પગ માં દુખાવો અથવા ખેંચાણ થી છો હેરાન તો અજમાવો આ 6 ઘરેલૂ ઉપાય, જાણો કઈ રીતે કરી શકો છો બચાવ

પગ માં દુખાવો અથવા તો ખેંચાણ હોવું એક સામાન્ય સમસ્યા છે. આનો સૌથી મોટું કારણ છે મસલ્સને આરામ ન મળવું. વ્યસ્ત અને ભાગદોડ ભર્યા જીવન માં આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આ ઘણી સામાન્ય સમસ્યા છે. આ આંગળીઓ,એડીઓ, ઘુટણ સાથે ક્યાંય પણ થઈ શકે છે. બતાવવા માં આવે છે કે કેટલાક ઘરેલુ ઉપચાર પગ ની સંભાળ કરવા માં ઘણા ફાયદાકારક હોય છે. અવારનવાર કેટલાક લોકો ને પગ માં દુખાવો થતાં જ પેઇનકિલર નો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક લોકો ઘરેલુ ઉપચાર પણ પગ ના દુખાવા માટે ઘણાં મદદગાર થઈ શકે છે. તો આવો જાણીએ આવા જ કેટલાક ઘરેલુ ઉપાયો ના વિશે જે તમારા પગ ના દુખાવા ના સમયે ઘણી રાહત આપશે.

મસલ્સ ના થાક ના ઘણાં કારણ હોઇ શકે છે. જેમ કે વધારે વોક કરવું,એક્સસાઈઝકરવું, કામ નો વધારે ભાર, ઘુટણ,હિપ્સઅને પગ માં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન ન થવું વગેરે. આના સિવાય ખાવા-પીવા માં બેદરકારી પણ પગ ના દુખાવા નું કારણ બને છે. જેમાં પાણી ઓછું પીવું, યોગ્ય ડાયેટ ન લેવું,કેલ્શિયમ પોટેશિયમ અને મિનરલ્સયોગ્ય માત્રા માં શરીર ને ન મળવું અને વિટામિન માં કમી ના કારણે પણ પગ માં દુખાવા ની ફરિયાદ રહે છે. આવો જાણીએ આના ઉપચાર.

સિંધવ મીઠું –સિંધવ મીઠું ઘર માં આવેલી એક દવા છે. જે પગ ના દુખાવા થી તમને રાહત આપી શકે છે. પાણી માં થોડું સિંધવ મીઠું નાખી ને પોતાના પગ ને મૂકો. આના થી તમારું બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને પગ ના દુખાવા થી રાહત મળશે.

ગરમ અને ઠંડા પાણી –ગરમ અને ઠંડા પાણી થી સેક કરો. આના થી તમારા પગ ના દુખાવા માં રાહત મળશે. ગરમ પાણી રુધિર પરિભ્રમણ ને યોગ્ય રીતે કરવા માં મદદ કરે છે. ઠંડુ પાણી તમારા પગ ના સોજા ને ઓછું કરવા માં મદદ કરે છે.

રાઈ –રાઇ ના ઉપયોગ થી રુધિર પરિભ્રમણ માં સુધારો થાય છે અને શરીર થી વિષેલા તરલ પદાર્થો ને દૂર કરવા માં મદદ કરે છે. રાઈ નો ઉપયોગ પગ ના દુખાવા ને ઓછું કરવા માં અને સોજા ને ઘટાડવા માં પણ કરી શકાય છે. રાઇ ના દાણા લો અને પછી ગરમ પાણી માં એને નાખો અને પોતાના પગ ને લગભગ 20 મિનિટ સુધી એના ઉપર ડુબાડી ને રાખો. પગ ના દુખાવા થી રાહત મળશે.

લવિંગ નું તેલ –લવિંગ નું તેલ માથા નો દુખાવો, સાંધા નો દુખાવો, નેલ ફંગસઅને પગ ના દુખાવા ને દૂર કરવા નો એક અદભુત તેલ છે. પગ ના દુખાવા થી તરત રાહત મેળવવા માટે લવિંગ નાં તેલ ને ધીમે ધીમે માલિશ કરો કારણકે મસાજ થી રક્ત નું પરિભ્રમણ ઉત્તેજિત થાય છે.

કેળાંકેળું એક એવું ફળ છે જે આપણા શરીર માં પોટેશિયમ ના લેવલ ને વધારે છે. જો તમે દરરોજ એક કેળુ ખાઓ છો તો એનાથી આપણી બોડી માં કેલ્શિયમ અને પોટેશિયમ ની માત્રા વધે છે. સાંધા માં દુખાવો અથવા પગ માં દુખાવા ની સમસ્યા કેલ્શિયમ અને પોટેશિયમ ની કમી ના કારણે થઈ શકે છે.

હળદર –હળદર એક આયુર્વેદિક ઔષધી છે તમને દરેક દુખાવા થી દૂર રાખે છે. એટલા માટે તમારે હળદર નું એક પેસ્ટ બનાવી ને પોતાના પગ પર લગાવવું જોઇએ. જો આને અઠવાડિયા માં બે થી ત્રણ વાર પણ લગાવો છો તો આનાથી તમારા પગ ના બધા દુખાવા અને ખેંચાણ દૂર થઈ જશે.

બચાવ –

પગ માં દુખાવા થી બચાવ માટે નિયમિત એક્સરસાઇઝ કરો, વાર્મ અપ કરો અને પોતાના શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રાખો, શરીર માં પાણી ની કમી ના થવા દો.

Share This