“Google” પર ભૂલ થી પણ ના કરો આ વસ્તુઓ સર્ચ, નહીં તો આવી જશો મુશ્કેલી માં

આજકાલ ના સમય માં Google વ્યક્તિ ના જીવન નો ખાસ ભાગ બની ગયો છે જો વ્યક્તિ કોઈપણ પ્રકાર ની મુશ્કેલી માં આવે છે તો પોતાના મન માં એ જ વિચારે છે કે કંઈ વાંધો નહીં Google છે. જો કોઈ વ્યક્તિ ક્યાંક રસ્તો ભટકી જાય છે તો એના માટે પણ ગૂગલ છે, જો કોઈ વ્યક્તિ ને કોઈ સવાલ નો જવાબ નથી આવડતો તોપણ Googleછે, જો કોઈ વ્યક્તિ ને સ્પેશ્યલ ડીશ બનાવી છે તો એના માટે પણ Google છે, વ્યક્તિ દરેક વસ્તુ માં ગૂગલ નો ઉપયોગ કરે છે. આજકાલ ના સમય માં ગુગલ સર્ચ એન્જિન ના માધ્યમ થી આપણા બધા સવાલો ના જવાબ મળી જાય છે. જો કોઈ વ્યક્તિ ને કંઈક પુછવું છે અથવા તો પછી કોઈ વાત ની જાણકારી પ્રાપ્ત કરવી છે તો સીધા પોતાના મોબાઈલ માં Google ખોલે છે અને એના મન માં જાણવા ની ઈચ્છા હોય છે એ સર્ચ કરી લે છે ભલે પછી વાત સાચી હોય છે ખોટી પરંતુ આપણે ગૂગલ જરૂર વાપરીએ છીએ.

જ્યારે આપણે Google નો ઉપયોગ કરીએ છીએ તો આપણે પોતાના મન માં આ બિલકુલ નથી વિચારતા કે google માં આપણે સર્ચ કરી રહ્યા છીએ એનો જવાબ Google આપણ ને શું આપશે આમ આપણ ને કોઈ ફરક નથી પડતો બસ આપણ ને જવાબ મળવો જોઈએ એટલું જ ઘણું છે. Googleઅંગ્રેજી ના પાંચ અક્ષરો થી બનેલો શબ્દ છે જે આજકાલ ના સમય માં દુનિયા ના દરેક માણસ માટે એમના દરેક સવાલ નો જવાબ આપવા નો પિટારો બની ચૂક્યો છે. આ જગ્યા એ વ્યક્તિ ના દરેક સવાલ ના જવાબ ઘણી સરળતા થી મળી જાય છે. પરંતુ શું તમને આ વાત ની જાણકારી છે ગૂગલ પર ક્યારેક ક્યારેક કેટલીક વસ્તુઓ સર્ચ કરવું આપણા માટે મુશ્કેલી નું કારણ બની શકે છે. અહીંયા સુધી કે કેટલીક વસ્તુઓ એવી છે જેમને સર્ચ કરવા થી આપણ ને જેલ પણ થઇ શકે છે. હા તો તમે બરાબર સાંભળી રહ્યા છો આજ ના આ પોસ્ટ માં અમે તમને ગુગલ ઉપર કઈ વસ્તુઓ સર્ચ કરવા થી આપણને શું પરિણામ ભોગવવું પડી શકે છે એના વિશે જાણકારી આપવાના છીએ.

Google પર આ વસ્તુઓ ને સર્ચ કરવા થી આવી શકે છે મુશ્કેલી

ભૂલી ને પણ Google પર બોમ્બ બનાવવા ની વિધિ સર્ચ ના કરો

જો તમે Google પર બોમ્બ બનાવવા ની વિધિ સર્ચ કરો છો તો એ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે પછી ભલે તમારું આના થી કંઈક લેવું દેવું ન હોય પરંતુ જો તમે આને ગૂગલ પર સર્ચ કર્યું તો તમે પોલીસ ની નજર મા આવી જશો કારણ કે આ પ્રકાર ની વેબસાઈટ ને લઈ ને પોલીસ હંમેશા સતર્ક રહે છે કારણ કે એ દેશ ની સુરક્ષા ને ધ્યાન માં રાખતા દરેક સમયે એવી વેબસાઈટ ઉપર નજર રાખે છે જો તમે પોલીસ ની નજર માં આવી ગયા તો તમને જેલ પણ થઇ શકે છે.

ભૂલી ને પણ Google પર ચાઇલ્ડ પોર્ન સર્ચ ના કરો

જો તમે Google પર ચાઇલ્ડ પોર્ન સર્ચ કરો છો તો એ કાનૂની રીતે ગુનો માનવા માં આવે છે. કાનૂન ના પ્રમાણે ચાઇલ્ડ પૉર્ન બનાવવો અને એને સર્ચ કરીને જોવું એ સરખો અપરાધ હોય છે. એટલા માટે તમે ભૂલી ને પણ આવી ભૂલ ના કરો. નહીં તો તમારો IP એડ્રેસ ને ટ્રેસ કરીને પોલીસ તમારા ઘર ના દરવાજા સુધી પહોંચી શકે છે.

ભૂલી ને પણ Google પર પોતાની ઓળખાણ ચર્ચ ના કરો

તમારે Google ઉપર ઓળખાણ ભૂલી ને પણ સર્ચ ના કરવી જોઈએ કારણકે Googleની પાસે તમારા સર્ચ એન્જિન નો આખો ડેટાબેસ રેકોર્ડ હોય છે જો તમે આ પ્રકાર ની કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો આનાથી તમારી વેબસાઈટ Gmailઅકાઉન્ટ અથવા તમારા બીજા કોઈ પણ પ્રકાર ના પર્સનલ અકાઉન્ટ હેક થઈ શકે છે.

Share This