ઓપરેશન થિયેટર માં ઇજાગ્રસ્ત મરીજ નો કરી રહ્યા હતા ડોક્ટર ઇલાજ, કપાયેલો પગ લઈ ને ભાગી ગયો કુતરો

બિહાર ના બક્સર થી આવેલી આ ખબર જાણ્યા પછી કહેવું જ પડશે કે કેટલીક વસ્તુઓ માત્ર ભારત માં જ થઈ શકે છે. ખબરો ના પ્રમાણે, બક્સર માં આવેલી સદર હોસ્પિટલ માં દાખલ થયેલા એક મરીજ નો પગ કૂતરો લઈ ને ભાગી ગયો. ઘટના ના પછી હોસ્પિટલ ના સ્ટાફે કુતરા ને શોધવા ના ઘણા પ્રયત્ન કર્યા,પરંતુ અસફળ રહ્યા.

બતાવવા માં આવી રહ્યું છે કે આરા ના રહેવાવાળા રામનાથ મિશ્રા બક્સર રેલવે સ્ટેશન પર શ્રમજીવી એક્ષપ્રેસપર ચઢવા ના પ્રયત્ન કરી રહ્યા હતા, એ સમયે પગ સ્લીપ થવા ના કારણે એ પડી ગયા. આ બનાવ માં એમનો એક હાથ અને પગ ઘણી ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો, ત્યાર પછી GRP ની મદદ થી ગયા રવિવારે સાંજે રામનાથ ને હોસ્પિટલ પહોંચાડવા માં આવ્યું.

મરીજ ની ગંભીર સ્થિતિ ને જોતા ઈલાજ ના સમયે ડોક્ટર એમનો એક પગ કાપવો પડ્યો. ડોક્ટર ઇજાગ્રસ્ત રામનાથ ની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા કે ત્યારે જ અચાનક ઓપરેશન થિયેટર માં એક કૂતરો ઘુસી ગયો અને મોઢા માં કપાયેલો પગ દબાવી ને ભાગી ગયો.

આ બનાવ ગયા સોમવાર નું છે,જેના પછી લોકો એ સોશિયલ મીડિયા ઉપર કુતરા નો ફોટો શેર કરતા હોસ્પિટલ ની બેદરકારી પર આરોપ પણ લગાવ્યો છે. આ શરમજનક ઘટના પર આપણે પણ હોસ્પિટલ ને એક બે સવાલ પૂછવા માંગીએ છીએ. એમ તો જેટલું આપણ ને ખબર છે, ડોક્ટર્સ અને મરીજ ના સિવાય ઓપરેશન થિયેટર માં કોઈ પક્ષી પણ ફરકી નથી શકતો. આનો અર્થ એમ કે હોસ્પિટલ માં મરીજ ની સુરક્ષા માં બેદરકારી થઈ. બીજી વાત એ કે તમારા માટે એક સામાન્ય માણસ નો જીવ ની કિંમત કશું જ નથી હોતી ?સાથે જ તમે પોતાની ભૂલ માનવા પણ તૈયાર નથી હોતા.

આખરે ક્યાર સુધી હોસ્પિટલ અને ડોક્ટર ના ભૂલો ની કિંમત માસુમ લોકો એ પોતાનો જીવ આપી ને ચૂકવવી પડશે.

Share This