ફેલ થઇ નોટબંદી? બેંકો માં આવી ગઈ 99% થી પણ વધારે જૂની નોટો।

મોદી સરકારે 8 નવેંબર, 2016 એ 500 અને 1000 રૂપિયા ની જૂની નોટો બંધ કરવાનું એલાન કર્યું હતું।

ભારતીય રિઝર્વ બેન્ક એ જણાવ્યું કે નોટબંદી વખતે બંધ થઇ ગયેલ લગભગ બધી જૂની નોટો પાછી આવી ગઈ છે. આરબીઆઇ એ બુધવારે તેમની એન્યુઅલ રિપોર્ટ માં જણાવ્યું। એમાં એમણે કીધું કે કુલ 99.30 ટકા 500 અને 1000 ની જૂની નોટો પાછી આવી ગઈ છે

આરબીઆઇ ની એન્યુઅલ રિપોર્ટ માં આ નોટો ની આખી વિગત આપી છે. RBI એન્યુઅલ રિપોર્ટ માં બતાવ્યું છે, “સ્પેસિફાઇડ બેંક નોટ્સ (SBNs) ની પ્રોસેસિંગ નું કામ આરબીઆઇ ના બધા કેન્દ્રો માં પૂરું થઇ ચૂક્યું છે. સર્ક્યુલેશન ની કુલ 15,310.73 અરબ રૂપિયા ની વેલ્યુ વાળી જૂની નોટો પાછી આવી ગઈ છે.”

ભારતીય રિઝર્વ બેન્ક એ જણાવ્યું કે 8 નવેમ્બર, 2016 એ 15,417.93 અરબ રૂપિયા ની વેલ્યુ ની 500 અને 1000 રૂપિયા ની જૂની નોટો સર્ક્યુલેશન માં હતી. ત્યાર બાદ એમાંથી જેટલી નોટો પાછી આવી છે ને કુલ વેલ્યુ 15,310.73 અરબ રૂપિયા છે. આના સિવાય ભારતીય રિઝર્વ બેન્ક એ એમની એન્યુઅલ રિપોર્ટ માં જીએસટી ને પણ સફળ બતાવ્યું છે. એમણે કીધું કે જીએસટી અપ્રત્યક્ષ કર માં પારદર્શિતા લાવવામાં ઘણો ઉપયોગી સાબિત થયો છે.

જણાવી દઈએ કે મોદી સરકારે 8 નવેંબર, 2016 એ 500 અને 1000 રૂપિયા ની જૂની નોટો બંધ કરવાનું એલાન કર્યું હતું। 8 નવેમ્બર ની રાતે આ જૂની નોટો બંધ થઇ ગઈ હતી. નોટબંદી પછી આરબીઆઇ નોટો ની ગણતરી આ લાગી ગઈ હતી.

નોટબંદી ને લઈને વિપક્ષ મોદી સરકાર પર હુમલો કરે છે. મોદી સરકારે કાળા નાણાં ઉપર હુમલો કરવા નોટબંદી ની ઘોષણા કરી હતી. આને લઈને વિપક્ષ હંમેશા હુમલો કરતો રહ્યું છે. એમનું કેહવું છે કે નોટબંદી ના કારણે કાળું નાણું તો પાછું આવ્યું નથી, પણ એના લીધે આમ જનતા ને ઘણી તકલીફો નો સામનો કરવો પડ્યો છે. ત્યાંજ સરકાર આને હંમેશા સફળ બતાવતી રહી છે

Share This