આ મંદિરો માં નથી થતી કોઇ ભગવાન ની પૂજા, આ લોકો ની મૂર્તિઓ છે સ્થાપિત

ભારત દેશ માં મંદિર અને પૂજાપાઠ નું ઘણું મહત્વ છે. આપણા દેશ માં જગ્યા એ જગ્યા એ તમને મંદિર અને ધાર્મિક સ્થળો મળશે. વ્રત કથા પૂજાપાઠ જેવી ઘણી વસ્તુ ઓ વિશેષ દિવસે થતી રહે છે. હિંદુઓ માં લગભગ 36 લાખ દેવી-દેવતાઓ છે. આવા માં તમને ઘણા પ્રકાર ના મંદિર મળી જશે. આજે અમે તમને એ મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ દેવી દેવતા અથવા ભગવાન ની નહીં પરંતુ મહાભારત ના પાત્રો ની પૂજા થાય છે. મહાભારત ના પાત્રો ના કોઈ દેવી-દેવતા હતા અને ના કોઈ ભગવાન, તો પણ ઘણી જગ્યા એ એમની પૂજા કરવા માં આવે છે.

શકુની મંદિર

મહાભારત નો સૌથી ચાલાક અને કપટી પાત્ર કોઈ હતું તો એ હતો દુર્યોધન નો મામા શકુની. શકુની પાંડવો થી ઘણો વેર રાખતો હતો અને ઈચ્છતો હતો કે સિંહાસન દુર્યોધન ને મળે. એના છલ ના કારણ થી ચૌસર ની રમત રમવા માં આવી અને દ્રોપદી નુ ચીરહરણ થયુ. જોકે આટલી કપટતા પછી પણ કેરલ ના કોલ્લમ જિલ્લા માં માયમકોટ્ટુ મલ્લમચારુવુંમા શકુની મંદિર છે જે પવિતત્રેશ્વરમ ના નામ થી પ્રસિદ્ધ છે. એની પાસે જ દુર્યોધન નું મંદિર છે.

કર્ણ નું મંદિર

મહાભારત ની વાર્તા માં જો કોઈ ની સાથે સૌથી વધારે અન્યાય થયો હોય તો એ કર્ણ હતા. કુંતી પુત્ર હોવા છતાં પણ એમને સૂતપુત્ર ના નામ થી ઓળખવા માં આવ્યું. દરેક જગ્યા એ એમની જાતિ ને લઈ ને મજાક બનાવવા માં આવ્યું. એ કોઈ પણ બાબત માં અર્જુન થી ઓછા ન હતા. જોકે કૌરવો નો સાથ આપવા ના કારણે એમને ખોટુ માનવા માં આવ્યું. દાનવીર કર્ણ નું મંદિર ઉત્તરાખંડ ના સારનોલ માં આવેલું છે. આ લાકડા થી બનેલું મંદિર છે જેમાં પાંડવો ના 6 નાના મંદિર પણ છે. મેરઠ માં પણ એક કર્ણ મંદિર છે.

દ્રોપદી નું મંદિર

મહાભારત ના યુદ્ધ થવાની પાછળ સૌથી મોટું કારણ બની હતી દ્રોપદી, જે પાંડવો ની પત્ની હતી. ચૌસર ની રમત માં યુધિષ્ઠિર જ્યારે દાવ માં પોતાની પત્ની ને હારી ગયા તો દુશાસન ઘણી ખરાબ રીતે દ્રોપદી ના ચીર હરણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ શ્રીકૃષ્ણ એ દ્રૌપદી ની લાજ બનાવી રાખી. દ્રોપદી ના આ મંદિર બેંગલુરુ માં આવેલું છે. આ મંદિર 800 વર્ષ જૂનું છે અને એનું નામ ધર્મરાય સ્વામી છે.

ભીષ્મમંદિર

ભીષ્મપિતામહ મહાભારત ની વાર્તા ના સૌથી જુના પાત્ર છે અને એમના થી જ મહાભારત ની વાર્તા ની શરૂઆત થઈ હતી. ભીષ્મપિતામહ નું મંદિર ઇલાહાબાદ જે હવે બદલાઈ ને પ્રયાગરાજથઈ ગયું છે ત્યાં આવેલું છે. અહીંયા બાણો ની શૈયા ઉપર ઊંઘેલા ભીષ્મ ની પ્રતિમા છે. એમણે આખુ યુદ્ધ બાણો ની શૈયા પર થી જોયું હતું. સાથે જ આ રૂપ માં જ એમણે કૃષ્ણ ના અવતાર ને જાણ્યું હતું.

યુધિષ્ઠિર નું મંદિર

પાંડવો માં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર ને  એમની સચ્ચાઈ અને ન્યાયપ્રિયતા માટે ઓળખવા માં આવે છે. જોકે યુધિષ્ઠિર ના કારણે જ દ્રોપદી દાવ પર લાગી હતી અને કૌરવો એ એમને અપમાનિત કર્યું હતું. યુધિષ્ઠિર નું મંદિર છત્તીસગઢ ના બસ્તર સંભાગ માં દક્ષિણ બસ્તર જિલ્લા મુખ્યાલય થી 72 કિલોમીટર દૂર તેલંગણા ની સીમા ઉપર પૂજારી કાંકેર નામ ના ગામ માં આવેલું છે. અહીંયા પાંચ પાંડવો નું મંદિર છે.

ગાંધારી મંદિર

કૌરવો ને જન્મ આપવા વાળી અને ધૃતરાષ્ટ્ર ની પત્ની સારી રીતે જોઈ શકતી હતી, પરંતુ પોતાના પતિ માટે એમણે આંખો પર પટ્ટી બાંધી લીધી હતી. દુર્યોધન નો જીવ બચાવવા માટે એમણે પોતાની આંખ ની પટ્ટી ખોલી લીધી હતી,પરંતુ કૃષ્ણ ની ચાલાકી ના કારણે દુર્યોધન ની સાથળ નો સ્થાન બચી ગયો હતો. આ જગ્યા ઉપર પ્રહાર કરી ને ભીમ એ દુર્યોધન નો અંત કર્યો હતો. માતા ગાંધારી નું મંદિર મૈસુર માં આવેલું છે.

Share This