નવરાત્રીમાં લગાવો આ ચાર માંથીં એક ફેસપેક, ચહેરા પરથી કોઈની નજર નહીં હટે

નવરાત્રી આવી રહી છે ત્યારે તમને પણ તમારી સ્કિનને વધુ ગ્લોઇંગ બનાવવા પ્રયાસ કરતા જ હશો. ત્યારે બહાર પાર્લરમાં જઈને મોંઘા કેમિકલ યુક્ત ક્રિમ લગાવી ત્વચાને વધુ ખરાબ કરવા કરતા આ નેચરલ ફેસપેકનો ઉપયોગ કરો કોઈની નજર તમારા ચહેરા પર પડશે તો પછી હટવાનું નામ જ નહીં લે…લીંબુ અને ગ્રીન ટીમાં ઘણા બધા મિનરલ્સ હોય છે, જે તમારી ત્વચાને નરિશ કરવાનું કામ કરે છે અને એજિંગ સામે પણ લડે છે. આ ત્વચા ટોનને લાઇટ કરીને પોર્સને બંધ કરે છે. તેના માટે ગ્રીન ટી બેગને ખોલીને તેમાં લીંબુ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. 5 મિનિટ સુધી રાખ્યાં પછી ચહેરો ધોઈ લો.


ગ્રીન ટી, લિંબુનો રસ અને ચોખાનો લોટ

જો તમારી ત્વચા ઓઇલી હોય તો આ પેક તમારા માટે જ છે. તેના માટે તમારે ગ્રીન ટીમાં લીંબુનો રસ અને ચોખાનો લોટ મિક્સ કરો. તેમાં રહેલા એક્સફોલિએટ ગુણ ત્વચા પરથી એક્સ્ટ્રા ઓઇલ હટાવી દે છે. આ ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશનને પણ દૂર કરે છે. તેના માટે બે ચમચી ચોખાના લોટમાં ગ્રીન ટી અને લીંબુનો રસ મિક્સ કરો અને આ પેકને ચહેરા પર લગાવો. આ થોડું ઘટ્ટ પેક હશે. તેને પંદર મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી તેને ધોઈ લો.

ગ્રીન ટી, લિંબુનો રસ અને દહીં


આ પેક બનાવવા માટે ગ્રીન ટી, લીંબુનો રસ અને દહીં જોઈએ. આ પેક પરફેક્ટ સ્કિન મોઇશ્ચરાઇઝર છે અને પિંપલ્સ અને ડાઘને દૂર કરવામાં મદદ પણ કરે છે. તેના માટે ત્રણ થી ચાર ચમચી દહીંમાં ગ્રીન ટી અને લીંબુનો રસ મિક્સ કરો અને તેને 30 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. તેના પછી હુંફાળાં પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે સપ્તાહમાં 3 વખત તેનો ઉપયોગ કરવો.

ગ્રીન ટી અને દહીં કેળાનો પેક


ગ્રીન ટીની સાથે દહીં અને કેળામાંથી આ પેક બને છે. આ ફેસ માસ્ક ઉંમર છુપાવવા અને ડ્રાય સ્કિનને ફ્રેશ બનાવવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો ગ્રીન ટીમાં કેળાં અને દહીં મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. આ તમારી ત્વચાને મોઇશ્ચર કરીને નેચરલ ગ્લો આપશે. જો તમારા ચહેરા પર પોર્સ (છિદ્રો) દેખાતા હોય તો સ્કિન ટાઇટનિંગ માટે આ જગ્યાએ ગ્રીન ટી લગાવો.

 

Share This