તમે પણ છો ફાટેલા હોંઠ થી હેરાન, તો જરૂર અજમાવો આ ઘરેલૂ ઉપાય

હોંઠ શરીર ના આકર્ષક અંગો માંથી એક છે. સુંદર હોંઠ ચહેરા ની સુંદરતા વધારે છે. આની સાથે તમારી પર્સનાલિટી પણ બનાવે છે. સારા હોંઠ તમને સુંદર અને લોકો ની સામે વધારે આત્મવિશ્વાસી બનાવે છે. પરંતુ ઘણા લોકો ને હંમેશા હોંઠ ફાટવા ની સમસ્યા રહે છે. હોંઠ ફાટવા થી તમારા ચહેરા ની સુંદરતા તો બગડે જ છે અને સાથે જમતી વખતે પણ સમસ્યા રહે છે. હોંઠ ચાટવા થી હોઠો માં જલન અને દુખાવા ની સમસ્યા રહે છે.

હોંઠ ફાટવા ની ફરિયાદ ઠંડી ની સિઝન માં હંમેશા સાંભળવા મળે છે. આના સિવાય હોંઠ, પેટ ની ગરમી અને ગરમ હવા એટલે કે લૂ વગેરે ના કારણે પણ ફાટી જાય છે. શરીર માં પાણી ની કમી હોવું અથવા તો પછી હોઠ ચાવવા જેવી ટેવો પણ હોઠ ફાટવા નું કારણ બને છે. તો આવો જાણીએ કે હોઠ ફાટવા ના કેટલાક કારણો વિશે આના સિવાય જાણીએ કે કઈ રીતે આ મુશ્કેલી થી બચી શકાય છે અને આના ઘરેલુ ઉપાય કયા કયા છે.

હોંઠ ફાટવા ના કારણો –

હોંઠ ને ચાવવું અથવા કતરવું-કડકતી ગરમી અથવા કકડતી ઠંડી માં હંમેશા હોંઠ સુકાવા ની સમસ્યા રહે છે. વારંવાર હોંઠ ને ભીનુ કરવા નું મન થાય છે. પરંતુ આવું વારંવાર કરવા થી હોઠ સુકાવા ની સમસ્યા હજુ વધી જાય છે. જેના થી હોંઠ માં એક સુકાયેલું પડ બની જાય છે. જેને ઘણા લોકો કાપી કાપી ને ઉખાડે છે. જેના થી હોંઠ ને નુકસાન થાય છે. આવી ટેવો હોંઠ માટે નુકસાનકારક થઇ શકે છે.

હોંઠ નો બચાવ ન કરવો –ઝડપી હવા અથવા કકડતા તડકા ના સંપર્ક માં આવવા થી હોઠ શુષ્ક થઈ જાય છે, જેના થી હોઠ ફાટવા ની સમસ્યા રહે છે. તો જો તમે હોઠ ફાટવા જેવી સમસ્યા થી પસાર થઇ રહ્યા છો તો હોંઠ નો બચાવ જરૂર કરો. હોંઠ ને બચાવવા માટે લિપસ્ટિકવગેરે નો પણ ઉપયોગ કરી શકો છો.

મોઢા થી શ્વાસ લેવું –મોઢા થી શ્વાસ લેવા ની સમસ્યા હંમેશા શરદી ના સમયે રહે છે. કારણ કે આ સમયે નાક બંધ થઈ જાય છે. એ પણ હોઠ ફાટવા નું એક કારણ હોઇ શકે છે.

ફાટેલા હોઠ માટે ઘરેલુ ઉપાય –

યોગ્ય માત્રા માં પાણી પીવું –હોંઠ ને ફાટવા થી બચાવવા માટે હોઠ માં ભીનાશ રાખવી જરૂરી છે. એના માટે ભરપૂર માત્રા માં તરલ પદાર્થો નો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી ફાટેલા હોઠો થી બચી શકાય છે.

નાભિ માં તેલ લગાવો-  સાંભળી ને આશ્ચર્ય થઇ રહ્યું હશે પરંતુ એ સાચું છે નાભિ માં તેલ લગાવવા થી પણ ક્યારેય પણ હોઠ ફાટવા ની ફરિયાદ નથી રહેતી.

હોંઠ માં ઘી લગાવવું –જો તમે ફાટેલા હોઠ થી હેરાન છો તો ઘી ને પોતાના હોંઠ માં લગાવો એનાથી આ મુશ્કેલી દૂર થશે. આના સિવાય માખણ માં મીઠું નાખી ને હોઠ પર લગાવવા થી પણ ફાટેલા હોંઠ થી છુટકારો મેળવી શકાય છે.

ખાંડ લગાવો –ખાંડ માં ગ્લાયકોલિક અને આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે. જેના કારણે ભીનાશ રહે છે. બ્રાઉન અને વ્હાઇટ બંને સુગર થી હોઠ ને સ્ક્રબ કરો. તમારી પ્રોબ્લેમ ગાયબ થઈ જશે.

ગ્રીન ટી –ગ્રીન ટી માં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. એને પાણી માં ડિપ કરી ને હોઠ પર થોડાક ટાઈમ સુધી રહેવા દો. આના થી જલ્દી તમારા હોઠ સારા થઈ જશે.

લીંબુ અને મધ નુ પેસ્ટ –  આ પેસ્ટ હોઠ થી રુક્ષતા ને દૂર કરે છે. એક ચમચી લીંબુ અને મધ ને મિક્સ કરો આ પેસ્ટ ને હોઠો ઉપર મસાજ કરો આના થી ફાટેલા હોંઠ ની સમસ્યા દૂર થઈ જશે.

ગુલાબ જલ –ફાટેલા હોંઠ ની સમસ્યા ને દૂર કરવા માટે ગુલાબ જળ ને થોડીવાર સુધી હોઠ પર લગાવો અને પછી હૂંફાળા પાણી થી ધોઈ લો. થોડાક જ દિવસો માં ફરક દેખાશે.

Share This