ક્યારેક હોટલો માં કરતો હતો કચરા-પોતુ, આજે બની ગયો છે બોલીવુડ નો સુપર સ્ટાર

બોલિવૂડ માં કામ કરવા વાળો દરેક મહેનત કરે છે પરંતુ જો કોઈ ફિલ્મ માં મોટો સ્ટાર હોય છે તો બધું ક્રેડિટ એજ લઈ જાય છે. પરંતુ એક ફિલ્મ માં હીરો સિવાય ઘણા પાત્ર હોય છે જે સારું અભિનય કરીને પોતાનું કામ કરે છે અને એમના કામ ની કિંમત પણ કોઈ ખાસ નથી થતી. એજ પાત્રો માંથી એક છે પંકજ ત્રિપાઠી, જેમને તમે બૉલીવુડ ની ઘણી ફિલ્મો માં કોમેડી સીન કરતા જોયું છે. એમણે ઘણાં બ્રાન્ડેડ એડ માં પણ કામ કર્યું છે અને પંકજ ત્રિપાઠી ના અભિનય નો અંદાજ પણ એકદમ અલગ છે. પરંતુ શું તમે જાણો છો કે RSSથીનીકળી ને બોલીવુડ નો સુપર સ્ટાર બનેલો આ બિહારી એક્ટર,જેમણે પોતાના જીવન માં ઘણો સંઘર્ષ કર્યો અને એકવાર માં જ વિચારી લીધું કે એમણે પોતાના કરિયર માં શું કરવું છે અને શું નથી કરવું.

RSS થી નીકળીને બોલીવુડનો સુપર સ્ટાર બન્યો આ બિહારી એક્ટર

પંકજ ત્રિપાઠી એ એકવાર બતાવ્યું હતું કે પહેલીવાર એ એક મિત્ર ના કહેવા ઉપર કોઈ નાટક જોવા ગયા હતા અને એના પછી એમને એની ટેવ પડી ગઈ. ત્યારે તેમણે વિચારી લીધું હતું કે હવે એ નાટક માં અભિનય કરશે કેમકે એમાં લોકો ને હસાવવા માં પણ આવે છે અનેરડાવવા માં પણ આવે છે. પંકજ ત્રિપાઠીએ બતાવ્યું કે જિંદગી નો સફર પણ ફિલ્મી જ હોય છે. એ પહેલા સંઘ એટલે કે આર.એસ.એસ.ની શાળા માં હતા પછી ત્યાંથી નીકળી ને વિદ્યાર્થી રાજનીતિ માં જેલ પણ ગયા. પછી અભિનેતા બનવા મુંબઈ આવ્યા અને અહીંયા ગુજરાન ચલાવવા માટે હોટલ માં કામ પણ કર્યું. પછી હોટલ માં જ સેફ બની ગયા અને હોટલ ના કિચન માં જમવા નું બનાવવા લાગ્યા. જે હોટલ માં પંકજ ત્રિપાઠી ક્યારેક ડુંગળી કાપતા હતા હવે ત્યાં ઇન્ટરવ્યુ માટે બોલાવવા માં આવે છે.

પંકજ રાજ્યસભા ટી.વી. ના એક કાર્યક્રમ માં પોતાના જીવન થી જોડાયેલી ઘણી વાતો શેર પણ કરી. એમણે બતાવ્યું કે એ પોતાના ગામ માં કેટલાક દિવસ શાખા થી જોડાયેલા હતા પરંતુ ત્યાં રાજનીતિ ની ટ્રેનિંગ નથી આપવા માં આવતી. એક નેતૃત્વ નિર્ધારિત કરવા માં આવતું હતું,એ હંમેશા રમત માં આગળ રહેતા હતા. એના પછી એ ભણવા માટે પટના આવ્યા પરંતુ એમનું મન ભણવા માં ન લાગ્યું તો છાત્ર રાજનીતિ માં ઘૂસી ગયા. પંકજ એ પોતાના સ્કૂલ નો એક કિસ્સો બતાવ્યો કે પોતાના સારા સેન્સ ઓફ હ્યુમર થી જોકસ સંભળાવતા અને પોતાની આસપાસ થોડી ભીડજમા કરવા માં ઉસ્તાદ હતા. કદાચ એટલે જ બોલિવૂડ માં એમને એ સ્થાન મળી ગયું જે આજે એમની પાસે છે.

ઘણી નોકરી પછી મળી સફળતા

પંકજ ત્રિપાઠીબતાવે છે કે નાટક તો એ કરતા હતા પરંતુ એનાથી એમનું પેટ નહતા ભરી શકતા એટલા માટે એ પટના માં રહેતા હતા ત્યારે એક હોટલ મોર્યા માં કિચન સુપરવાઈઝર ની નોકરી કરવા લાગ્યા. ઘણીવાર એમને થિયેટર કરવા ના કારણે મેનેજર થી સાંભળવું પણ પડ્યું તો પણ એ કામ કરવા નું ના છોડી શક્યા. વર્ષ 2001 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં ચાલ્યા ગયા, અહીંયા એમને નાની-મોટી એડ મળી જતી હતી અને પછી ફિલ્મો મળવા લાગી. પંકજ એ અનારકલી ઓફ આરા, ન્યુટન, દિલવાલે, ફૂકરે, ન્યુ ક્લાસમેટ, ગેંગ્સ ઓફ વાસેપુર, કાલા, મસાન, બરેલી કી બરફી, ફૂકરે રિટર્ન્સ,ગેંગ્સ ઓફ વાસેપુર અને ઓમકારા જેવી ફિલ્મો માં કામ કર્યું.

Share This