નિયમિત કરો આ પાંચ વસ્તુઓનું સેવન, અને વધારો તમારી સમાગમ કરવાની ક્ષમતા

આજકાલની ખાણી-પીણી, વધતી ઉંમર, તણાવ અને અન્યો કારણોસર લોકો સેક્સ લાઈફમાં નિરસતા દાખવે છે. જેના નિવારણ માટે લોકો આધુનિક દવાઓનો ઉપયોગ કરે છે જે લાંબાગાળે શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે. જેથી આજે અમે ખાસ આ પ્રકારના લોકો માટે સેક્સ ડાયટ લઈને આવ્યા છે. જેનું સેવન કરવાથી ચોક્કસ તમારી સેક્સ લાઈફ ફરીથી જીવંત થઈ ઉઠશે.

એલચી

તમને જાણીને આશ્ચર્ય થશે કે એલચીને એક પ્રબળ કામોદ્દીપક મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ તે પુરૂષો માટે ફાયદાકારક છે જે નપુસંક છે. જેથી જે પુરૂષોમાં કામાત્તેજના ઓછી હોય તેમણે એલચીનો ઉપયોગ કરવો જોઈએ. જુના જમાનામાં રાજા લોકો પોતાના ભોજનમાં ઇલાયચી વધુ નાખીને ખાતા હતા જેથી તેમને વધુ બાળકો પેદા થાય.

સ્ટ્રોબેરી

સેક્સ ડાયટમાં જો સ્ટ્રોબેરી ખાવામાં આવે તો તે સેક્સ જીવનને જીવંત બનાવી દે છે. સ્ટ્રોબેરીના સેવનથી ઉત્તેજના પણ વધે છે.

રેડ વાઇન

જો સેક્સ કરવાની ઈચ્છાને ઝડપથી પ્રજ્વલિત કરવી હોય તો રેડ વાઇન અને ચીજને એક સાથે ખાવું. તમારા સેક્સ હોર્મોન્સ ઝડપથી વધશે.

ડાર્ક ચોકલેટ

સેક્સ જીવનને હંમેશા પ્રજ્વલિત રાખવા માટે પણ ડાર્ક ચોકલેટ ખાવી બહુ જ જરૂરી છે. જેથી તમારા ફ્રિજમાં હંમેશા ડાર્ક ચોકલેટ રાખો કારણ કે ચોકલેટને સેક્સ ઉત્પ્રેરકના રૂપમાં ઓળખવામાં આવે છે.

પાલક

પાલકના નિયમિત સેવનથી શરીર તાકાતવાન બને છે અને રોગો દૂર રહે છે. સાથે જ તે સેક્સ ક્ષમતાને બળ આપે છે. તેમાં ભરપૂર વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે.

Share This