ગરમા-ગરમ ચોખાના લોટનું ખીચું આ રીતે બનાવો ઘરે

દુનિયાભરમાં ગુજરાતીની વાનગીઓ ખૂબ પ્રખ્યાત છે. તો આજે અમે તમારા માટે એક સહેલાઇથી બને તેવી વાનગી લઇને આવ્યા છીએ. જેને તમે બપોરના સમયે નાસ્તાની જેમ બનાવી શકો છો. ચોખાના લોટનું ખીચું ગુજરાતમાં ખૂબ ફેમસ છે. જેને ગરમ ખાવામાં ખૂબ મજા આવે છે. તે નરમ અને ટેસ્ટી હોય છે. તેમા ઉપરથી તેલ ઉમેરીને બનાવવામાં આવે છે.

સામગ્રી

  • 1 કપ – ચોખાનો લોટ
  • 1/2 ચમચી – જીરૂ (અધકચરું પીસેલું)
  • 4 ચમચી – તેલ
  • 1 ચમચી – લસણ (ઝીણી સમારેલી)
  • 1/2 ચમચી – મરચાં (ઝીણા સમારેલા)
  • 1 ચમચી – બેકિંગ સોડા
  • 1 ચમચી – લાલ મરચું પાઉડર
  • સ્વાદનુસાર – મીઠું
  • જરૂરિયા મુજબ – પાણી
  • 1 ચમચી – કોથમીર (સમારેલી)

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખાના લોટનું ખીચું બનાવવા માટે 3 કપ પાણી, જીરૂ, લીલા મરચાં, બેકિંગ સોડા અને મીઠાને એક નોન-સ્ટિક પેનમાં બરાબર મિક્સ કરી લો અને તેને 2-3 મિનિટ માટે ઉકાળી લો.

હવે તેમા ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને લાકડાની ચમચી વડે સતત હલાવતા રહો.જેથી તેમા ગાંઠ ન બને. હવે તેને ધીમી આંચ પર 5-7 મિનિટ માટે ઢાંકીને રાખો.

જોકે તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. હવે એક અન્ય પેનમાં તેલ ગરમ કરી તેમા લસણ ઉમેરી તેને સાંતળી લો. ગેસની આંચ બંધ કરીને તેમાં લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી સાઇડમાં રાખો.

હવે તૈયાર ખીચાને એક બાઉલમાં નીકાળી લો અને ઉપરથી તેલનું લસણ અને મરચાંનું મિશ્રણ ઉપરથી ઉમેરો.

ત્યાર પછી કોથમીરથી ગાર્નિશ કરીને તૈયાર ખીચું ગરમા ગરમ સર્વ કરો.

Share This