90 ના દશક માં કમાલ કરવા વાળી અભિનેત્રી ની પુત્રી મૂકવાની છે બોલીવુડ માં પગ

તમને બધાને’મેને પ્યાર કિયા’ ફિલ્મ તો યાદ જ હશે.

બોલિવૂડ માં 90ના દશક માં એક જ ફિલ્મ થી ધમાલ મચાવવા વાળી અભિનેત્રી ભાગ્યશ્રી ને તો તમે જાણતા જ હશો.એક જ ફિલ્મ થી લોકો ના દિલ પર પોતાનો જાદુ કરી દીધો હતો. તમને બધાને ‘મેને પ્યાર કિયા’ ફિલ્મ તો યાદ જ હશે.

આ એક ફિલ્મ થી ભાગ્યશ્રી ની કિસ્મત રાતોરાત ચમકી ગઈ હતી. આ ફિલ્મે એમની પહેલી ફિલ્મ હતી,જેના લીધે એમને એવોર્ડ પણ આપવા માં આવ્યો હતો. પરંતુ આ ફિલ્મ ના પછી ભાગ્યશ્રી બોલિવૂડ થી ગાયબ થઈ ગઈ હતી.

તમે વિચારી રહ્યા હશો આજે અમે તમને ભાગ્યશ્રી ના વિશે કેમ વાત કરી રહ્યા છીએ. વાસ્તવમાં, ભાગ્યશ્રી ભલે બોલિવૂડ થી દૂર થઇ ગઇ હોય પરંતુ એમની પુત્રી ઘણી જલ્દી બોલિવૂડ માં પગ મૂકવાની છે.

હા તો, અમે સાચું બોલી રહ્યા છીએ, આ વાત નો સબૂત છે કે ભાગ્યશ્રી ની પુત્રી અવંતિકા ના ફોટો સોશિયલ મીડિયા ઉપર આગ ની જેમ વાયરલ થઈ રહ્યા છે અને ધમાલ મચાવી રહ્યા છે.

ચાલો તમને બતાવી દઈએ,અવંતિકાના વિશે. અવંતિકા 22વર્ષની છે, જેમણે લંડન થી ભણ્યું છે. અવંતિકા આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. અવંતિકા ને જોઈને લાગે છે, જાણે ભાગ્યશ્રી પાછી આવી ગઈ છે.

એવું કહેવા માં આવી રહ્યું છે કે 22વર્ષ ની અવંતિકા બોલિવૂડ ના દબંગ ખાન ની સાથે ડેબ્યુ કરી શકે છે. હમણાં જ ભાગ્યશ્રી એ પોતાની પુત્રી ની સાથે એક વેડિંગ માં હાજરી આપી, જ્યાં બંને ની આ જોડી ટ્રેડિશનલ આઉટફિટ માં ઘણી સુંદર લાગી રહી હતી.

તમને બતાવી દઈએ,જ્યારે ભાગ્યશ્રી ને લોકો એ ફિલ્મો માં જોયું તો લોકો હેરાન રહી ગયા હતા, કેમકે ભાગ્યશ્રી ની સુંદરતા ની સામે ઘણી અભિનેત્રીઓ ની સુંદરતા ફિક્કી પડી ગઈ હતી. ભાગ્યશ્રી ની સુંદરતા ને જોયા પછી દરેક એમના દિવાના થઈ ગયા હતા.

Share This