સમાગમ પછી આ રીતે દૂર કરો લવ બાઇટના ડાઘા

તમારા પાર્ટનર પછી તે પતિ હોય કે બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થયા બાદ તમને સ્વર્ગ સમાન આનંદ આવે પણ રાતનો તે આનંદ સવારે ઉઠો અને અરિસા સામે આવો ત્યારે ગાયબ થઈ જાય તો તેનું કારણ અમે પણ સમજી શકીએ છીએ કે રાતના જોશ અને ઉન્માદમાં તમારા ગળા તેમજ છાતી પર પડેલા લવ બાઇટના નિશાન છે. હવે ઓફિસ જતા કે ઘરમાં બીજા લોકોની સામે જતા આ નિશાન કઈ રીતે છુપાવવા તે જ તમારા માટે મોટો પ્રશ્ન બની જાય છે. તમે સ્કાફ અને ટર્ટલનેક શર્ટ શોધવા બેસી પડો છો. જોકે અહીં અમે તમને કેટલી ટ્રીક જણાવીશું જેની મદદથી આ ડાઘ દૂર કરીને તમને બિંદાસ્ત સવારે એજ ખૂશ મૂડ સાથે ઓફિસ કે ઘરકામ કરી શકો છો.

કેળાની છાલ

જેમ કેળા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે તેમ તેની છાલ લવ બાઇટ દૂર કરવા માટે તેટલી જ ઉપયોગી છે. બસ ખાલી જ્યાં લવ બાઇટ ઓપનલી દેખાતા હોય તે તમામ જગ્યાએ કેળાની છાલ લગાવો અને લગભગ દોઢ કલાક સુધી તેને ત્યાં જ રહેવા દો. પછી જુઓ લવ બાઇટના ડાઘ ગાયબ.

હીટ પેક

ઘણીવાર આ બાઇટના નિશાન એટલા તીવ્ર પણ હોઈ શકે છે કે તેને દૂર કરવા માટે હીટ પેક લેવાની જરુર પડી જાય છે. આ માટે તમારે ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને પછી તેને ડાઘ પર મુકો. આ પ્રોસેસ થોડીક વાર કરો જેનાથી તે જગ્યાએ રહેલી નસોમાં બ્લડનું સર્ક્યુલેશન વધી જશે અને તેના કારણે શકિંગ કે પછી બાઇટથી પડેલો ડાઘ આચ્છો થઈ જશે.

મસાજ કરો

જો આ લવ બાઇટ લાલ કલરની થઈ ગઈ હોય તો તેનાથી ખૂબ આસાનીથી છૂટકારો મેળવી શકાય છે. બસ આ જગ્યાને થોડી મિનિટો માટે સર્ક્યુલેશન મોશનમાં મસાજ કરો. આમ કરવાથી જમા થઈ ગયેલું લોહી સર્ક્યુલેટ થવા લાગશે અને ડાઘ ધીમે ધીમે દૂર થઈ જશે. જોકે આ મસાજની અસર કેટલી થશે તે તો તમારી લવ બાઇટ કેટલી ગંભીર છે તેના પર નિર્ભર કરે છે.

એલોવિરા

એલોવિરા તેના એન્ટિ ઇન્ફ્લેમેટરી અને સ્મુધિંગ ગુણ માટે વખણાય છે. પરંતુ તે ફક્ત સ્કિનને સ્મૂધ બનાવે તેટલું જ નથી પરંતુ ત્વાચના કોષોને પણ નવું જીવંતદાન આપવાનું કામ કરે છે. લવ બાઇટ પર તેને લગાવવાથી ત્વચના કોષમાં નવું જોમ આવે છે અને તેના કારણે ત્વચા નવી જેવી બની જાય છે. ડાઘ આછા થઈ જાય છે. સારા પરિણામ માટે દિવસમાં 3-4 વાર લગાવો.

ટુથબ્રશ ઘસો

હા, ચોક્કસ તમને લાગશે કે આ શું ગાંડા કાઢે છે પરંતુ હકીકતમાં આ એક ખૂબ જ કારગર ઉપાયછે. જ્યાં લવ બાઇટનો ડાઘ છે ત્યાં ખૂબ જ ધીમે ધીમે સર્ક્યુલર મોશન(ગોળાકાર)માં બ્રશને ફેરવો. આમ કરવાથી એકદમ જ લોહીનું સર્ક્યુલેશન વધી જશે અને ડાઘ ઓછો થઈ જશે. પરંતુ આમ કરવા જતા બહુ વધારે ભાર આપવો જોઈએ નહીં. નહીતર ક્યાંક ચામડીને નુકસાન કરી બેસશો.

ટુથપેસ્ટનો યુઝ કરો

પેપરમિન્ટ ફ્લેવરની ટુથપેસ્ટને આ લવ બાઇટ પર લગાવો અને સુકાઈ જાય ત્યાં સુધી તેમજ રહેવા દો. હવે તેને ભીના ટૂવાલ વડે દૂર કરો. આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી તમારી ચામડી પર બાઇટની જગ્યાએ થોડી ઝણઝણાટી બોલશે પરંતુ ચિંતા કરવાની જરુર નથી. આ તો ટૂથપેસ્ટ કામ કરી રહી છે. જોકે આ ટેક્નિક તો જ કામ આપે છે જ્યારે લવ બાઇટ ફ્રેશ હોય છે.

ટી બેગ્સ

ટી બેગ્સનો ઉપયોગ ચા બનાવવા સીવાય બીજી પણ અનેક રીતે થાય છે. અને તે જુદા જુદા ઉપયોગો પૈકી એક એટલે લવ બાઇટના ડાઘ દૂર કરવા. ગરમ પાણીમાં ટી બેગને પલાળ્યા બાદ જ્યાં આ નિશાન હોય તેના પર મુકો. બસ ડાઘ દૂર થઈ જશે.

Share This