સાંજ ઢળતાં જ ધનબાદ નગર નિગમ માં ફરવા લાગે છે ભૂતડી, રાત્રે આવે છે છમ-છમ ની અવાજ

આ દુનિયા માં કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેમના અસ્તિત્વ ને લઈને હંમેશા સવાલ ઊઠતો રહે છે. કેટલાક લોકો એના હોવાની વાત કરે છે તો કેટલાક લોકો એને કલ્પના માત્ર કહે છે. તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. હા તો અમે વાત કરી રહ્યા છીએ ભૂત પ્રેત, ચુડેલ ની. હંમેશા આમનું નામ સાંભળતા જ લોકો નિસાસો ખાઈ જાય છે. ઘણા લોકો તો ભૂત-પ્રેત અથવા આત્મા નું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે અને ઉઠી ને ક્યાંક બીજે ચાલ્યા જાય છે.

ભૂત પ્રેત હંમેશા થી જ લોકો માટે એક કુતૂહલ નો વિષય રહ્યા છે. કેટલાક લોકો એના વિશે વધારે માં વધારે જાણવા નો પ્રયત્ન કરે છે, ત્યાં જ કેટલાક લોકો ભૂત-પ્રેત ના વિશે જેટલું થઈ શકે એટલી ઓછી વાતો કરે છે. કેટલાક લોકો ની ભૂત-પ્રેત અથવા ચુડેલ થી એટલી બીક લાગે છે કે રાત્રે ક્યાંક નીકળવા માં પણ ડરે છે. હંમેશા કહેવા માં આવે છે કે આ નકારાત્મક શક્તિઓ રાત ના સમયે વધારે પ્રભાવી રહે છે. એટલા માટે જે લોકો ભૂત અને આત્મા ઉપર વિશ્વાસ કરે છે એ લોકો રાત ના સમયે જલદી બહાર નથી નીકળતા.

સરકારી બિલ્ડિંગ ઉપર કબજો જમાવી લીધો છે ભૂત એ:

હંમેશા દરેક ક્ષેત્ર માં કેટલીક એવી જગ્યાઓ હોય છે, જેના વિશે ઘણા પ્રકાર ની વાત ફેમસ રહે છે. ભારત માં આવા પ્રકાર ની જગ્યાઓ ની કોઈ કમી નથી જ્યાં ભૂત રહેતા હોય. પહેલાં તો ભૂત સૂમસાન જગ્યા ઉપર જ પોતાનું ઘર બનાવતા હતા, પરંતુ હવે ભૂત સરકારી બિલ્ડિંગ ને પણ નથી છોડી રહ્યા. હા તો આજે અમે તમને એક એવી જ ઘટના ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભૂત એ સરકારી બિલ્ડિંગ પર કબજો જમાવી લીધો છે અને રાત ના સમયે લોકો ને ડરાવે છે.

સ્ત્રી નો પડછાયો હાથ માં લીધી છે આગ :

અમે વાત કરી રહ્યા છીએ ધનબાદ નગર નિગમની,જ્યાં ના કર્મચારીઓ આ દિવસો માં ઘણા ડરી ને જીવી રહ્યા છે. કર્મચારીઓ નું કહેવું છે કે નિગમ કાર્યાલય માં ભૂતડી નો પડછાયો છે. ભૂતડી સાંજ થતાં જ અહીંયા ફરવા લાગે છે. ભૂતડી થી છુટકારો મેળવવા માટે નિગમ કાર્યાલય માં મહામૃત્યુંજય યજ્ઞ કરાવવા માં આવ્યો. જાણકારી ના પ્રમાણે નિગમ કાર્યાલય નો એક ફોટો આ દિવસો માં ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સીડી ઉપર એક પડછાયો દેખાઈ રહ્યો છે. પડછાયા માં એક સ્ત્રી છે જેના હાથ માં આગ જેવું કંઈક દેખાઈ રહ્યું છે. લોકો ના પ્રમાણે આ એક મૃત સ્ત્રી ની આત્મા છે, જે સાંજ થતા જ અહિયા ભટકવા લાગે છે.

ભૂત નહિ પરંતુ આ છે દેવી શક્તિ :

કર્મચારીઓ નું કહેવું છે કે રાત થતાં જ રૂમ માંથી અજીબો ગરીબ અવાજ આવવા લાગે છે. ધનબાદના મેયર આને દેવી શક્તિ બતાવી રહ્યા છે. એમનું કહેવું છે કે આ દેવી શક્તિ ના કારણે જ આજે એ મેયર છે. આ શક્તિ નગર નિગમ માં કામ કરવા માટે પ્રેરિત કરી રહી છે. ભૂતડી ની વાત ને એમણે અફવા કીધી છે. નિગમ ની દેખરેખ કરવાવાળા ગાર્ડ નું કહેવું છે કે સાંજ થતાં જ ભૂતડી ફરવા લાગે છે અને રાત્રે છમછમ ની અવાજો પણ આવે છે. અવાજ દર પાંચ મિનિટ પર સંભળાય છે. આજ કારણે કાર્યાલય થી ભૂત ને ભગાડવા માટે રુદ્રાભિષેક યજ્ઞ પણ કરવા માં આવ્યું હતું. નગર આયુક્ત નું કહેવું છે કે એ ભૂતો માં વિશ્વાસ નથી કરતા, પરંતુ કર્મચારીઓ ના કહેવા ઉપર યજ્ઞ કરાવવા માં આવ્યું હતું.

Share This