જાણો આખરે કેમ ટીવી ઉપર વારંવાર બતાવવામાં આવે છે સૂર્યવંશમ, કારણ છે ઘણું ચોંકાવવા વાળુ

ચેનલ ટ્યુન કરતી વખતે એક ફિલ્મ હંમેશા આપણને જોવા મળે છે, એનું નામ છે સૂર્યવંશમ,19 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે ટીવી પર ઘણી વાર ટેલીકાસ્ટ થવા નું રેકોર્ડ બનાવી લીધું છે. ફિલ્મ ના ઘણા પાત્ર જેવા કે હીરા ઠાકોર,રાધા, ગૌરી અને મેજર રણજીતલોકો થી લઈને બાળકો ના મોઢા ઉપર રહી ગયા છે. આ ફિલ્મ નું કદાચ જ કોઇ સીન અથવા ડાયલોગ હશે જે લોકોને મોઢે ના થયું હોય.

સોશિયલ મીડિયા પર જોક્સ

વારંવાર એક જ ફિલ્મ ટીવી પર બતાવવા ઉપર કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આના જોકેસ પણ બનાવે છે,જોકે હવે આ વાત સામે આવી ચૂકી છે,કે આખરે કેમ એક જ ફિલ્મ વારંવાર ટીવી પર બતાવવા માં આવે છે. શું ચેનલ વાળા ને નથી લાગતું કે એક જ ફિલ્મ વારંવાર જોઈ ને લોકો બોર થઈ જશે.

ચેનલ એ ખરીધ્યા ફિલ્મ ના 100 વર્ષ ના રાઇટ્સ

વારંવાર ફિલ્મ બતાવવા નું જે કારણ સામે આવી રહ્યું છે,એ આ હોઇ શકે છે કે,આ ફિલ્મ 21 મે 1999 એ રીલીઝ થઈ હતી,એજ વર્ષે મેક્સ ચેનલ ને પણ લોન્ચ કરવા માં આવ્યું હતું,એટ્લે કે ફિલ્મ અને ચેનલ બંને એક જ વર્ષ માં આવ્યા હતા. બીજું કારણ આ પણ છે કે જે ચેનલ પર આ ફિલ્મ બતાવવા માં આવે છે,એને આના 100 વર્ષ ના રાઇટ્સ ખરીદી ને રાખ્યા છે. આજ કારણ થી આ ફિલ્મ વારંવાર બતાવવા માં આવે છે. જાણકારી માટે બતાવી દઈએ કે ફિલ્મ માં અમિતાભ બચ્ચન એ પિતા અને પુત્ર નો ડબલ રોલ કર્યો હતો.

સૌથી વધારે ટેલિકાસ્ટ થવા વાળી ફિલ્મ

સૂર્યવંશમ ઇંડિયન મૂવી ચેનલ પર સૌથી વધારે ટેલિકાસ્ટ થવા વાળી ફિલ્મ છે. આ ફિલ્મ ને ગ્રામીણ વિસ્તાર માં ઘણું પસંદ કરવા માં આવે છે,ફિલ્મ ના 18 વર્ષ પૂરા થવા પર પોતે અમિતાભ બચ્ચન એ આ ફિલ્મ ના વખાણ કર્યા હતા. હમણાં જ આ ફિલ્મ એક ચેનલ પર ટેલિકાસ્ટ કરવા માં આવ્યું હતું.

હવે આ દુનિયા માં નથી ફિલ્મ ની લીડ એક્ટ્રેસ

આ ફિલ્મ ની મુખ્ય એક્ટ્રેસ સૌંદર્યા રઘુ હવે આ દુનિયા માં નથી. ફિલ્મ રીલીઝ થયા ને 5 વર્ષ પછી 17 એપ્રિલ 2004 માં બેંગલુરુ પાસે એક પ્લૅન ક્રેશ ના બનાવ માં એક્ટ્રેસ ની મૃત્યુ થઈ ગઈ હતી. સૌંદર્યા એ વર્ષ 1992 થી ફિલ્મ ગંધર્વા થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પગ મૂક્યો હતો. એમણે કન્નડ,તેલુગુ,તામિલ,મલયાલમ સહિત બોલિવૂડ ફિલ્મો માં પણ કામ કર્યું હતું.

પેહલી અને છેલ્લી બોલિવૂડ ફિલ્મ

તમને બતાવી દઈએ કે એક્ટ્રેસ સૌંદર્યા રઘુ એ પોતાના કરિયર માં લગભગ 100 થી પણ વધારે ફિલ્મો માં કામ કર્યું છે,એમણે સારા અભિનય માટે 6 સાઉથ ફિલ્મ ફેર એવોર્ડ થી પણ સન્માનીત કરવા માં આવ્યું. જોકે સૂર્યવંશમ એમના કરિયર ની પેહલી અને છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી,કેમકે આના પછી એ એક રાજનીતિક પાર્ટી માં જોડાઈ ગઈ હતી અને ફિલ્મ ની સાથે સાથે રાજનીતિ માં પણ જગ્યા બનાવવા ના પ્રયત્ન કરી રહી હતી.

Share This