કચરા ના ઢગલા માં આ છોકરી ને ફેંકી ગયા હતા એના માતા-પિતા, હવે કરવા જઈ રહી છે બોલીવુડ માં ડેબ્યુ

આજે ભલે સમય થોડો બદલાઈ ગયો હોય, પરંતુ જો થોડાક વર્ષો પાછળ ના ભારત ને જાણવા નો પ્રયત્ન કરવા માં આવે તો અહીંયા દરેક પ્રકાર ના ભેદભાવ જોવા મળતા હતા. અહીંયા છોકરા અને છોકરીઓ માં ઘણો ફરક કરવામાં આવતો હતો. જોકે,એ આજે પણ છે, પહેલા થી ઓછું છે. 90 ના દશક માં છોકરી થવું તો જાણે પાપ માનવા માં આવતું હતું. અથવા કન્યા ભૃણ હત્યા કરવા માં આવતી હતી અથવા તો નવજાત ને ક્યાંક ફેંકી દેવામાં આવતું હતું. ઘણા ઓછા એવા લોકો હતા, જે છોકરી નો જન્મ થવા ઉપર ખુશીઓ મનાવતા હતા. એ દિવસો માં નવજાત કન્યા ને કચરા માં ફેંકવાનું ચલણ પણ ઘણું સામાન્ય હતું. આજે આના થી જ જોડાયેલી એક સ્ટોરી અમે તમને બતાવીશું. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે ?

મિથુન ચક્રવતી કે જે ઘણા મોટા સુપર સ્ટાર છે. એમના જમાના માં એમણે એક થી ચઢિયાતી એક ફિલ્મો આપી છે. આજે પણ વરસ માં એક અથવા તો બે ફિલ્મો તો કરી જ લે છે. આ દિવસો માં મિથુન પોતાના પુત્ર ના લગ્ન ને લઈ ને ચર્ચા માં છે, જે 7 જુલાઈ એ થવાના હતા, પરંતુ પુત્ર ઘોડી ચડે એની પહેલાં જ પોલીસ ના હાથે લાગી ગયો. વાસ્તવમાં, મિથુન ચક્રવતી ના પુત્ર મિમોહ પર રેપ નો આરોપ છે,જેના કારણે લગ્ન ના પહેલા પોલીસે એને એરેસ્ટ કરી લીધો,આવામાં લગ્ન ની શરણાઈ ની પેહલા મિથુન ના ઘરે સન્નાટો છવાઈ ગયો.

આજે અમે મિથુન ની પુત્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ, જે બોલિવૂડ માં ડેબ્યૂ કરવાની તૈયારી માં છે. મિથુન ના ત્રણ પુત્રો ના સિવાય એક દત્તક લીધેલી પુત્રી દિશાની પણ છે. દિશાની હવે બોલિવૂડ માં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. મિથુન એ પોતાની આ પુત્રી નો ઉછેર એવી રીતે જ કર્યો છે,જેવી રીતે એમણે પોતાના ત્રણ પુત્રોનો કર્યો છે. દિશાની ની સાથે ક્યારેય પણ મિથુન એ ભેદભાવ નથી કર્યો. દિશાની સલમાન ખાન ની મોટી ફેન છે,આવામાં એ સલમાન ખાન ની દરેક ફિલ્મ ઘણા રસ થી જુએ છે.

આવી રીતે મળી હતી મિથુન ને દિશાની

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે મિથુન ની સગી પુત્રી નથી દિશાની, છતાં મિથુન દિશાની ને ઘણો પ્રેમ કરે છે. વર્ષો પહેલાં બંગાળી ન્યૂઝપેપર માં છપાયેલી ખબર ને જોઈને મિથુન નું મન પીગળી ગયું. એ ખબર ના પ્રમાણે, એક માસૂમ ને એના જ માતા-પિતાએ કચરા માં ફેંકી દીધું, જેને કોઈ ઉઠાવવા ની હિંમત નથી કરી રહ્યું. આવામાં મિથુન એ ત્યાં જઈને એ બાળકી ને ગળે લગાવી લીધું અને કાનૂની વિધિ કરીને એને દત્તક લઈ લીધું અને આજે એ બોલિવૂડ માં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

દિશાની હમણા ન્યૂયોર્ક માં એક્ટિંગ નો કોર્સ કરી રહી છે. એમનો કોર્સ પતવાનો જ છે, જેના પછી એ બૉલીવુડ માં પગ મૂકશે. દિશાની ને બાળપણ થી જ એક્ટિંગ નો ઘણો શોખ હતો, જેના કારણે મિથુને એમનો ઉછેર પણ એવી રીતે જ કર્યો. મિથુને દિશાની ને ક્યારેય કોઈ વસ્તુ ની કમી નથી થવા દીધી. હમણાં તો દિશાની લાઇમલાઇટથી થોડું દૂર જ રહે છે. નિશાની ને આ વાત ની ત્યારે ખબર પડી જ્યારે આઠ વર્ષની હતી, એના પછી મિથુન ના ઘર માં આ વાત નો ઉલ્લેખ નથી થયો અને દિશાની પોતાના ભાઈઓની સાથે લાઈફ ને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહી છે.

Share This