દુશ્મનો ની છાતી માં દિવાળી ઉજવી ને ‘જય માતા દી’ બોલતા શહીદ થઈ ગયા કેપ્ટન વિક્રમ બત્રા

24 વર્ષ નો હતો દિવાનો,હતો ઘણો મસ્તાનો. દેશ ને ઘણો પ્રેમ કરતો હતો,દેશ માટે હંમેશા જીવ આપવા તૈયાર રહેતો હતો. . . . અને જરુર પડવા ઉપર આવું કર્યું પણ.

બલિદાન ના વખતે એ સપૂત ના અંતિમ વાક્ય જય માતા દીહતા.

હા, એ જ શેરશાહ, જેમણે મોગલો ના દાંત ખાટા કરી લીધા હતા. અમે વાત કરી રહ્યા છીએ આ દેશ ના સાચા સપૂત વિક્રમ બત્રા ની. જે કારગિલ યુદ્ધ ના સમયે વીરગતિ ને પ્રાપ્ત થયા. એમના અદમ્ય સાહસ માટે ભારત સરકારે એમને 15 ઓગસ્ટ1999 એ વીરતા ના સૌથી મોટા પુરસ્કાર પરમવીર ચક્ર થી સન્માનિત કર્યું.

9 સપ્ટેમ્બર 1974 એ કાંગડા જિલ્લા માં પાલમપુર ના બંદલા મા વિક્રમ નો જન્મ થયો હતો. એમનો ભણતર ચંડીગઢ થી થયું. આ સમયે એમને સેના માં જવાનો મન બનાવી લીધું અને સીડીએસ (સંમિલિત રક્ષા સેવા) ની પણ તૈયારી શરૂ કરી દીધી. તૈયારી ના સમયે વિક્રમ ને હોંગકોંગ માં સારા પગાર માં મર્ચન્ટ નેવી માં પણ નોકરી મળી રહી હતી, પરંતુ દેશ સેવા ની ધૂન ના કારણે એમણે ઠુકરાવી દીધી. આવો,આ બહાદુર ના વિશે જાણીએ.

જુલાઇ1996 માં એમણે ભારતીય સેના એકેડેમી દહેરાદૂન માં પ્રવેશ લીધો.

6 ડિસેમ્બર 1997 એ જમ્મુ ના સોપોરેનામ ના સ્થળ પર સેના ની ’13 જમ્મુ કાશમિર રાઇફલ’ માં લેફ્ટેનેંટ ના પદ પર નિયુક્ત મળી.

શ્રીનગર-લેહ માર્ગ ની બરાબર ઉપર સૌથી મહત્વપૂર્ણ ‘5140 ચોટી’ને પાક સેના થી મુક્ત કરાવવા ની જવાબદારી પણ કેપ્ટન વિક્રમ બત્રા ને આપવા માં આવી.

દુર્ગમ ક્ષેત્ર હોવા છતાં વિક્રમ બત્રા એ પોતાના સાથીઓ ની સાથે 20 જૂન 1999 મા ચોટી પર કબ્જો કરી લીધો.

એમની બહાદુરી ને કારણે એમને એમના મિત્ર શેરશાહકહેવા લાગ્યા.

પુત્ર ની બહાદુરી ના વિશે એમના પિતા જી.એલ બત્રા બતાવે છે કે જે ઉંમર માં યુવાનો ને સારા અને ખરાબ ની ઓળખાણ પણ નથી હોતી, એ ઉંમર માં વિક્રમ એ નેત્ર દાન કરવા નો નિર્ણય લઈ લીધો હતો. એમને પોતાના પુત્ર ઉપર ગર્વ છે.

ભાઈ ને લખ્યો હતો છેલ્લો પત્ર

આવી રીતે શહીદ થઈ ગયા સપૂત

કેપ્ટન વિક્રમ બત્રા એ સમયે ઘાયલ થઈ ચૂક્યા હતા, જ્યારે મિશન લગભગ સમાપ્ત થઇ ચૂક્યું હતું. જોકે,એક વિસ્ફોટ અને છાતી માં ગોળી લાગવા ના કારણે દેશ ના લાડલા આપણ ને બધાને ‘જય માતા દી’કહી ને આપણા થી દૂર થઈ ગયા.

પુત્ર ની શહીદી પર કેપ્ટન ના પિતા જી.એલ. બત્રા ગર્વ કરે છે. સરકાર થી એમને કોઈપણ પ્રકાર ની સમસ્યા નથી,પરંતુ એ ઈચ્છે છે કે દેશભર ના સ્કૂલ અને કોલેજ ના સિલેબસ માં પરમવીર ચક્ર વિજેતા ઓના વિશે વિદ્યાર્થીઓ ને ભણાવવું જોઈએ.

Share This