જો પત્ની વારંવાર ગુસ્સો કરે છે તો દરેક પતિએ કરવું જોઈએ આ કામ

દરેક ના જીવન માં કોઈને કોઈ મુશ્કેલી હોય છે. કોઈ ના જીવન માં નાની મુશ્કેલી હોય છે તો કોઈ ના જીવન માં મોટી મુશ્કેલી હોય છે. કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ ને લઈને જીવનમાં દુઃખી હોય છે તો કોઈ બીજી વ્યક્તિ બીજી વસ્તુ ને લઈને દુઃખી રહે છે. કેટલાક લોકો તો પોતાની પત્ની ને લઈને દુઃખી રહે છે.પત્ની ની ઘણી વાતો એવી હોય છે, જે પતિને પસંદ નથી હોતી. એટલા માટે પોતાની પત્ની ને લઈ ને વધારે પડતા પતિ દુઃખી રહે છે. ત્યાજ પત્નીઓ પણ પોતાના પતિ ની કેટલીક ટેવો ને લઈને દુઃખી રહે છે.

ગુસ્સાના વિશે કહેવા માં આવે છે કે આ માણસ નો સૌથી મોટો દુશ્મન હોય છે. ક્રોધ એક એવી આગ છે જે બધું બાળીને રાખ કરી દે છે. એક સારા એવા હસતા રમતા જીવન ગુસ્સા ના કારણે બરબાદ થઈ જાય છે. પતિ પત્ની નો ગુસ્સો કોઇ મોટા વિવાદ ને જન્મ આપે છે. જ્યારે વ્યક્તિ ક્રોધિત હોય છે તો એનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે. એ સારા અને ખોટા મમાં ફરક કરવાનું ભૂલી જાય છે. ગુસ્સા માં વ્યક્તિ ક્યારેક સામેવાળા ને એવા શબ્દો બોલી દે છે જે લાંબા સમય સુધી તકલીફ પહોંચાડતા રહે છે.

શાંતિ થી આપવો જોઈએ સામેવાળા ને જવાબ :

કોઈપણ સંબંધ ખાસ કરીને વૈવાહિક જીવન માં પોતાના સાથી ના ક્રોધ નો જવાબ શાંતિ થી આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ગુસ્સા માં છે તો સામેવાળા એ એને શાંતિ થી જવાબ આપવો જોઈએ. જો બંને જ ગુસ્સે થઈ જશે તો વાત બનવા ની જગ્યા એ ઘણી બગડી જાય છે. આજે અમે મહાન દાર્શનિક સુકરાત ના વૈવાહિક જીવન થી જોડાયેલો એક કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. આ કિસ્સા વિશે જાણીને તમે સમજી જશો કે એક જ્ઞાની વ્યક્તિ કઈ રીતે દરેક વખતે ગુસ્સા માં રહેવાવાળી પત્ની ને શાંત કરી.

સુકરાત ની પત્ની દરેક નાની વાત ઉપર કરતી હતી ઝઘડો :

સુકરાત ના વિશે બતાવી દઈએ કે એ એક મહાન યુનાની દાર્શનિક હતા. એ ઘણા લોકપ્રિય થયા પછી પણ સહજ,સહનશીલ અને વિનમ્ર સ્વભાવ વાળા હતા. જ્યારે આનાથી ઉલટુ સુકરાત ની પત્ની ઘણા ગુસ્સાવાળી હતી. એ દરેક નાની વાતો પર ઝઘડો કરતી હતી,જ્યારે સુકરાત શાંત રહેતા હતા. સુકરાત મેણા-ટોણા અને  દુર્વ્યવહાર ઘણો વધારે થઇ જવા ઉપર પણ કોઈ જવાબ ન આપતા. એક દિવસ સુકરાત પોતાના શિષ્યો ની સાથે ઘર ની બહાર બેસી ને કોઇ મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરી રહ્યા હતા. અચાનક ઘર ની અંદર થી એમની પત્ની એ અવાજ લગાવી. સુકરાત ચર્ચા માં ખોવાયેલા હતા, એટલે પત્ની ના બોલાવા ઉપર ધ્યાન ન આપી શક્યા.

ક્રોધ ને શાંત કરવા માટે આપવો જોઈએ સજ્જનતાથી જવાબ :

સુકરાત ને એમની પત્ની એ ઘણી વાર બોલાવ્યા પરંતુ એ ચર્ચા માં એટલા મગ્ન હતા કે એમને કોઈ ભાન જ ન હતું. સુકરાત ની પત્ની નો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો હતો. એમણે શિષ્યો ની સામે પાણી નો ઘડો લઈને સુકરાત ઉપર નાખી દીધો. આ જોઈને સુકરાત ના શિષ્યો ને ઘણું ખોટું લાગ્યું. સુકરાત શિષ્યો ની ભાવના સમજી ચૂક્યા હતા, એમણે કહ્યું જુઓ મારી પત્ની મારું કેટલું ધ્યાન રાખે છે. આ ભયાનક ગરમી માં પાણી નાખીને મને શીતલતા આપી રહી છે. સુકરાત ની સહનશીલતા જોઈને શિષ્યો એ એમને પ્રણામ કર્યું. સુકરાત ની પત્ની નો પણ ગુસ્સો શાંત થઈ ચૂક્યો હતો. પત્નીના ગુસ્સાનો જવાબ સજ્જનતાથી આપવા  ઉપર ગુસ્સો શાંત થઈ જાય છે. ઘર માં શાંતિ બનાવી રાખવા માટે આ વાતનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઈએ.

Share This