિશ્મા કપૂર મુખ્ય પાત્ર માં હતા. આ ફિલ્મ ને લોકો એ પસંદ ન કરી અને ખરાબ રીતે નકારી કાઢી. આ સલમાન ના કરિયર ની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી.

3. એક લડકા એક લડકી

વર્ષ 1992 માં આવેલી ફિલ્મ એક લડકા એક લડકી મા સલમાન ખાન અને નીલમ મુખ્ય પાત્ર માં દેખાયા હતા. ફિલ્મ ને વિજય સાધના એ નિર્દેશિત કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 1.8 કરોડ રૂપિયા નો બિઝનેસ કર્યો હતો.

4. મજેદાર

વર્ષ 1996 માં આવેલી ફિલ્મ મજેદાર મા સુનિલ દત્ત, સલમાન ખાન અને આયશા મુખ્ય પાત્ર માં હતા. ફિલ્મ નું નામ જ મજેદાર હતું બાકી ફિલ્મ જોઈ ને લોકો ને બિલકુલ પણ મજા નહોતી આવી. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી અને તેણે બોક્સ ઓફિસ પર પણ માત્ર 1.2 કરોડ નો બિઝનેસ કર્યો હતો.

5. કુરબાન

વર્ષ 1991 માં આવેલી ફિલ્મ કુરબાન ને કદાચ કોઈએ જોઈ હશે. આ ફિલ્મ નાના પડદા ઉપર પણ નથી આવતી. ફિલ્મ નું નિર્દેશન દિપક બિહારી એ કર્યું હતું. અને એણે માત્ર 1.7 કરોડ નો બિઝનેસ કર્યો હતો. આ સલમાન ખાન ના કરિયર ની સૌથી ફ્લોપ ફિલ્મ હતી.

Share This