બાળપણ નું ખેલ કૂદ, શિયાળા નો તડકો અને હોળી પર પાપડ બનાવવું, આ સારા પળ નું સાક્ષી છે ઘર નું ધાબુ

એક સમય હતો જ્યારે આપણું જમવા નું,રમવા નું,ઊંઘવા નું ઉઠવા નું બધુ જ ધાબા ઉપર થતું હતું. વરસાદ ના સમય માં ધાબા ઉપર ફરી ને પલળવું, હોળી ઉપર મમ્મી ની સાથે પાપડ બનાવવા. આ બધી વસ્તુઓ ઘણી યાદ આવે છે, ઘર ના ધાબા ની યાદ આવે છે. યાદ છે, શિયાળા માં કલાકો સુધી ધાબા ઉપર બેસી ને તડકો ખાવો,મિત્રો સાથે ગપ્પા લડાવતા હતા. આટલું નહિ,ઘણા પ્રેમ ની મુલાકાત પણ તો આ ધાબા એ જ કરાવી છે.

બાળપણ ના સુખ દુઃખ નું સાથી છે આ ધાબુ, પ્રેમ માં ઝઘડો થવા ઉપર આપણા ઘણા આંસુ જોયા છે આ ધાબા એ. ઘર માં ઘણા શુભ કામ ઘણીવાર તો આ ધાબા ઉપર જ થઈ ગઈ. ધાબા ઉપર જતા હતા કપડાં સુકાવવા માટે, પરંતુ લાગી જતા હતા પાડોશી ના ધાબા ઉપર મુકેલા અથાણા ને ખાવા માં. યાદ છે, કઈ રીતે સ્કૂલ છૂટ્યા પછી શેરી ના મિત્રો ને ભેગા કરી ને, ધાબા ઉપર ખો ખો અને બેટ બોલ રમતા હતા.

મેટ્રો સિટી માં જીવન સારું ચાલી રહ્યું છે, પરંતુ તો પણ મને ધાબા ઉપર વિતાવેલી એ ચાંદની રાતો અને તાજી હવા ઘણી યાદ આવે છે. રાત્રે એ ખુલ્લા આકાશ ની નીચે ઉંઘવું અને તારા ગણવા, પરંતુ ક્યારેય ગણતરી નો અંત ન થવો. સાથે યાદ આવે છે ગરમી ના વેકેશન માં ફોઈ અને માસી ના બાળકો ની સાથે ધાબા ઉપર ઢીંગલા ઢીંગલી ના લગ્ન કરાવવા અને જમવા નું બનાવવા નું. મારું શહેર અને મારું ધાબુ, આજે પણ મને બંને ની કમી નો અનુભવ થાય છે. મેટ્રો સીટી ના ફ્લૅટ માંતમને બધી સુખ-સુવિધા ઓ મળી જશે, બસ કમી છે તો ધાબા ની.

યાર . . . . સાચું કહું તો ધાબા વાળા દિવસો સાચી ખુશી અને આઝાદી ના દિવસો હતા. ખીચડી ના તહેવાર પર પતંગ ઉડાવવું,ગરમીઓ માં ધાબા ને ઠંડુ રાખવા માટે એના ઉપર પાણી છાંટવું અને પછી એ જ પાણી માં ઉઘાડા પગે છપ છપ કરવું, આ બધું કરવા માં કેટલી મજા આવતી હતી નહી?બસ એટલા માટે મને મારું ધાબુ ઘણું પસંદ હતું. આજે પણ નાના શહેરો માં ઘર ની સ્ત્રીઓ ધાબા ઉપર પાપડ અને અથાણું બનાવે છે. શિયાળા માં તડકા માં બેસી ને સ્વેટર બનાવે છે. હોળી વાળા દિવસે લોકો ધાબા ઉપર હોળી રમી એકબીજા ને રંગો થી રંગી દે છે.

મોટા શહેરો માં રહી ને ધાબા ની કમી હંમેશા રહે છે અને કદાચ ઉંમરભર રહેશે પણ. કોઈ પાછા આપી દે એ ધાબાવાળા સુંદર દિવસો !!!!

Share This