માત્ર 80 રૂપિયા થી બનાવ્યો 800 કરોડ નો વેપાર, જાણો કઈ રીતે થયો આ ચમત્કાર

જો તમારો જન્મ 90 ના દશક માં થયો છે તો તમને યાદ હશે કે એ સમયે કોઈ કોઈ ની પાસે જ ટીવી રહેતું હતું. જો કોઈ ના ઘરે ટીવી છે તો એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું. ટીવી પર આવવા વાળી ફિલ્મ અને સીરીયલ ની વચ્ચે આવવા વાળી એડ માં એક એવી એડ પણ હતી જે ઘણી ચર્ચિત હતી. “કર્રમ કુર્રમ – કુર્રમ કર્રમ” જિંગલ ની સાથે લિજ્જત પાપડ ની એડ આવતી હતી. લિજ્જત પાપડ વિશે કોઈ ને બતાવવા ની જરૂર નથી. આ એક એવું પાપડ છે જેના વિશે દેશ નો દરેક વ્યક્તિ જાણે છે.


જે સમયે દેશ આર્થિક કટોકટી માં હતું, એ સમયે દેશ ની જનતા લિજ્જત પાપડ નો સ્વાદ ચાખી રહી હતી. આનો સ્વાદ દરેક ઘર સુધી પહોંચી રહ્યો હતો. જોતજોતાં માં આ નિર્જીવ પાપડ એક મોટી બ્રાન્ડ બની ગયું. ગુજરાતી માં લિજ્જત નો અર્થ સ્વાદ થાય છે. લિજ્જત પાપડ એ એક નવી કીર્તિ મેળવી છે. આજે અમે તમને બતાવીશું કે કઈ રીતે 80 રૂપિયા ની લોન લઈ ને શરૂ કરવા માં આવેલો આ બિઝનેસ આજે 800 કરોડ સુધી પહોંચી ગયો છે.

મહેનત અને કૌશલ્ય થી ચાલી પડી કંપની :

આની શરૂઆત થાય છે 1950 થી,જ્યારે ગુજરાત ની 7 સ્ત્રીઓ એ આ પાપડ બનાવવા નું કામ શરૂ કર્યું. પાપડ બનાવવા ઉપર સહમતી એટલા માટે થઈ, કારણકે આ સ્ત્રીઓ માત્ર એ જ કરવું જાણતી હતી. એમની પાસે સૌથી મોટી સમસ્યા એ હતી કે એમની પાસે બિઝનેસ ને ચલાવવા માટે પૈસા ન હતા. આ કારણ થી એમણે એક સામાજિક કાર્યકર્તા છગનલાલ કમરસી પારેખ થી 80 રૂપિયા ઉધાર લઈ ને કામ શરૂ કરવું પડ્યું. આ પૈસા થી પાપડ ને એક ઉદ્યોગ માં બદલવા માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માં આવી. મહેનત અને કૌશલ્ય ના કારણે કામ ચાલી પડ્યું અને કંપની ઊભી થઈ ગઈ.


15 માર્ચ 1959 એ ફેમસવેપારી ભૂલેશ્વરમુંબઈ ના એક ફેમસ બજાર માં આ પાપડ ને વેચવા લાગ્યા. એ સમયે સ્ત્રીઓ બે બ્રાન્ડ ના પાપડ બનાવતી હતી. એક પાપડ સસ્તા હતા અને બીજા થોડા મોંઘા હતા. એ સમયે છગનલાલ એ સ્ત્રીઓ ને સલાહ આપી કે એ પોતાની ગુણવત્તા ની સાથે સમાધાન ન કરે. સ્ત્રીઓ એ એમની વાત માની અને માત્ર ગુણવત્તા વાળા પાપડ બનાવવા ઉપર જ બધુ ધ્યાન આપ્યું. લિજ્જત એ સહકારી યોજના ની અંતર્ગત બિઝનેસ નો વિસ્તાર કરવા નું શરૂ કરી દીધું. જોતજોતા માં આ બિઝનેસ માં 25 છોકરીઓ કામ કરવા લાગી. પેહેલા વર્ષે કંપની એ 6196 રૂપિયા નો બિઝનેસ કર્યો.

43 હજાર સ્ત્રીઓ ને મળ્યું કામ :


ધીમે ધીમે લોકો ના પ્રચાર અને સમાચાર પત્ર માં લખાવા વાળા લેખ ના માધ્યમ થી એ ફેમસ થવા લાગ્યો. કામ નું અસર એવું હતું કે બીજા જ વર્ષે આ કંપની માં કુલ 300 સ્ત્રીઓ એ કામ કરવા નું શરૂ કરી દીધું. વર્ષ 1962 મા પાપડ નું નામ લિજ્જત અને સંગઠન નું નામ શ્રી મહિલા ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવા માં આવ્યું હતું. આજે બજાર માં આ બ્રાન્ડ ના પાપડ ની સાથે ઘણી બીજી વસ્તુઓ પણ છે. યાહૂ ની એક રિપોર્ટ ની માનીએ તો લિજ્જત પાપડ ના સફળ સહકારી રોજગાર એ લગભગ 43 હજાર સ્ત્રીઓ ને કામ આપ્યું છે.

Share This