એવું રહસ્યમય તાળુ જે ચાવી હોવા છતાં પણ નથી ખોલી શકાતું, જાપાન ના કારીગર પણ થયા હેરાન

દુનિયા માં ઘણી એવી રહસ્યમય વસ્તુઓ છે, જેના વિશે જાણી ને લોકો ઘણા હેરાન થાય છે. પરંતુ આજે અમે તમને એક ઘણી સાધારણ વસ્તુ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેના રહસ્ય ને કોઈ ઉકેલી નથી શક્યો. આ વસ્તુ દરેક વ્યક્તિ પોતાના ઘર ની સુરક્ષા માટે લગાવે છે. હા તો તમે બરાબર સમજી રહ્યા છો અમે વાત કરી રહ્યા છીએ, તાળા ની. પોતાના ઘર માં ચોરી થવા થી બચાવવા માટે લોકો તાળું લગાવે છે. બજાર માં ઘણા પ્રકાર ના તાળા મળે છે, જેને સરળતા થી ખોલી શકાતું નથી.


તાળાં ને યોગ્ય ચાવી વગર નથી ખોલી શકાતું. પરંતુ ઘણી વાર ચાવી ખોવાઈ જવા પર બીજી ચાવી બનાવડાવી પડે છે,જેનાથી તાળું ખોલી શકાય. પરંતુ આજે અમે તમને એક એવી રહસ્યમયી તાળાં ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે ચાવી હોવા છતાં પણ નથી ખુલતુ. આ તાળા ને આજ સુધી કોઈ નથી ખોલી શક્યું. મોટા મોટા કારીગરો એ પણ આ તાળાં ની આગળ હાર માની લીધી છે. આ તાળા ને ખોલવા ની ટેકનીક માત્ર એના માલિક બિહાર ના બેતિયાજિલ્લા માં રહેવાવાળા લાલબાબુ શર્મા જાણે છે.

78 વર્ષ પહેલા બન્યું હતું અદભુત તાળું :


તમને બતાવી દઈએ કે આ તાળું 78 વર્ષ જૂનું છે. લાલબાબુ જે આ તાળા ને ખોલે છે અને બંધ કરે છે. આ તાળુંએમને વારસા ના રૂપ માં એમના પિતા નારાયણ શર્મા થી મળ્યું હતું. નારાયણ શર્મા ની મૃત્યુ ના પછી આખી દુનિયા માં લાલબાબુ જ એક એવા વ્યક્તિ છે,જે આ તાળા ને ખોલવા નું અને બંધ કરવા નું જાણે છે. લાલબાબુ એ બતાવ્યું કે 1972 મા દિલ્હી ના પ્રગતિ મેદાન માં લાગેલા ઉદ્યોગ-વેપાર મેળા માં એ તાળા ને પ્રદર્શન માટે લઈ ગયા હતા. એ પ્રદર્શન માં ગોદરેજ જેવી કંપનીઓ પણ શામેલ હતી.

તાળાં એ પોતાની વિશેષતા ના કારણે બધા નું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ત્યારબાદ ગોદરેજ કંપની ના પ્રતિનિધિ એ તાળા ને ખરીદવા માટે અને એની ટેક્નિક ને જાણવા માટે એક લાખ રૂપિયા નું ઓફર પણ કર્યું. એ સમયે નારાયણ શર્મા એ ઓફર ની સાથે જ આ પ્રકાર ના તાળાં ના વેચાણ પર રોયલ્ટી માગી લીધી. નારાયણ શર્મા ની આ માગ ને કંપની એ માનવા થી ના પાડી દીધી. જાપાન ના પ્રતિનિધિઓ એ નારાયણ ને તાળા ની સાથે જાપાન બોલાવ્યું હતું,પરંતુ એ જવા માટે તૈયાર નહોતા થયા. આ તાળા ના નિર્માણ ની વાર્તા ઘણી જ રસપ્રદ છે.

બનારસ થી બોલાવ્યા હતા કારીગર :


કહેવા માં આવે છે કે બેતિયા ના અંતિમ રાજા રહસ્યમયી તાળા અને ઘડિયાળ ના ઘણા શોખીન હતા. લાલબાબુ ના પૂર્વજો એ બનારસ ના રામ નગર ના રાજા કન્નૌજથી લઈને આવ્યા હતા. જ્યારે બેતિયા ના મહારાજ ને આ વાત ની ખબર પડી કે બનારસ માં સારા તાળા બનાવવા વાળા કારીગર છે તેમણે એક કારીગર ને બનારસ થી મહારાજ ના આગ્રહ કરી ને બેતિયા બોલાવી લીધો. બેતિયા ના મહારાજ હોળી થી એક દિવસ પહેલા રાજ પરિસર માં અનોખી વસ્તુઓ નું પ્રદર્શન લગાવતા હતા. 1940 ના પ્રદર્શન વખતે કુરસૈલાસ્ટેટ ના કેટલાક કારીગર એ તાળું લઈ ને આવ્યા અને એને ખોલવા ની શરત મૂકી. નારાયણે તાળા ને સરળતા થી ખોલી દીધું.

ત્યારબાદ નારાયણે પોતાના બનાવેલા એક તાળા ને ખોલવા ની શરત એ કારીગરો ની સામે મૂકી. એ સમયે એ નક્કી કરવા માં આવ્યું કે આવતા વર્ષે થવાવાળા પ્રદર્શન માં તાળાં ને પ્રદર્શિત કરશે. ત્યારબાદ એમણે 4 રૂપિયા નું લોખંડ ખરીદી 8 મહિના ની મહેનત પછી આ રહસ્યમયી તાળા ને બનાવ્યું. જેનાથી રાજા ખુશ થઈ ને એમને એ સમયે ચાંદી ના 11 સિક્કા આપ્યા હતા. આ તાળા નું વજન લગભગ 5 કિલો છે. જ્યારે આ તાળું બન્યું હતું તો એમાં ચાવી લગાડવા ની જગ્યા દેખાતી ન હતી. પ્રગતિ મેદાન માં પ્રદર્શન ના સમયે કારીગરો એ ધારવાળા ઓજારો થી અને જબરજસ્તી ખોલવા ના પ્રયત્ન કર્યા હતા. આ કારણે તાળા ની ઉપર નું પરત તૂટી ગયું. જેના કારણે ચાવી લગાડવા ની જગ્યા તો દેખાવા લાગી, પરંતુ તાળું ન ખૂલી શક્યું. આ તાળાં ની વિશેષતા એ છે કે એ ચાવી હોવા છતાં પણ નથી ખૂલતું.

Share This