માત્ર એક લસણ થી દૂર થાય છે આ 8 સમસ્યાઓ, નંબર 4 થી તો છે દરેક બીજો માણસ હેરાન

હેલ્થ ડેસ્ક :ઠંડી ની સિઝન આવવા ની છે. અને ઠંડી ની સિઝન માં શરદી,ખાસી અને કફ થવું સામાન્ય છે. આ સિઝન માં લસણ તમારા માટે એક સારી ઓષધી સાબિત થઈ શકે છે. આમ તો સામાન્ય રીતે લસણ નો ઉપયોગ શાક નો સ્વાદ વધારવા માં અથવા ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવા માં આવે છે. પરંતુ લસણ માં ઘણા એવા ઔષધીય ગુણ હોય છે, જેનાથી શરદી અને કફ મટી જાય છે. લસણ માં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ જેવી ઘણી ખૂબીઓ હોય છે. લસણ તો સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક બતાવવા માં આવે છે. તો આવો જાણીએ કે લસણ સ્વાસ્થ્ય સંબંધી કયા કયા ફાયદા આપે છે.


હ્રદય માટે ફાયદાકારક –લસણ શરીર માં બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. એનો ઉપયોગ હાઈ બીપી વાળા લોકો માટે ઘણુ ફાયદાકારક હોય છે. લસણ માં ઔષધીય ગુણ જોવા મળે છે જે શરીર માં સારો કોલેસ્ટ્રોલ લેવલ ને વધારે છે. હૃદય ના મરીજો એ રોજ લસણ ખાવું જોઈએ.

દાંત નો દુખાવો દૂર કરે –લસણ ને શેકી ને ખાવા થી દાંત ના દુખાવા માં આરામ મળે છે. જો દાંત માં દુખાવો અનુભવ થતો હોય તો લસણ ને દાંતો ની વચ્ચે રાખી લો આવુ કરવા થી ઘણો આરામ મળશે. આના સિવાય લસણ ને સેકી ને અથવા તો શાક ની સાથે પણ ઉપયોગ માં લઈ શકાય છે.

ગર્ભાવસ્થા માં ફાયદાકારક –ગર્ભાવસ્થા માં લસણ માતા અને શિશુ બંને માટે ફાયદાકારક હોય છે. એના થી ગર્ભ માં ઉછરી રહેલા શિશુ ના વજન માં વૃદ્ધિ થાય છે.


પેટ ને સ્વસ્થ રાખે –જો તમને કંઈ ખાધા પછી પાચન માં સમસ્યા થાય છે એટલે કે તમારી પાચન ક્રિયા યોગ્ય નથી રહેતી તો લસણ ની કળીઓ ને સેકી ને એનું સેવન કરો. એના થી ઘણાં ફાયદા મળશે. લસણ ના સેવન થી ઉલટી અથવા પેટ ના દુખાવા જેવી સમસ્યાઓ થી છૂટકારો મળી જાય છે.

શરદી ખાસી થી છુટકારો –જો તમે પણ બદલાતી સિઝન માં ખાંસી અથવા શરદી થી હેરાન છો તો લસણ ના ઉપયોગ થી તમે આ બીમારી થી છુટકારો મેળવી શકો છો. કાચા લસણ ને સેકી ને એને દસ-પંદર મિનિટ સુધી ચાવતા રહેવું. આના થી શરદી સારી થાય છે અને ઘણો આરામ મળશે. કારણકે લસણ ગરમ હોય છે એટલા માટે શરીર માં ગરમી લાવે છે અને શરીર ને ઠંડી થી પણ બચાવે છે.

કેન્સર થી બચાવ –લસણ ખાસ કરી ને બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થી બચાવે છે. એના ઉપયોગ થી શરીર માં કેન્સર ના સેલ ઉત્પન્ન નથી થતા. ચિકિત્સકો નું માનવું છે કે લસણ ના નિયમિત ઉપયોગ થી બ્લેડર અને પેટ જેવા કેન્સર ની સમસ્યા થી પણ બચી શકાય છે.


બ્લડ ક્લોટિંગ માટે ફાયદાકારક –જેમનું લોહી વધારે જાડું હોય છે એમના માટે પણ લસણ ઘણુ ફાયદાકારક છે. આ લોહી ના ગાઢાપણા ને દૂર કરે છે અને લોહી ને સાફ અને પાતળું કરે છે. લસણ શરીર માં લોહી ના પ્રવાહ ને યોગ્ય રીતે સંચાલિત કરે છે.

ત્વચા સંબંધિત બિમારીઓ માં ફાયદાકારક – લસણ નો ઉપયોગ કરવા થી ત્વચા સંબંધિત બીમારી માં ફાયદો મળે છે. એ ખીલ, ડાઘ ધબ્બા ને દૂર કરે છે.

Share This