Howzzat ! ભારતીય વ્હીલચેર ટીમ એ પાકિસ્તાન ને હરાવી દીધું

આ સમયે સંયુક્ત અરબ અમીરાત માં એશિયા કપ રમાઈ રહ્યું છે અને ક્રિકેટ ફેન એ આશા લગાવી ને બેઠા છે કે ભારત આ વખતે પણ કપ લઈ ને આવશે, પરંતુ ત્યાં જ ભારત ના નામે એક હજુ ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. સંયુક્ત અરબ અમીરાત મા ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની વ્હીલચેર ટીમ ની વચ્ચે T-20 ફ્રેન્ડશીપ કપ 2018 રમાઈ રહ્યું હતું. એમાં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાની વ્હીલચેર ટીમ ને માત આપી ને એક સારી શરૂઆત કરી દીધી છે.

ગયા મંગળવારે ભારત અને પાકિસ્તાન ની વચ્ચે અજમાન ના EGC મેદાન ઉપર રમવા માં આવેલા એક મેચ માં ભારતે પાકિસ્તાન ને 89 રન થી હરાવી દીધું. ભારતે પહેલા બેટિંગ કરી ને 20 ઓવર માં 7 વિકેટ ગુમાવી ને પાકિસ્તાન ને 181 રન નું લક્ષ્ય આપ્યું. ત્યાં જવાબ માં પાકિસ્તાન ની આખી ટીમ 16 ઓવર માં માત્ર 92 રન માં ઓલ આઉટ થઈ ગઈ. ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમ ની આ શાનદાર જીત થી રોહિત શર્મા ના નેતૃત્વ વાળી ટીમ ઈંડિયા ને પણ આત્મવિશ્વાસ મળ્યો છે.

https://platform.twitter.com/widgets.js

આ શાનદાર જીત ની સાથે ભારત સિરીઝ માં 1-0 થી આગળ છે. ત્રણ મેચ ની આ રમત માં બે રમત હજુ રમાશે. આ જ વર્ષે ઓક્ટોબર માં પેહલીવાર ‘વ્હીલચેર એશિયા કપ’ ભારત માં રમવા માં આવશે.

સોમજીત સિંહ ની કેપ્ટન ની વાળી ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમ એ તો શાનદાર રમત બતાવી ને પાકિસ્તાન ને માત આપી દીધી છે. હવે રોહિત શર્મા ની કેપ્ટન વાળી ટીમ ઇન્ડિયા નો વારો છે. તમને બતાવી દઈએ કે એશિયા કપ માં આજે રમાઇ રહેલા મેચ માં ભારત અને પાકિસ્તાન ની ટીમ 15 મહિના પછી એકબીજા ની સામસામે હશે.

આશા રાખીએ કે આ ટીમ પોતાના બીજા બંને મેચ જીતી ને પાકિસ્તાન ને 3-0 થી હરાવી ને ફ્રેન્ડશીપ કપજીતે.

Share This