ભગવાન શિવ થી શીખો આ 4 વાતો, તમારા વૈવાહિક જીવન માં વરસશે પ્રેમ, આવશે ખુશી

ભગવાન ભોલેનાથ સ્વભાવ થી ઘણા ભોળા છે, એ પોતાના ભક્તો થી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. જે કુમારિકા છોકરીઓ હોય છે એ પોતાની ઈચ્છા પ્રમાણે વર પ્રાપ્તિ માટે ભગવાન ભોલેનાથ ની પૂજા અર્ચના કરે છે અને પરણિત સ્ત્રી પોતાના વૈવાહિક જીવન ને ખુશહાલ બનાવવા માટે પોતાની સાચી શ્રદ્ધા થી ભગવાન ભોલેનાથ ની પુજા કરે છે. ભગવાન ભોલેનાથ ને ગૃહસ્થ જીવન ના દેવતા કેહવા માં આવે છે. આ બધા કારણો થી કુમારિકા છોકરીઓ ની સાથે સાથે પરણિત સ્ત્રીઓ પણ ભગવાન ભોળેનાથ ની પૂજા કરે છે.

પરણિત સ્ત્રીઓ પોતાના પતિ ની લાંબી ઉંમર માટે સોમવાર નું વ્રત રાખે છે જેવુ કે અમે તમને બતાવ્યું કે ભગવાન ભોલેનાથ ને ગૃહસ્થ જીવન ના દેવતા માનવા માં આવે છે તો તમારે પોતાના વૈવાહિક જીવન ને સુખમય બનાવવા માટે ભગવાન શિવ અને પાર્વતી ની એ 4 વાતો શીખવી જોઈએ અને એ વાતો ને પોતાના જીવન માં ઉતારવી જોઈએ. જો તમે આ વાતો ને પોતાના જીવન માં અપનાવો છો તો તમારું વૈવાહિક જીવન ખુશી થી વ્યતિત થશે.

આજે અમે તમને ભગવાન શિવ ની જે ચાર વાતો શીખવી જોઈએ એના વિશે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ કઈ ચાર વાતો ભગવાન શિવ થી શીખવી જોઈએ.

પ્રેમ

આ સમય માં ભગવાન શિવ અને માતા પાર્વતી બધા માટે એક ઉદાહરણ છે જે લગ્ન કરતી વખતે બેંક બેલેન્સ અને સુંદરતા ને વધારે મહત્વ આપે છે. માતા પાર્વતી એ ભસ્મ ધારી, ગળા માં સાપ ની માળા પહેરેલા ભગવાન શિવ ને પસંદ કર્યું હતું. આવા માં એ સંદેશ મળે છે કે સારા ગૃહસ્થ જીવન માટે બંને વચ્ચે પ્રેમ અને સમર્પણ જરૂરી છે ના કે ધન અને સુંદરતા હોવી જોઈએ.

સમાનતા

પુરાણો ના પ્રમાણે ભગવાન શિવ એકમાત્ર એવા દેવતા છે જેમાં અડધું પુરુષ અને અડધું નારી નું રૂપ છે. જેના કારણે એમને અર્ધનારેશ્વર પણ કેહવા માં આવે છે. અમે અડધા પુરુષ અને અડધા સ્ત્રી ના રૂપ થી વ્યક્તિઓ ને આ સમજાવીએ કે પતિ અને પત્ની ભલે શરીર થી અલગ કેમ ના હોય પરંતુ મન થી બંને એક જ હોય છે તમે લોકો એ હંમેશા જોયું હશે કે પતિ અને પત્ની પોતાને મોટો દેખાડવા માટે લડાઈ ઝઘડા કરે છે. જો તમારા ઘર માં પણ આ પ્રકાર નું કંઈક થાય છે તો શિવજી થી તમારે એ શીખી લેવું જોઈએ પરણિત જોડા શરીર થી ભલે અલગ હોય છે પરંતુ એમના માં સમાનતા નો અધિકાર એક સમાન હોવો જરૂરી છે.

મુખ્ય વ્યક્તિ

તમે લોકો એ જોયું હશે કે પરિવાર ના મુખ્ય વ્યક્તિ ના વિચારો અલગ-અલગ હોય છે. પરંતુ આખા પરિવાર ને સાથે લઈને ચાલે છે. એવી જ રીતે ભગવાન શિવ પણ પોતાના પરિવાર ને એક સાથે રાખે છે ઉદાહરણ માટે ભગવાન શિવ ના ગળા માં સાપ ની માળા છે જે એમના પુત્ર ગણેશ ના વાહન ઉંદર નો શત્રુ હોય છે. તેમ છતાં પણ આ બંને ના વચ્ચે કોઈ ફેર નથી જોવા મળતું. એવી જ રીતે માતા ગૌરી નું વાહન સિંહ અને ભગવાન શિવ નું વાહન બળદ છે. એ પણ એકબીજા ના શત્રુ હોય છે પરંતુ આ બધા છતાં પણ મળી ને એક સાથે રહે છે. ભગવાન શિવ એવા ગૃહસ્થ દેવતા છે જે ખરાબ પરિસ્થિતિઓ માં પણ પોતાના પરિવાર ને સાથે લઇ ને ચાલે છે.

પ્રામાણિકતા

આ સંસાર માં દરેક છોકરી નું સપનું હોય છે કે એનો થવાવાળો જીવનસાથી એકદમ ભગવાન શિવ ની જેમ ભોળો અને એને પ્રેમ કરવાવાળો હોય જે એની બધી વાતો ને ધ્યાનપૂર્વક સાંભળે. ભગવાન શિવ પણ માતા પાર્વતી થી ઘણો પ્રેમ કરતા હતા. તમે આ વાત નો અંદાજો લગાવી શકો છો, જ્યારે માતા પાર્વતી ભગવાન શિવ ના થયેલા અપમાન થી દુઃખી થઈ ને સતી થઇ ગઇ હતી તો ભગવાન શિવે રૌદ્ર રૂપ ધારણ કરી ને દુનિયા નો વિનાશ કરવા નું શરૂ કરી દીધું હતું પરંતુ દેવતાઓ ના સમજાવવા ઉપર એ શાંત થયા હતા.

ઉપર ની જે વાતો અમે તમને ભગવાન શિવ ના વિશે બતાવી છે જો તમે આ બધી વાતો ને પોતાના જીવન માં અપનાવો તો તમારું વૈવાહિક જીવન ખુશીપૂર્વક વ્યતીત થશે. તમારે પોતાના જીવન માં કોઈપણ પ્રકાર ની સમસ્યા નો સામનો નહીં કરવો પડે. તમારા વૈવાહિક જીવન માં પ્રેમ જ પ્રેમ વરસશે.

Share This