મૂવી રિવ્યૂઃ ગોલ્ડ

રેટિંગ: 3.5/5

સ્ટાર કાસ્ટ: અક્ષય કુમાર, મૌની રોય, વિનીત કુમાર, કૃણાલ કપૂર, અમિત સાધ, કિયારા અડવાણી

ડિરેક્ટર: રીમા કાગતી

ડ્યૂરેશન: 2 કલાક 22 મિનિટ

ફિલ્મનો પ્રકાર: ડ્રામા, સ્પોર્ટ

ભાષા: હિંદી

આ ફિલ્મ નો આધાર છે ઐતિહાસિક ઘટના:

પોતાના દેશ ના ઝંડાને કોઈ પણ રમત માં લેહરાવો અને એ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર એ ખુબ જ ગર્વ ની વાત છે. અને પાછી આ ઘટના જો 1948ના ઓલમ્પિક લંડન ની હોય તો આ ભાવના વધારે મજબૂત થઇ જાય. 1936થી 1948 સુધી રમત નું જે વર્ચસ્વ હતું એ માત્ર ચાન્સ ની વાત નહોતી એજ ભારતે સાબિત કરવાનું છે. આ ઘટના એટલે ઐતિહાસિક છે કારણ કે આઝાદી ના એક વર્ષ પછી ભારતીય હોકી ટિમ મેદાન ઉપર ઉતરી હતી.

શું છે એવું સ્ટોરી માં?

ગોલ્ડ મુવી માં જે ટિમ છે, તે ખુબ જ જોશ થી ભરેલી બતાવી છે. આ ટીમે અંગ્રેજો ની 200 વર્ષ ની ગુલામી ની સામે આપણા દેશ નો ઝંડો ઊંચો કર્યો હતો.ગોલ્ડ ની વાર્તા 1936થી શરુ થાય છે જયારે ભારતીય હોકી ટીમે ઓલમ્પિક્સ માં ત્રીજી વાર ગોલ્ડ જીત્યો હતો અને એ બર્લિન માં યોજાઈ હતી. પરંતુ આ ટિમ ત્યારે બ્રિટિશ ઇન્ડિયા ટિમ તરીકે ઓળખાતી હતી. ત્યારેજ ટિમ ના એક જુનિયર મેનેજરે આઝાદ ભારતની ટિમ ને ગોલ્ડ મેડલ આપવાનો પ્રણ લીધો હતો. એનું સપનું 1948માં અંગ્રેજ ની જમીન પાર ઇન્ડિયા નો ધ્વજ લેહરાવનું હતું

કેવી છે કલાકારો ની એક્ટિંગ

ઊંડો મીનિંગ ધરાવતી આ ફિલ્મ ને રીમા કાગતીએ આ વાર્તા ને મનોરંજક તરીકે બતાવી છે. આ મુવી આપણ ને ઇતિહાસ માં લઇ જાય છે પરંતુ તેની વાત ઘણી ઓછી થઇ છે. દરેજ એક્ટર્સ નો અભિનય સરાહનીય છે. ધોતી પહેરીને અક્ષયે ખુબ મનોરંજન કરાવ્યું છે. અક્કીએ ઈમોશનલ એક્ટિંગ પણ સરસ કરી છે. હોકી પ્લેયર અને પછી કોચ તકરીકે કુણાલ કપૂરે પણ ખુબ સરસ એક્ટિંગ કરી છે. વિનીત કુમાર અને અમિત સાધ નું કામ પણ સરાહનીય છે. સની કૌશલે પણ એક ગુસ્સા વાળા પ્લેયર તરીકે સરસ રોલ ભજવ્યો છે.

જબરદસ્ત પિરિયડ મુવી

મૌની રોય નો બંગાળી પત્ની તરીકે નો રોલ નેનો છે પણ ખુબ સુંદરતા ની નિભાવ્યો છે. ફક્ત હોકી ઉપર બનેલી નથી ‘ગોલ્ડ’ પરંતુ એક આ એક પિરિયડ ફિલ્મ છે. આ ફિલ્મ એ સમય ની આપણી સામે જીવંત કરે છે જે આપણે પેહલાથી જ ભૂલી ચુક્યા છે. વિભાજન ની કરુણ ઘટના ને પણ દર્શાવે છે આ ફિલ્મ. ઈમોશન તરીકે આ ફિલ્મ ખુબ મજબૂત છે કેમ કે ઘણા લોકો આમ પોતાના વ્યક્તિગત વિરોદ અલગ રાખીને પોતાના દેશ માટે જીત નો પ્રયાસ કરે છે. આઝાદી પછી ની આ પ્રથમ રમત હતી જેના લીધે ભારતીય ટિમ ને ભારતની સાથે સાથે પાકિસ્તાન ની ટિમ પણ ચીયર કરતી જોવા મળે છે.

સંગીત અને સિનેમેટોગ્રાફી

પ્રોડક્શન ડિઝાઈન અને કોસ્ચ્યૂમે તે જમાનાને દર્શાવવામાં મહત્વનો રોલ કર્યો છે. સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર ટેક્નીક અને ગુણવત્તા મામલે શાનદાર છે. ફિલ્મમાં થતી હોકી મેચ થ્રિલિંગ છે. મેચનો અંત જાણતા હોવા છતાં તમે રોમાંચમાં તણાઈ જશો. ભારતીય ટીમ માટે તમને ચિયર કરવાનું પળે પળે મન થશે. ફિલ્મમાં ‘ચઢ ગઈ’ અને ‘નૈનો ને બાંધી’ ગીતોની જરુર નહોતી.

Share This