ના હોય!! હવે નહીં જોવા મળે દયાભાભી! પતિએ રાખી દીધી આ મોટી શરત

છેલ્લાં એક વર્ષથી દિશા વાકાણી એટલે કે દયાભાભી ‘તારક મહેતા..’માં જોવા મળ્યા નથી. દિશા વાકાણી 2017 થી મેટરનીટી લીવ પર છે. ગત દિવસોમાં સમાચાર હતા કે દિશા વાકાણી ઓક્ટોબર 2018માં પુનરાગમન કરે છે. જોકે, હજી સુધી દિશાએ સીરિયલનું શૂટિંગ શરૂ કર્યું થી.

પતિ ખુશ નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિશા વાકાણીનાં પુનરાગમનથી તેનો પતિ મયુર પડિયા બિલકુલ ખુશ નથી. દિશા તો સીરિયલમાં પરત ફરવા આતુર છે. દિશાએ એન્ટ્રી પ્રોમો પણ શૂટ કરી નાખ્યો હતો. જોકે, તેનો પતિ આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. તે ઈચ્છે છે કે દિશા પોતાનું કરિયર છોડીને દીકરી સ્તુતિનાં ઉછેરમાં ધ્યાન આપે. હવે, દિશા પતિની વિરૂદ્ધ જઈને કામ કરવા તૈયાર નથી. તે કામ તો કરવા માંગે છે. દિશાએ પ્રોડ્યુસર અસિત મોદી સાથે કમબેક અંગે વાત પણ કરી હતી. દિશાની તમામ શરતો માનવામાં આવી હતી.

દયાભાભી વગર પણ શો લોકપ્રિય

નવાઈની વાત એ છે કે દયાભાભીની ગેરહાજરી હોવા છતાંય છેલ્લાં એક વર્ષથી આ શોની લોકપ્રિયતામાં કોઈ ફેર પડ્યો નથી. કોમેડી કેટેગરીમાં આ શો આજે પણ નંબર વન પર છે. હવે, શો-મેકર્સ દિશાને પરત લાવવાના મૂડમાં નથી. સીરિયલની ટીઆરપી જોયા બાદ કોઈ પણ સહજતાથી કહી શકે એમ છે કે તે દિશા વાકાણી ના હોવા છતાંય ચેનલના ગ્રોથ કે સીરિયલને કોઈ ફેર પડ્યો નથી.

દયાભાભી વગર આત્મારામ-માધવી પર ફોક્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે, ગોકુલધામના એકમેવ સેક્રેટરી એટલે કે આત્મારામ તથા માધવી પર મેકર્સ ફોક્સ કરવાના છે. આગામી એપિસોડમાં આત્મારામ તથા માધવીની આસપાસ સ્ટોરી ટ્રેક બતાવવામાં આવશે. જો દયાભાભી કમબેક કરશે તો તે ઠીક છે. બાકી શો દયાભાભી વગર જ આગળ વધશે.

દિશાનો પતિ કરે છે દખલગીરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિશા વાકાણીનો પતિ મયુર પડિયા આ બાબતમાં દખલગીરી કરી રહ્યો છે. આટલું જ નહીં એમ પણ ચર્ચા છે કે દિશા વાકાણીનો ફોન તેના પતિ પાસે છે અને તેનો પતિ સીરિયલના પ્રોડ્યુસર્સનો ફોન રીસિવ કરતો જ નથી. આ જ કારણથી દિશાએ શૂટિંગ શરૂ કર્યું નથી.

મૂકી હતી આકરી શરતો

મેટરનિટી લિવ પહેલાં દિશા વાકાણી એક એપિસોડ દીઠ 1.25 લાખ રૂપિયા ફી લેતી હતી. જોકે, વર્ષ બાદ દિશાએ 20 ટકાનો વધારો માંગ્યો હતો. એટલે કે દિશા વાકાણીને હવે એક એપિસોડ દીઠ 1.50 લાખ રૂપિયા મળવાના હતાં. ત્યારબાદ તે સાંજે છ વાગ્યા પછી સેટ પર રોકાશે નહીં. તે માત્ર સવારના 11થી સાંજના છ સુધી જ શૂટિંગ કરશે. શરૂઆતના મહિનાઓમાં તે ક્યારેય નાઈટ શિફ્ટ્સ કરશે નહીં. જો બહુ જ જરૂરી હોય તો તેને 2 દિવસ પહેલાં જાણ કરવાની રહેશે કે આ દિવસે નાઈટ શિફ્ટ કરવાની છે. દિશાની છેલ્લી શરત એ છે કે તે મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરશે. જ્યારે સીરિયલના અન્ય કલાકારો મહિનાના 22-25 દિવસ સુધી કામ કરતા હોય છે. નવાઈની વાત એ છે કે દિશા વાકાણીની આ તમામ શરતો ચેનલે સ્વીકારી લીધી છે.

Share This