લોપાક્ષી મંદિર નો હવા માં ઝૂલતો સ્તંભ આજે પણ આપી રહ્યો છે વિજ્ઞાન ને ચેતવણી

જો બેકા વેબ ડેસ્ક:ભારત માં દક્ષિણ દિશા માં આવેલું રાજ્ય જેને થોડાક જ સમય પહેલા બે રાજ્યો માં વિભાજિત કરી દેવા માં આવ્યું, જેમાંથી એક નું નામ પડ્યું તેલંગણા તો બીજા ને આંધ્રપ્રદેશ નામ આપવા માં આવ્યું. આજ આંધ્ર પ્રદેશ ના અનંતપુર જીલ્લા માં એક વિશાળ મંદિર લોપાક્ષી છે, જેના વિશે કેટલાક એવા રહસ્ય છે જેને આજ સુધી કોઈ નથી જાણી શક્યુ. જેના વિશે મોટા માં મોટો એન્જીનીયર પણ કંઈ જ જાણી નથી શક્યા.


બતાવી દઇએ કે આ મંદિર 72 પિલ્લરો નું બનેલું છે, જેમાંથી એક પિલ્લર હવા માં ઝૂલી રહ્યું છે પરંતુ તેમ છતાં પણ એ મંદિર નો ભાર ઉપાડી ને રાખ્યો છે. આ મંદિર કલા અને કલાકારો ની કલ્પના નું એક અદ્ભુત સંગમ છે, જે આજે પણ વિજ્ઞાન ને ચેતવણી આપી રહ્યું છે. એમ તો આ મંદિર ને ઘણા નામો થી બોલાવવા માં આવે છે જેમકે વીરભદ્ર અને લોપાક્ષી, પરંતુ આખા વિશ્વ માં આ લોપાક્ષી નામ થી પ્રસિદ્ધ છે. આ મંદિર ને લઇને ઘણી વાર્તાઓ સાંભળવા માં આવે છે જેના વિશે આજે અમે તમને આ લેખ માં બતાવીશું.

કઈ રીતે પડ્યું મંદિર નું નામ લોપાક્ષી –

આ મંદિર નું નામ લોપાક્ષી છે જેને લઇ ને પણ એક વાર્તા પ્રચલિત છે. કહેવા માં આવે છે કે ત્રેતા યુગ માં જ્યારે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા ની સાથે વનવાસ કાપી રહ્યા હતા, એ સમયે લંકા ના રાજા રાવણ સીતા માતા નું હરણ કરી ને વાયુ માર્ગ થી જઈ રહ્યા હતા જ્યાં એમને જટાયુ ને રોકવા ના પ્રયત્નો કર્યા અને બંને માં યુદ્ધ થયું હતું અને જટાયુ ઘાયલ થઇ ને પડી ગયા હતા. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ સીતા માતા ની શોધ કરતા કરતા એ સ્થાન ઉપર પહોંચ્યા, જ્યાં જટાયુ એ એમને આખી વાત બતાવી, ત્યારે શ્રીરામે કીધુ હતુ, “હે પક્ષીરાજ જટાયુ ઉઠો, હું તમને પહેલાં ની જેમ જ સ્વસ્થ કરી દઉં છું”,હે પક્ષી રાજ ઉઠો નો તેલુગુ માં અર્થ થાય છે “લોપાક્ષી” આ કારણ થી આ મંદિર નું નામ લોપાક્ષી પડી ગયું.


કોણે કરાવ્યું મંદિર નું નિર્માણ

આ મંદિર ના નિર્માણ ને લઈ ને પણ ઘણા પ્રકાર ની વાર્તાઓ છે, જેમાંથી એક છે કે આ મંદિર નું નિર્માણ પુરાતન કાળ માં મહર્ષિ અગતસ્ય એ કરાવ્યું હતું. ત્યાં જ કેટલાક લોકો માને છે કે આ મંદિર નું નિર્માણ વર્ષ 1583 માં વિજયનગર ના રાજા ના રાજ માં કામ કરવા વાળા બે ભાઈઓ વીરન્ના અને વીરુપન્ના એ કરાવ્યું હતું. પરંતુ કેટલાક સમય પછી વિજયનગર ની સત્તા માં પરિવર્તન થયું અને નવા રાજાઓ એ આ લોપાક્ષી મંદિર નો નિર્માણ કરવા વાળા વીરુપન્ના શિલ્પકાર ની આંખો કાઢવા નું જાહેર કરી દીધું, અને વીરુપન્ના એ રાજા નો આદેશ માં પોતાની જાતે જ પોતાની આંખો કાઢી લીધી.

કહેવા માં આવે છે કે મંદિર ની ભેખડો ઉપર વીરુપન્ના ની આંખો અને લોહી ના નિશાન આજે પણ આવેલા છે. વર્ષ 1914 માં કેટલાક અંગ્રેજ અધિકારીઓ એ આ વાર્તાઓ પર વિશ્વાસ ન કરી ને એમણે લોહી ના એ ડાઘાઓ ની તપાસ કરાવડાવી. સદીઓ પછી પણ આજે પણ માણસ ના લોહી ના ડાઘા એ ભેખડો ઉપર આવેલા છે.

બતાવી દઇએ કે આ મંદિર માં ભગવાન શિવ વિષ્ણુ અને વીરભદ્ર ની મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીંયા આ ત્રણે ભગવાન નું અલગ-અલગ મંદિર પણ આવેલું છે.

નંદી મૂર્તિ –

આ મંદિર પરિસર માં જ એક વિશાળ નંદી ની મૂર્તિ પણ બનેલી છે, એવું કહેવા માં આવે છે કે આખા વિશ્વ માં નંદી ની આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી. સાથે જ આ મૂર્તિ ની ખાસિયત એ પણ છે કે આ મૂર્તિ માત્ર એક પથ્થર માંથી બનેલી છે.


શિવલિંગ

આજ મંદિર પરિસર ના બીજા છેડા માં એક વિશાળ શિવલીંગ બનેલું છે જેની ઉપર સાત ફેણવાળો નાગ બેસેલો છે. આ મૂર્તિ ની પણ એક ખાસ વાત એ છે કે આ વિશાળ મૂર્તિ પણ એક પથ્થર માંથી બનેલી છે.

રામપદ્મ –

મંદિર પરિસર માં એક બાજુ એક વિશાળ પગ નું નિશાન આવેલું છે, જેને રામપદ્મ કહેવા માં આવે છે. કેટલાક લોકો માને છે કે શ્રીરામ ના પગ છે તો ત્યાં જ કેટલાક લોકો એને સીતા માતા ના પગ નું નિશાન માને છે.


લોપાક્ષી મંદિર સદીઓ થી કળા અને વિજ્ઞાન નું સંગમ ની ગવાહી આપી રહ્યું છે. મંદિર ની બનાવટ થી લઈ ને મંદિર ના અંદર બનેલી નૃત્ય કરતી મૂર્તિઓ જોઈને એ કલાકારો ના વખાણ કરતા લોકો થાકતા નથી કે કઈ રીતે ઓજાર અને હથોડી મૂર્તિઓ માં જીવ નાખી દીધું.

લોપાક્ષી મંદિર સદીઓ થી કળા અને વિજ્ઞાન નો અનોખો સંગમ ની ગવાહી આપી રહ્યું છે. એ બેમિશાલ ચિત્રકાર હશે,જેમણે વિજયનગર કલા ને મંદિર ની દીવાલ ઉપર ઉતાર્યું. એ કલાકાર મૂર્તિકાર પણ રહ્યા હશે, જેમણે એ મૂર્તિઓ માં જીવ નાખી દીધો. મંદિર કલા અને કલાકાર ની કલ્પના નો અદભૂત સંગમ છે. લટકતો એ સ્તંભ માત્ર કલા ને જ નથી પ્રદર્શિત કરી રહ્યો પરંતુ જ્ઞાન અને વિજ્ઞાન ને પણ ચેતવણી આપી રહ્યો છે.

Share This