રણજીત સિંહ : ભારત નો એ પહેલો ક્રિકેટર જેણે પોતાની પહેલી મેચ માં જ બનાવી દીધો હતો ઇતિહાસ

રણજીત સિંહ ને ભારત નો પહેલો ક્રિકેટર કહેવા માં આવે છે. એમનો જન્મ ગુજરાત ના નવા નગર માં થયો હતો. રણજીત સિંહ ને બાળપણ માં ક્રિકેટ ના પ્રત્યે કોઈ વધારે રુચિ ન હતી કારણકે એમને ટેનિસ રમવું પસંદ હતું. ઇંગ્લેન્ડ માં એમના ભણતર ના સમયે ક્રિકેટ ના પ્રતિ લોકો નો પ્રેમ જોઈને એમણે ક્રિકેટર બનવા નું નક્કી કર્યું.

એ વખતે ઈંગ્લેન્ડ માં Susex Cricket Club ઘણું પ્રખ્યાત ક્લબ હતું. ગ્રેજ્યુએશન પછી રણજીત સિંહ એ Susex માટે ક્રિકેટ રમવા નું શરુ કર્યું. એ સમયે કોને ખબર હતી કે ભારત માં પણ એક એવો ક્રિકેટર જન્મ લેશે, જે આગળ જઈ ને દેશ નું નામ રોશન કરશે.

વિદેશી ક્રિકેટ ક્લબ માં પહેલાં ભારતીય કેપ્ટન

રણજીત સિંહ Susexમાટે ચાર વર્ષ સુધી કેપ્ટનશીપ પણ કરી. પ્રથમ શ્રેણી ક્રિકેટ માં એમનો રેકોર્ડ ઘણો સારો હતો. એમણે 307 પ્રથમ શ્રેણી મેચ રમી લગભગ 56 ની એવરેજ થી 24,692 રન બનાવ્યા, જેમાં 72 સેન્ચ્યુરી અને 109 હાફ સેન્ચ્યુરી નો સમાવેશ થાય છે.

પહેલા ભારતીય ના રૂપ માં ઇંગ્લેન્ડ ટીમ માં સિલેક્શન

રણજીત સિંહ ભારત ના પહેલા ક્રિકેટર હતા, જેમણે ઇંગ્લેન્ડ ની તરફ થી પોતાના ક્રિકેટ કરિયર ની શરૂઆત કરી. વર્ષ 1896 માં જ્યારે રણજીતસિંહ નો ઈંગ્લેન્ડ ની ટીમ માં સિલેકશન થયું, તો આના ઉપર ઘણો વિવાદ થયો હતો. ઇંગ્લેન્ડ ના ક્રિકેટર લાર્ડ હારિસનુ કેહવું હતું કે રણજીત સિંહ નો જન્મ ઇંગ્લેન્ડ માં નથી થયો એટલા માટે ઇંગ્લેન્ડ ની ટીમ માં એમનું સિલેકશનન થવું જોઈએ.

આવું થવા છતાં પણ ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ રણજીત સિંહ નું સિલેક્શન થયું. પહેલા ટેસ્ટ મેચ માં રણજીત ને ચાન્સ ન મળ્યો, પરંતુ મેનચેસ્ટર માં રમ્યા અને બીજા ટેસ્ટ મેચ માં રણજીત ને રમવા નો ચાન્સ મળ્યો. પહેલી વાર માં રણજીત સિંહે શાનદાર પ્રદર્શન કરતા 62 રન બનાવ્યા, ત્યાં બીજી વાર માં એમણે ધમાકેદાર બેટિંગ કરીને 23 ચોક્કાની મદદ થી 154 રન ની ઇનિંગ રમી.

આની સાથે જ રણજીત સિંહ દુનિયા ના એવા પહેલા ક્રિકેટર બન્યા જેમણે પોતાના પહેલા ટેસ્ટ મેચ માં પહેલી વાર માં હાફ સેન્ચ્યુરી અને બીજી વાર માં સેન્ચ્યુરી મારવા નું રેકોર્ડ બનાવ્યું. આટલું જ નહીં,એ પહેલા ટેસ્ટ ખેલાડી હતા, જેમણે પોતાના કરિયર ના પહેલા ટેસ્ટ મેચ માં સેન્ચ્યુરી બનાવવા ની સાથે નોટ આઉટ પણ રહ્યા.

રણજીત સિંહે પોતાના સંપૂર્ણ કરિયર વખતે ઇંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમી. આ સમયે એમણે 44.96 ની એવરેજ થી 989 રન બનાવ્યા. ખાસ વાત એ રહી કે એમણે આ બધી મેચ ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ રમી. એમણે પોતાના ક્રિકેટ કરિયર નો પહેલી અને છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા ના વિરુદ્ધ મેનચેસ્ટર ના ઓલ્ડ ટ્રેફર્ડમેદાન માં રમ્યા. એ પોતાના છેલ્લા મેચ ના વખતે કુલ 6 રન જ બનાવી શક્યા હતા.

રણજીત સિંહ ના નામ થી રણજી ટ્રોફી

વર્ષ 1904 માં રણજીત સિંહ ભારત પાછા આવ્યા. આ વખતે એમણે ભારત માં ક્રિકેટ નો વિસ્તાર કર્યો. રણજીત નો ક્રિકેટ પ્રત્યે એટલો પ્રેમ હતો કે એ 48 વર્ષ ની ઉંમર માં પણ ભારત માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમવા માગતા હતા. વર્ષ1907 માં રણજીત નવા નગર ના મહારાજા બન્યા. વર્ષ 1934 મા રણજીત સિંહ ના નામ પર ભારતે “રણજી ટ્રોફી” શરૂ કરી.

Share This