ચાણક્ય નીતિ : આ વાતો ને ધ્યાન માં રાખવા થી વ્યક્તિ ને પોતાના જીવન માં ક્યારેય નહી થાય વિશ્વાસઘાત

તમે બધા એ આચાર્ય ચાણક્ય ની નીતિઓ ના વિશે તો વાંચ્યું જ હશે જેવી રીતે જૂના જમાના માં આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવા માં આવેલી નીતિઓ સફળ રહેતી હતી એ જ પ્રકારે કલિયુગ માં પણ આ બધી નીતિઓ સફળ સાબિત થઇ રહી છે. આજ થી લગભગ 2300 વર્ષ પહેલા જન્મેલા આચાર્ય ચાણક્ય ભારતીય રાજનીતિ અને અર્થશાસ્ત્ર ના પહેલા વિચારક માનવા માં આવે છે. પાટલીપુત્ર ના શક્તિશાળી નંદ વંશ ને ઉખાડી ને ફેંકયું અને એમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય ને એક રાજા ની રીતે સ્થાપિત કરવા માં આચાર્ય ચાણક્ય નું ઘણું મોટું યોગદાન રહ્યું છે.

આચાર્ય ચાણક્ય રાજનીતિ ના ચતુર ખેલાડી હતા. આચાર્ય ચાણક્ય એક એવા મહાન વ્યક્તિ હતા જેમણે પોતાની બુદ્ધિ અને ક્ષમતા ના કારણે ભારતીય ઇતિહાસ ધારા ને બદલી દીધું,મૌર્ય સામ્રાજ્ય ના સંસ્થાપક ચાણક્ય કુશળ રાજનીતિ,ચતુર કુટનીતિ, પ્રકાંડ અર્થશાસ્ત્રી ના રૂપ માં પ્રસિદ્ધ થયા,આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી ચાણક્ય ની નીતિઓ ના વિશે કેટલીક જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ નીતિઓ ને પોતાના જીવન માં અજમાવો છો તો તમને પોતાના જીવન માં ક્યારેય વિશ્વાસઘાત નહીં થાય.

આવો જાણીએ ચાણક્યનીતિ ની કઈ વાતો પોતાના જીવન માં અપનાવવી જોઈએ

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ એ જરૂર કરતાં વધારે પ્રામાણિક ન હોવું જોઈએ કારણકે સીધા વૃક્ષ ને તો સૌથી પહેલાં કાપવા માં આવે છે એટલા માટે ઘણા વધારે પ્રામાણિક વ્યક્તિ ને સૌથી વધારે મુશ્કેલી અને નુકસાન પહોચે છે.

આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓ મા આ વાત બતાવી છે કેદુષ્ટ પ્રવૃત્તિ ના માણસ ની મીઠી વાતો ઉપર વિશ્વાસ બિલકુલ પણ ન કરવો જોઇએ કારણ કે એ પોતાના મૂળ સ્વભાવ ને ક્યારેય પણ નથી છોડી શકતા. એવી જ રીતે દુષ્ટ પ્રવૃત્તિવાળા માણસો પોતાની ટેવો થી ઊંચા નથી આવતા જો તમે પણ એમની વાતો માં આવી જાઓ તો તમે પોતાના જીવન માં વિશ્વાસઘાત ખાઈ શકો છો.

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે જો કોઈ સાપ ઝેરીલો નથી તોપણ એ ફેણ કાઢવું નથી છોડતો એવી રીતે કમજોર વ્યક્તિઓ એ પણ દરેક સમયે પોતાની કમજોરી નો પ્રદર્શન ન કરવું જોઈએ,અને ના એણે પોતાના જીવન માં ક્યારે હાર માનવી જોઈએ,હંમેશા પોતાના જીવન માં પ્રયત્ન કરતા રહેવું જોઈએ એને પોતાના જીવન માં એક ને એક દિવસે સફળતા જરૂર મળશે.

જો તમે કોઈ કમજોર વ્યક્તિ થી દુશ્મની કરો છો તો એ સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે કારણ કે એવા વ્યક્તિ એ સમયે વાર કરે છે જેનું આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય.

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે દરેક મિત્રતા ની પાછળ કોઈને કોઈ સ્વાર્થ જરૂર છુપાયેલો હોય છે, દુનિયા માં કોઈ એવો મિત્ર નથી જેની પાછળ લોકો નો પોતાનો હિત ના છુપાયેલું હોય, આ જીવન નું સૌથી મોટું કડવું સત્ય છે.

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે જે રીતે દૂધ માં મેળવેલું પાણી પણ દૂધ બની જાય છે એવી જ રીતે ગુણી વ્યક્તિ નો આશ્રય મેળવી ને ગુણહીન વ્યક્તિ પણ ગુણી બની જાય છે એટલા માટે હંમેશા ગુણી વ્યક્તિ થી મિત્રતા કરવી જોઈએ, ગુણહીન વ્યક્તિ થી દૂર રહો.

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે જે સમય વીતી ગયો એ વીતી ગયો અને જો તમારા હાથ થી કોઈ ખોટું કામ થઈ ગયું છે તો એની ચિંતા ન કરવી જોઈએ હવે તમારે વર્તમાન સમય માં જીવી ને પોતાના ભવિષ્ય ને સુધારવું જોઈએ, આપણે વીતેલી વાતો થી ક્યારેય પસ્તાવું ન જોઈએ અને ન ભવિષ્ય ના વિશે ચિંતા હોવી જોઈએ. જે વ્યક્તિ વિવેક, માન અને બુદ્ધિમાન હોય છે એ માત્ર વર્તમાન માં જીવે છે.

આચાર્ય ચાણક્ય નું કહેવું છે કે ભલે કામ નાનું હોય કે મોટું, એકવાર હાથ માં લીધા પછી એને ક્યારેય છોડવું ન જોઈએ અને પોતાની લગન અને સામર્થ્ય થી કરવું જોઈએ જે પ્રકારેસિંહ પોતાના શિકાર ને નથી છોડતો એ જ રીતે તમે પોતાના હાથ માં લીધેલા કામ ને ન છોડો.

Share This