દિવાળી સ્પેશિયલ : ઘરે જ બનાવો બજાર જેવી મિલ્ક કેક ( સંપૂર્ણ વિધિ)

વેબ ડેસ્ક :દિવાળી નો તહેવાર એટલે કે ચારે બાજુ મિઠાઈઓ જ મિઠાઈઓ,જે લોકો ને ગળ્યું ખાવા નું શોખ હોય છે એમના માટે દિવાળી એમના ફેવરેટ ફેસ્ટિવલ્સ માંથી એક હોય છે. ઘર માં તો મીઠાઇઓ આવે છે,પરંતુ ઘર માં આવવા વાળા મહેમાન પણ મીઠાઇઓ લઈ ને જાય છે. બજાર માં પણ આ ફેસ્ટિવલ ની ધૂમ રહે છે. દરેક બાજુ રંગબેરંગી ઘર સજાવવા વાળી વસ્તુઓ થી લઈ ને મીઠાઈઓ ની દુકાનો એવી શણગારેલી રહે છે જાણે કોઈ મેળો લાગ્યો હોય. એટલા માટે આજે અમે તમને બતાવીશું અલ્વર ના પ્રસિદ્ધ ‘મિલ્ક કેક’ બનાવવા ની આખી રેસિપી.

પરંતુ આ બધા ની સાથે એક હજુ વસ્તુ હોય છે જે સેજ પણ સારી નથી હોતી એ છે મિલાવટ. આ દિવાસો માં મિઠાઈઓ ની માંગ ઘણી વધી જાય છે, જેને પૂરું કરવા માટે કેટલાંક લોકો ઘણા પ્રકાર ના રસાયણો નો ઉપયોગ કરે છે જે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. વાત પછી મોટી મોટી દુકાનો ની કરીએ અથવા તો નાની-નાની,કોઈપણ જગ્યા એ તમે આંખો બંધ કરી ને વિશ્વાસ નથી કરી શકતા અહીંયા મળવા વાળી મિઠાઇ સંપૂર્ણ રીતે શુદ્ધ છે. તો આવા માં સારું છે કે તમે ઘણી જ મિઠાઈ બનાવી લો. ઘરે બનવા વાળી મિઠાઇ સંપૂર્ણ રીતે શુદ્ધ હશે જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન નહીં પહોંચાડે.

એટલા માટે આજે અમે તમને બતાવીશું અલ્વર ના પ્રસિદ્ધ મિલ્ક કેકબનાવવા ની સંપૂર્ણ રેસિપી. અલવર ના મિલ્ક કેક ખાવા માં ઘણો સ્વાદિષ્ટ હોય છે અને આખા દેશ માં ઘણા ફેમસ છે. અને એમને ઘરે બનાવવું ઘણું સહેલું છે. તો આવો જાણીએ આને બનાવવા ની સંપૂર્ણ વિધિ

મિલ્ક કેક બનાવવા ની સામગ્રી

દૂધ – 1 લીટર

ફટકડી – 1 ચમચી

ખાંડ -100 ગ્રામ

દેશી ઘી – 100 ગ્રામ

મિલ્ક કેક બનાવવા ની વિધિ

  • સૌથી પહેલા એક મોટા પેન માં દૂધ ને ગરમ કરવા માટે મૂકી દો.
  • દૂધ જ્યારે ઉકળવા નું શરૂ થઈ જાય તો એમાં બે ચપટી ફટકડી નાખી દો, ફટકડી નાખવા થી દૂધ ફાટી ને દાણાદાર થઈ જશે.
  • ફાટેલા દૂધ ને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી એ ઘટ્ટ ન થઈ જાય. ધ્યાન માં રાખો કે દૂધ ઘટ્ટ થવા પર કઢાઈ ના તળિયા ઉપર ચોંટવા લાગશે, જેથી થોડા થોડા સમયે ઉપર એને હલાવતા રહો.
  • જ્યારે દૂધ એટલું ઘટ્ટ થઈ જાય કે એમાં માત્ર દૂધ ના દાણાદાર ભાગ રહે ત્યારે બતાવેલી માત્રા પ્રમાણે ખાંડ નાખી ને હલાવો.
  • જ્યારે ખાંડ સંપૂર્ણ રીતે મળી જાય તો એને આઠ-દસ મિનિટ સુધી થવા દો, એનાથી ખાંડ એમાં સારી રીતે મળી જશે.
  • ખાંડ ના પછી એમાં ઘી નાખી ને એને પણ સારી રીતે મિક્સ કરી લો.
  • આ મિશ્રણ ને હલાવતા હલાવતા ત્યાં સુધી ગરમ કરો, જ્યાં સુધી આ એટલું ઘટ્ટ થઈ જાય કે કોઇ શેપ લઇ શકે સાથે જ એનો રંગ હલકો બ્રાઉન થઈ જાય.
  • ત્યારબાદ મિશ્રણ ને પ્લેટ અથવા થાળી માં કાઢી લો, એની ઉપર કેટલાક ઝીણા કાપેલા પિસ્તા બદામ નાખી ને બે-ત્રણ કલાક સુધી ઠંડુ થવા માટે મૂકી દો.
  • ત્યારબાદ જ્યારે મિશ્રણ સારી રીતે જામી જાય તો એને પોતાના મનગમતા આકાર માં કાપી લો.

તૈયાર છે તમારો શુદ્ધ ટેસ્ટી મિલ્ક કેક. કોઈ પણ ટેન્શન વગર આને પોતાના મહેમાનો અને ઘર ના લોકો ને ખવડાવો. સાથે જ બધા ની વાહ વાહ પણ લુટો.

Share This