જ્યારે રાધા ના શરીર ને જોઈ ને અચંબા માં પડી ગઈ હતી રુક્ષ્મણી, નહીં જાણતા હોવ આ વાર્તા

આપણા દેશ માં પ્રેમ ને મેળવવા માટે ઝઘડા કરવા પડે છે, પરંતુ સત્ય એ છે કે પ્રેમ તો આપણા ભગવાને પણ કર્યું જેમાં મહાદેવ પાર્વતી, સીતારામ,રાધાકૃષ્ણ બધાં નો ઉલ્લેખ થાય છે. જોકે કોઈ ના પ્રેમ ની તુલના નથી કરી શકાતી, પરંતુ તો પણ રાધા અને કૃષ્ણ નો પ્રેમ અલગ જ પ્રકાર ના ભાવ ની વાત કરે છે. આવું એટલા માટે કારણ કે શિવ પાર્વતી અને સીતારામ એ વિવાહ કર્યા હતા, પરંતુ રાધા કૃષ્ણ લગ્ન ના બંધન માં નહતા બંધાયા અને એમનો અધુરુ મિલન જ એમના પ્રેમ ને પૂરું કરે છે. આવો બતાવીએ તમને એમના પ્રેમ થી જોડાયેલી એક એવી જ વાર્તા.


કૃષ્ણ ની પત્ની હતી રૂક્ષ્મણીજી, પરંતુ તો પણ રાધા કૃષ્ણ ના રોમ રોમ માં વાસ કરતી હતી. આ વાત નું પ્રમાણ એક વાર્તા થી મળે છે. એકવાર રૂક્ષ્મણીજી ભોજન ના પછી કૃષ્ણ ને દૂધ પીવા આપ્યું. ભગવાન ને દૂધ-ઘી ઘણો પ્રિય છે અને એટલા માટે જ એમણે જલદી થી એ દૂધ પી લીધુ, પરંતુ દૂધ એટલું ગરમ હતું કે એમના મોઢા માંથી દુખાવા ના કારણે નીકળી ગયું – હે રાધે ! પતિ ના મુખ થી રાધા નું નામ સાંભળી ને રુક્ષ્મણી એ કીધું કે – હું પણ તમને ઘણો પ્રેમ કરું છું, પરંતુ તો પણ તમારા મુખ થી હંમેશા રાધાજી નું નામ કેમ નીકળે છે. એવું શું છે રાધા માં, તમે મને કેમ નથી બોલાવતા?


કૃષ્ણ ભગવાન આ વાત ઉપર મંદ મંદ હસ્યા અને બોલ્યા કે તમે રાધા થી મળ્યા છો ? રૂક્ષ્મણીજી થી ના રહેવાયું અને એ રાધા થી મળવા માટે એમના મહેલ સુધી પહોંચી ગઈ. જ્યારે રૂક્ષ્મણીજી રાધાજી ના મહેલ ની બહાર પહોંચી તો એમણે ઘણી સુંદર સ્ત્રી ને જોયું. એમના મુખ ઉપર અલૌકીક તેજ હતું. રૂક્ષ્મણીજી આગળ વધ્યા અને એમણે એ સ્ત્રી ના પગે પડ્યા.

સ્ત્રી એ તરત પૂછ્યું કે તમે કોણ છો અને શેના માટે આવ્યા છો? રુક્ષ્મણીજી એ પોતાના આવવા નું કારણ બતાવ્યું. સ્ત્રી એ કીધું કે હું તો રાધાજી ની દાસી છું અને રાધાજી થી મળવા માટે તમારે સાત દ્વાર પાર કરવા પડશે. રુક્ષ્મણી એ એક પછી એક બધા દ્વાર પાર કર્યા. દરેક દ્વાર પર ઘણી સુંદર સ્ત્રીઓ હતી અને એમના મુખ ઉપર એવું જ તેજ હતું. રુક્ષ્મણી એ વિચાર્યું કે જો દાસીઓ આટલી સુંદર છે તો રાધારાણી ના રૂપ ની તો કલ્પના પણ નથી કરી શકાતી.

રૂક્ષ્મણી જ્યારે રાધા ના કક્ષ માં પગ મૂક્યો તો રાધા ના તેજસ્વી રૂપ અને સુંદરતા ને જોઈને એ એમના ચરણો માં સમર્પિત થઈ ગઈ. ત્યારે જ એમની નજર રાધાજી ના શરીર પર પડેલા છાલા ઉપર પડી. રુક્ષ્મણી અચંબિત થઈ ને પૂછ્યું – તમારા શરીર પર આટલા છાલા કઈ રીતે થઈ ગયા. રાધા એ જવાબ આપતા કીધું કે કાલે તમે કૃષ્ણ જી ને ગરમ દૂધ આપ્યું હતું જેના કારણે એમના દિલ પર છાલા પડી ગયા, એમના દિલ માં તો મારો વાસ છે એટલા માટે મારા શરીર ઉપર છાલા પડી ગયા. . . .


કૃષ્ણ ના રોમ રોમ માં વાસ કરવા વાળી રાધા ના લગ્ન ભલે કૃષ્ણ સાથે ના થયા હોય, પરંતુ એ અને કૃષ્ણ એક જ છે. એમના એક હોવા નું પ્રમાણ આ વાત થી જ મળી જાય છે કે ક્યાંય પણ કૃષ્ણ ની પૂજા એમની પત્ની રુકમણી અથવા તો રાણીઓ ની સાથે નથી થતી પરંતુ એમનું નામ હંમેશા રાધા ની સાથે જોડાયેલું છે. એમનો પ્રેમ અને સમર્પણ કોઈપણ તર્ક થી ઉપર છે. એ પ્રેમ છે જે નિસ્વાર્થ છે. . . . . .

Share This