શરદી ખાંસી થી તરત મેળવો રાહત, અજમાવો આ 5 ઘરેલુ ઉપાય

વધારે પડતું સિઝન માં પરિવર્તન થવા થી આપણું શરીર જલ્દી થી સિઝન ના પ્રભાવ ને ઝેલી નથી શકતું,જેના કારણે શરદી ખાંસી થવું એ સામાન્ય બાબત છે જો આપણ ને શરદી-ખાંસી ની સમસ્યા સતત રહેતી હોયતો આના કારણે થી એ ગંભીર રૂપ લઈ શકે છે. એમ જોવા જઇએ તો શરદી ખાંસી નું થવું સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમને લાંબા સમય સુધી આ પ્રકાર ની મુશ્કેલી છે તો તમને મોટી મુશ્કેલી ઝેલવી પડે છે. બજાર માં મળતી દવાઓ લેવા છતાં પણ ઘણીવાર શરદી-ખાંસી થી જલ્દી છુટકારો નથી મળતો. જો તમે આની જગ્યા એ કેટલાક ઘરેલુ ઉપાય અજમાવશો તો એના થી તમને ઘણો લાભ મળશે અને તમારું શરીર અંદર થી મજબૂત બનશે તમને શરદી ખાંસી ની સમસ્યા થી હંમેશા માટે રાહત મળી શકે છે.

આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી એવા કેટલાક રામબાણ દેશી ઘરેલુ ઉપાય બતાવવા ના છીએ જેને અજમાવી ને તમે આ બધી સમસ્યાઓ થી રાહત મેળવી શકો છો. આ આયુર્વેદિક ઈલાજ ઘણા પ્રભાવશાળી છે અને એનો ઉપયોગ કરવા થી તમે પોતાની સમસ્યાઓ ને જડ થી અંત લાવી શકો છો.

આવો જાણીએ શરદી ખાંસી નો અંત લાવવા નો ઘરેલુ ઉપાય

હળદર

જો તમે શરદી-ખાંસી ની સમસ્યા થી રાહત મેળવવા માંગો છો તો ગરમ પાણી અથવા ગરમ દૂધ માં 1 ચમચી હળદર નાખી ને પીવો. તેના થી શરદી ખાંસી માં ઝડપ થી ફાયદો થશે અને આ ઉપાય ન માત્ર બાળકો માટે પરંતુ મોટા લોકો માટે પણ કારગર સાબિત થયું છે. હળદર એન્ટિબેક્ટેરિયલ હોય છે જે શરદી ખાંસી થી લડવા માં આપણી મદદ કરે છે.

આદુ

તમે આદુ નો ઉપયોગ કરી ને પણ શરદી ખાંસી થી છુટકારો મેળવી શકો છો. આમ જોવા જઈએ તો આદુ ના ઘણા ફાયદા હોય છે પરંતુ આદુ વાળી ચા શરદી ખાંસી માં ઘણી રાહત આપે છે. શરદી ખાંસી અથવા તો પછી ફ્લૂ ની સમસ્યા માં તમે આદુ ને ઝીણો ઝીણો કાપી લો અને એમાં એક કપ પાણી અથવા દૂધ મેળવી લો એને થોડીક વાર સુધી ઉકાળ્યા પછી એને પી લો. જો તમે આ ઉપાય કરો છો તો તમને શરદી ખાંસી માં ઝડપ થી રાહત મળશે.

લીંબુ અને મધ

જો તમે લીંબુ અને મધ નો ઉપયોગ કરશો તો શરદી ખાંસી માં ઘણો ફાયદો મળે છે. આના માટે તમે બે ચમચી મધ માં 1 ચમચી લીંબુ નો રસ એક ગ્લાસ હુંફાળા પાણી માં મિક્સ કરી ને પીવો આવું કરવા થી તમને ઘણો લાભ મળશે.

લસણ

લસણ નો ઉપયોગ કરી ને તમે શરદી-ખાંસી ની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો. આ શરદી-ખાંસી થી લડવા માં ઘણી મદદ કરે છે. લસણ માં એલિસિન નામ નું તત્વ જોવા મળે છે જેએન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી-ફંગલ હોય છે. તમે લસણ ની પાંચ કળીઓ ને ઘી માં શેકી ને ખાઓ. આવું તમે દિવસ માં બે વાર કરો, આના થી તમને શરદી-ખાંસી માં જલ્દી રાહત મળશે. આ શરદી ખાંસી ના ઇન્ફેક્શન ને ઝડપ થી દૂર કરે છે.

તુલસી અને આદુ

જો તમે તુલસી અને આદુ નો ઉપયોગ કરો છો તો એ શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ માનવા માં આવ્યું છે. એના ઉપયોગ થી તમે શરદી ખાંસી થી તરત રાહત મેળવી શકો છો. આના માટે તમે એક કપ ગરમ પાણી માં  તુલસી ના 5-7 પાંદડા નાખો અને એમાં આદુ ના એક ટુકડા ને પણ નાખી દો. થોડીવાર ઉકાળ્યા પછી એનો કાળો બનાવો, જ્યાં સુધી આ પાણી અડધું ન થઈ જાય. પછી એને ધીમે ધીમે પીવો આના થી તમને શરદી ખાંસી માં તરત રાહત મળશે.

Share This