સૌમ્યતા ની અદભુત મિશાલ, એક જ મંડપ ની નીચે આવી ગણેશ પ્રતિમા અને મોહરમ તાજીયા

વિવિધતા ના પ્રતિક ભારત માં એમ તો ઘણા પર્વ અને તહેવારો મનાવવા માં આવે છે. પરંતુ મુખ્ય રીતે બે સમુદાય (હિન્દુ અને મુસ્લિમ) ના તહેવારો અહીંયા વધારે જોવા મળે છે. આ દિવસો માં ગણેશ ચતુર્થી અને મોહરમ ને ધ્યાન માં રાખી ને દેશભર માં પોલીસ તેમજ પ્રશાસન ને સતર્ક રહેવા નો નિર્દેશ આપવા માં આવ્યો હતો. જ્યાં એક બાજુ દેશભર માં અધિકારીઓ ને સુરક્ષા વ્યવસ્થા માં ખાસ ધ્યાન રાખવા ની સલાહ આપવા માં આવી હતી તો ત્યાં જ મહારાષ્ટ્ર નું એક ગામ એવું પણ છે જે ભાઈચારા અને સૌમ્યતા ની એક નવી મિશાલ સ્થાપિત કરી રહ્યું છે.

મહારાષ્ટ્ર નું યવતમાલ ગામ એક સમયે સાંપ્રદાયિક હિંસા નો આરોપ સહન કરી ચૂક્યો છે. પરંતુ આ દિવસો માં આ ગામ એક અવિશ્વસનીય દ્રશ્ય નું સબૂત બન્યું છે. અહીંયા એકજ છત ની નીચે ગણેશ મંડપ અને તાજીયા મૂકી ને સાંપ્રદાયિક સૌમ્યતા ની મિશાલ કાયમ કરવા માં આવી છે. ગણેશ ઉત્સવ અને મોહરમ એક સાથે આવવા ના કારણે આ ગામ એ સાંપ્રદાયિક સૌમ્યતા નો એક સુંદર ઉદાહરણ દર્શાવ્યું છે.

ઉમરખેડતહસીલ ના બિદુલ ગામ માં હિન્દુ અને મુસલમાન આ દિવસો માં એક સાથે પૂજા અને નમાજ કરી રહ્યા છે. પાછલા ઘણા વર્ષો થી આ ક્ષેત્ર માં હિન્દુ અને મુસલમાનો ના તહેવારો વખતે હિંસા થઈ જતી હતી, જેને જોતા આ વખતે પ્રશાસને બંને સમુદાય ને નજીક લાવવા માટે પહેલ કરી છે.

બતાવવા માં આવી રહ્યું છે તે પાછલા વર્ષે થયેલી સાંપ્રદાયિક હિંસા ને જોતા બંને સમુદાય ને નજીક લાવવા માટે પોલીસ અધિક્ષક મેઘનાથન રાજકુમાર એ પહેલ કરી છે. વાસ્તવ માં,પોલીસ અધિક્ષક રાજકુમાર એ ઉમરખેડના પોલિસ સ્ટેશન ઉપરી હનુમંત ગાયકવાડ ને કીધું હતું કે એ 8 સપ્ટેમ્બર એ ગ્રામ પંચાયત માં બધા ગ્રામીણો ની બેઠક બોલાવે. બેઠક માં પોલીસ એ ગામ ના લોકો ને બંને તહેવાર સાથે મળી ને મનાવવા ની વાત મૂકી, જેનો ગામ ના લોકો એ સ્વાગત કર્યું, ત્યારબાદ ગામ ના નલસાહેબ દેવસ્થાન મંદિર માં ભગવાન ગણેશ ની પ્રતિમા અને તાજીયા નું મંડપ એક સાથે બનાવવા માં આવ્યું.

Share This